કોરોના જ્ઞાનશાળા: શું ઓમિક્રોન વેરિઅન્ટને કારણે બાળકોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે? જાણો નિષ્ણાતોનો જવાબ
Corona Gyanshala: થોડાક સમાયથી બાળકોમાં કોરોનાના વધુ કેસ જોવા મળી રહ્યા છે. આવામાં સવાલ થાય છે કે શું ઓમિક્રોન વેરિયન્ટ્સને કારણે બાળકોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે? ચાલો જાણીએ.
Corona In India: છેલ્લા કેટલાક દિવસોથી દેશના ઘણા રાજ્યોમાં બાળકોમાં કોરોના (Corona in children) વાયરસના કેસ જોવા મળી રહ્યા છે, આવી સ્થિતિમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બાળકોમાં વધી રહેલા કેસનું કારણ કોરોના ઓમાઈક્રોન વેરિઅન્ટ (Omicron Variant) તો નથી. આ કિસ્સામાં, નિષ્ણાતો કહે છે કે બાળકોમાં ચેપ વધવાનું કારણ ઓમિક્રોન નથી. પરંતુ આ જુનો વેરિએન્ટ જ છે.
અપોલો હોસ્પિટલના બાળરોગ વિભાગના પ્રદીપ કુમારે જણાવ્યું હતું કે શાળા ખુલી ત્યારથી બાળકો ઘરની બહાર આવી ગયા છે. તેઓ એકબીજાને મળે છે અને સાથે ભોજન કરે છે. આ દરમિયાન તે કોવિડ સામે પ્રોટેક્શન પણ નથી રાખતા. આવી સ્થિતિમાં તેમને ચેપ લાગવાની આશંકા છે. ડો.ના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસ જુદા જુદા સ્વરૂપમાં સક્રિય રહે છે. આવી સ્થિતિમાં, જેઓ હજુ સુધી ચેપની પકડમાં નથી આવ્યા તેમને વાયરસ ચેપ લગાડી શકે છે. આ જ કારણ છે કે બાળકોમાં કેસ વધી રહ્યા છે, જોકે સારા સમાચાર એ છે કે લક્ષણો ગંભીર નથી થઈ રહ્યા.
શું ઓમિક્રોનને કારણે બાળકોમાં કેસ વધી રહ્યા છે?
ફોર્ટિસ હોસ્પિટલના પલ્મોનોલોજી વિભાગના એચઓડી રવિ શેખર ઝાએ જણાવ્યું હતું કે બાળકોમાં વધતા જતા કેસ આગામી દિવસોમાં કોરોના ફેલાવે તેવી શક્યતા છે. જો કે, હજુ સુધી બાળકોમાં ઓમિક્રોન વેરિઅન્ટનો કોઈ કેસ જોવા મળ્યો નથી. તેઓ ફક્ત જૂના પ્રકારોથી જ સંક્રમિત થઈ રહ્યા છે.
દિલ્હીની કલાવતી સરન હોસ્પિટલના બાળરોગ વિભાગના મનીષ કુમારે જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ બાળકોની સંખ્યા વધી રહી છે. તેમાંના મોટાભાગનામાં ફ્લૂના લક્ષણો છે. તપાસમાં કેટલાક બાળકોમાં કોરોના જોવા મળી રહ્યો છે, જોકે તેમનામાં લક્ષણો ખૂબ જ હળવા છે. જીનોમ સિક્વન્સિંગમાં ઓમિક્રોન બાળકોમાં જોવા મળતું નથી.
વિદેશમાં પણ બાળકોમાં ચેપના કેસ વધી રહ્યા છે
વિદેશમાં પણ બાળકોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં અમેરિકામાં 133,000 થી વધુ બાળકો સંક્રમિત થયા છે. આંકડા દર્શાવે છે કે આ સમયે યુ.એસ.માં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યાના 11 ટકા બાળકો છે. બીજી તરફ બ્રિટનમાં પણ બાળકોમાં સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. ચેપગ્રસ્ત બાળકોમાં તાવ, ઉધરસના લક્ષણો સાથે ફોલ્લીઓ પણ ઉભરી રહી છે.
જો તમને આ લક્ષણો દેખાય તો બાળકોની તપાસ કરાવો
ડો.રવિ શેખરે જણાવ્યું કે જો કોઈ બાળકોને સતત તાવ, થાક, ગળામાં દુખાવો કે ત્વચા પર ફોલ્લીઓ આવી રહી હોય તો કોરોના ટેસ્ટ કરાવવો જ જોઈએ. જો બાળકોમાં ફ્લૂના કોઈપણ લક્ષણો જોવા મળે તો કોઈપણ બેદરકારી વગર RTPCR ટેસ્ટ કરાવો.
આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: કોરોનામાંથી સાજા થયેલા લોકોને થઈ રહી છે વાળ ખરવાથી માંડીને આ સમસ્યાઓ, જાણો AIIMS નો અભ્યાસ
આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: જો તમે વેક્સિનના બંને ડોઝ લીધા છે, તો કેટલા દિવસો સુધી ચિંતા કરવાની જરૂર નથી?