Gram Panchayat Election : બોટાદના ગઢડાનું ઘોઘાસમડી ગામ પ્રથમ વાર મહિલા સમરસ ગ્રામ પંચાયત બન્યું

મહિલા સરપંચને પૂછતાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઘોઘાસમડી ગામમાં આરોગ્યને લઈને કોઈ સુવિધા નથી તેને પહેલા અગ્રતા આપવામાં આવશે અને હોસ્પિટલ બનાવવામાં આવશે. જેથી લોકોને ગઢડા સુધી ધક્કા ન ખાવા પડે અને બીજી અમારૂં મુખ્ય કામ એ છે અહીં શિક્ષણને લઈને મોટો પ્રશ્ન છે.

Gram Panchayat Election : બોટાદના ગઢડાનું ઘોઘાસમડી ગામ પ્રથમ વાર મહિલા સમરસ ગ્રામ પંચાયત બન્યું
Gram Panchayat Election:
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 6:26 PM

Gram Panchayat Election : ગઢડા તાલુકાના ઘોઘાસમડી ગામમાં જોવા મળ્યું એકતાનું ઉદાહરણ. રાજયમાં પંચાયત રાજની સ્થાપના બાદ ઘોઘા સમડી ગામમાં પ્રથમવાર મહિલા સરપચ અને સભ્યો ટીમ બની સમરસ. આઝાદી બાદ સૌ પ્રથમવાર ગામમાં મહિલા ગ્રામ પંચાયત ચલાવશે. ત્યારે આગામી દિવસોમાં મહિલાઓ ગામનો વધુ વિકાસ કરશે અને જરૂરિયાતના કામો પૂર્ણ કરશે તેવું મહિલાઓએ આપ્યું નિવેદન.

કહેવાય છે ને જયા સંપ ત્યાં જંપ તે કહેવત ગઢડા તાલુકાના ઘોઘસમડી ગામે સાર્થક કરી છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નાનકડા એવા ઘોઘસમડી ગામની કે 1300 ની વસ્તી ધરાવતા આ ગામની અંદર રાજયમાં પંચાયત રાજની સ્થાપના બાદ પ્રથમવાર મહિલાઓની ટીમ ગ્રામ પંચાયતમાં સમરસ જોવા મળી છે. અહીં ગામમાં રહેતા અલગ અલગ દરેક સમાજના આગેવાનો એકત્રિત થઈને સર્વાનુમતે સરપંચ અને પંચાયતની બોડી નકકી કરેલ છે. અને ગામમાં એકતા અને સંપના કારણે નાનકડા ગામમાં પીવાના પાણી, ગટર લાઈન, શિક્ષણ, સીસી રોડ સહિતના પાયાની સુવિધાઓ ઉપલબ્ધ છે. અને ગામના તમામ લોકો દરેક તહેવારો સાથે મળીને ઉજવે છે. ત્યારે પાડાપણ ગામે વધુ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

અહીંયા આઝાદી બાદ સૌપ્રથમવાર ગામમાં મહિલાઓ ગ્રામ પંચાયત ચલાવશે. નાનકડા એવા ઘોઘસમડી ગામમાં નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ ગ્રામ પંચાયતમાં જોવા મળ્યું છે. ત્યારે મહિલાઓ ગામનો વધુ વિકાસ કરશે તેવું મહિલા સંરપચ અને સભ્યો દ્વારા જણાવેલ છે. જેમાં ગામની અંદર હાલ મોટા ભાગના વિસ્તારમાં સીસીરોડ અને પેવર બ્લોકના રોડ છે. ગામની અંદર પીવાના પાણીની વ્યવસ્થા છે. તેમજ જે રોડ રસ્તાના કામો બાકી છે તે આગામી દિવસોમાં પૂર્ણ કરવામાં આવશે. તેમજ ગામની અંદર આવેલ સ્કૂલ જેમાં અને ગામની અંદર સરકારી હોસ્પિટલ નથી. તેના માટે સરકારમાં રજુઆત કરી વહેલી તકે આ કામો પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરી છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

મહિલા સરપંચને પૂછતાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઘોઘાસમડી ગામમાં આરોગ્યને લઈને કોઈ સુવિધા નથી તેને પહેલા અગ્રતા આપવામાં આવશે અને હોસ્પિટલ બનાવવામાં આવશે. જેથી લોકોને ગઢડા સુધી ધક્કા ન ખાવા પડે અને બીજી અમારૂં મુખ્ય કામ એ છે અહીં શિક્ષણને લઈને મોટો પ્રશ્ન છે. પ્રાથમિક શાળામાં શિક્ષકની ઘટ છે તે વહેલામાં વહેલી તકે ઘોઘાસામરડી ગામની સ્કૂલમાં શિક્ષકોની ભરતી કરાવીશું. જેથી અમારા ગામના વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે બાકી રોડ રસ્તા ગટર પેવર બ્લોક સહિતના તમામ કામો થયેલા છે અને જે બાકી હશે તે પૂર્ણ કરીને ઘોઘાસામરડી ગામને ગોકુળિયું ગામ બનાવીશું.

ગામના ઉપ સરપંચ દ્વારા જણાવેલ કે અમારા ગામમાં એકતા છે એ માટે જ અમને આ કામ કરવાનો મોકો મળ્યો છે. અને આગળની બોડી જે હતી તેણે જે કામ કર્યા છે અને જે અધૂરા રહી ગયા છે અમે એ કામો પૂર્ણ કરીશુ અને ગામનો વધુમાં વધુ વિકાસ કરીશું. મીડિયાના માધ્યમથી સરકારને રજુઆત કરતા જણાવેલ કે ઘોઘાસામરડી ગામના વિદ્યાર્થીઓ ને અહીંથી બહાર અભ્યાસ અર્થે આપડાઉન કરવું પડે છે અને શિક્ષકોની ઘટ છે તેને લઈને બહાર ગામ અભ્યાસ અર્થે જવું પડે છે હજુ જે કામો અધૂરા છે તે અમે પૂર્ણ કરીશું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">