AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona in Maharashtra: આગામી 15 દિવસ જોખમી, ગણેશોત્સવ બાદ મુંબઈ આવતા લોકો માટે 266 કોરોના ટેસ્ટીંગ સેન્ટર તૈયાર

મુંબઈમાં બહારથી આવતા લોકો માટે RTPCR ટેસ્ટ કરાવવા માટે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા એક ઉપાય શોધાયો છે. ગણેશોત્સવ બાદ મુંબઈ પરત આવનાર તમામ લોકો માટે 266 સ્થળોએ કોરોના પરીક્ષણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.

Corona in Maharashtra: આગામી 15 દિવસ જોખમી, ગણેશોત્સવ બાદ મુંબઈ આવતા લોકો માટે 266 કોરોના ટેસ્ટીંગ સેન્ટર તૈયાર
ફાઈલ ફોટો
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 11:36 PM
Share

ગણેશોત્સવ (Ganeshotsav) દરમિયાન મુંબઈથી ઘણા લોકો પોતપોતાના ગામ ગયા હતા. હવે તે બધા લોકો પાછા ફરવાના છે. ગયા વર્ષે પણ ગણેશોત્સવ બાદ મુંબઈમાં કોરોના ફેલાયો હતો. આ સાથે લોકો મુંબઈથી જ્યાં પણ ગયા હતા, તે સ્થળોએ પણ કોરોના સંક્રમણ વધ્યુ હતું. અહીં નિષ્ણાતો દ્વારા કોરોનાની ત્રીજી લહેરનો (Third Wave of Corona) ભય પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈ અને મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઉતાર-ચડાવ જોવા મળી રહ્યો છે. વચ્ચે-વચ્ચે, જ્યારે કોરોનાથી સાજા થતાં દર્દીઓની સંખ્યાની તુલનામાં કોરોના સંક્રમિતના નવા કેસ  (Corona in Maharashtra)  વધારે આવે છે, ત્યારે ચિંતા વધી જાય છે. ગણેશ વિસર્જન (Ganesh Immersion) રવિવારે (19 સપ્ટેમ્બર) છે. આવી સ્થિતિમાં કોરોના સંક્રમણના દૃષ્ટિકોણથી આવનારા 15 દિવસો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ જ કારણ છે કે કોરોનાનું પરીક્ષણ વધારવામાં આવ્યું છે. મુંબઈમાં બહારથી આવતા લોકો માટે RTPCR ટેસ્ટ કરાવવા માટે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા એક ઉપાય શોધવામાં આવ્યો છે. ગત વર્ષે ગણેશોત્સવ દરમિયાન બજારોમાં ખરીદી માટે ભારે ભીડ હતી, જ્યારે આ વર્ષે ગણેશોત્સવ દરમિયાન હળવા – મળવાનું વધારે  થયુ છે.

ગણેશોત્સવ માટે તેમના વતન ગામમાં જતા મોટાભાગના લોકો કોંકણ પ્રદેશ (સિંધુદુર્ગ, રત્નાગિરી જિલ્લા)ના હોય છે. આમાંથી જેટલા પણ લોકો મુંબઈ પરત ફરશે, તેમાંથી દરેકનું ટેસ્ટીંગ થવું આવશ્યક છે. આ કારણથી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ 266 સ્થળોએ કોરોના ટેસ્ટીંગ સેન્ટરો શરૂ કર્યા છે.

મુંબઈમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં, ગણેશોત્સવ બાદ સંક્રમણ વધવાનો ભય

મુંબઈમાં હાલમાં 4,658 લોકો કોરોનાના સક્રિય દર્દીઓ છે. સંક્રમણનો ગ્રોથ રેટ પ્રતિદિન 0.06 ટકા છે. દરરોજ 400થી 450 નવા કેસ નોંધાય છે. કોરોનાથી મૃત્યુઆંકમાં પણ ભારે ઘટાડો થયો છે. પરંતુ કોરોનાની ત્રીજી લહેરની આશંકાને જોતા મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) સંપૂર્ણપણે તૈયાર છે. આ સાથે નગરપાલિકાએ સામાન્ય લોકોને પણ તકેદારી અને સાવચેતી રાખવા અપીલ કરી છે.

આગામી 15 દિવસ જોખમી, આ વખતે કોરોના સંક્રમણ પાછુ ન આવે તે જોવુ રહ્યું

ગણેશોત્સવના આગામી 15 દિવસ ખૂબ મહત્વના રહેશે. આ કારણે મુંબઈમાં બહારથી આવતા તમામ લોકોનું પરીક્ષણ કરવું જરૂરી છે. રેલવે દ્વારા આવતા લોકોનું પરીક્ષણ સરળ છે. પરંતુ જે લોકો બાય રોડ આવે છે, તેમને ટ્રેસ કરવા અને તેમનુ ટેસ્ટીંગ કરવું થોડું મુશ્કેલ બની જાય છે.

આવી સ્થિતિમાં બીએમસી (BMC)એ સમગ્ર શહેરમાં 266 પરીક્ષણ કેન્દ્રો શરૂ કર્યા છે. અહીં કોરોના ટેસ્ટ મફતમાં કરવામાં આવી રહ્યો છે. બીએમસી (BMC)ની અપીલ છે કે બહારથી આવતા લોકોએ આ પરીક્ષણ કેન્દ્રો પર જવું જોઈએ અને તેમનો કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ. આ માહિતી બીએમસીના અધિક કમિશ્નર સુરેશ કાકાણીએ આપી છે.

આ પણ વાંચો :  Ganesh Utsav 2021: આતંકી હુમલાની આશંકા વચ્ચે બાપ્પાની વિદાય, ગણેશ વિસર્જનના દિવસે મુંબઈના દરેક ખુણે તૈનાત રહેશે મુંબઈ પોલીસ

g clip-path="url(#clip0_868_265)">