AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Utsav 2021: આતંકી હુમલાની આશંકા વચ્ચે બાપ્પાની વિદાય, ગણેશ વિસર્જનના દિવસે મુંબઈના દરેક ખુણે તૈનાત રહેશે મુંબઈ પોલીસ

પોલીસ ટીમમાં 100 અધિકારીઓ અને 1,500 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવી રહ્યા છે. સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF)ની ત્રણ કંપનીઓ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની એક ટુકડી તૈનાત કરવામાં આવી રહી છે.

Ganesh Utsav 2021: આતંકી હુમલાની આશંકા વચ્ચે બાપ્પાની વિદાય, ગણેશ વિસર્જનના દિવસે મુંબઈના દરેક ખુણે તૈનાત રહેશે મુંબઈ પોલીસ
મુંબઈ પોલીસે ગણેશ વિસર્જનની તૈયારીઓ કરી.
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 8:14 PM
Share

ગણપતિ બાપ્પાની વિદાયનો સમય આવી ગયો છે. ગણેશ ચતુર્થીના 10 દિવસ પછી અનંત ચતુર્દશી રવિવારે (19 સપ્ટેમ્બર) ગણેશ વિસર્જન કરવામાં આવનાર છે.

પુરા દસ દિવસ બાદ વિવિધ સ્થળોએથી લોકો ગણપતિ બાપ્પાના વિસર્જન (Ganpati Immersion) માટે રસ્તા પર ઉતરશે. પરંતુ કોરોનાની ત્રીજી લહેરના ભયને (Third Wave of Corona)  જોતા વહીવટીતંત્રે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે કોવિડ નિયમોને ધ્યાનમાં રાખીને વિસર્જન કરવામાં આવશે.

આ સિવાય અચાનક વધેલી આતંકવાદી હુમલાની આશંકાને જોતા મુંબઈ પોલીસ (Mumbai Police) વિવિધ સંવેદનશીલ સ્થળો પર પેટ્રોલિંગ વધારવાની તૈયારી કરી રહી છે. તમામ વિસર્જન સ્થળો પર ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ઉપરાંત ગણેશ ભક્તોને વિસર્જન દરમિયાન કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે સંબંધિત વિભાગોની મદદથી લાઈટિંગ, ક્રેન, તરવૈયા, એમ્બ્યુલન્સ, ફાયર સર્વિસ અને અન્ય સલામતીના પગલાં અમલમાં મૂકવાની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. કોઈપણ સંભવિત તોડફોડ અથવા સુરક્ષા સંબંધિત પડકારોનો સામનો કરવા માટેના પગલાં, નાઇટ પેટ્રોલિંગ અને ગુડ મોર્નિંગ સ્કવોડની વ્યવસ્થા કરવામાં આવી છે.

CRPFની 1, SRPFની 3 કંપનીઓ તૈનાત કરાશે, 1500 અધિકારીઓ 100 અધિકારીઓ રહેશે ફરજ પર

પોલીસ દળની સંખ્યા વધારવામાં આવી છે. આ સંપૂર્ણ તૈયારી માટે પોલીસ ટીમમાં 100 અધિકારીઓ અને 1500 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવી રહ્યા છે. સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF)ની ત્રણ કંપનીઓ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની એક ટુકડી તૈનાત કરવામાં આવી રહી છે.

આ સિવાય 500 હોમગાર્ડ ફરજ પર તૈનાત રહેશે. બહારના એકમોમાંથી 275 કોન્સ્ટેબલને બોલાવવામાં આવ્યા છે. તેમને તમામ વિસર્જન સ્થળો અને સંવેદનશીલ સ્થળો પર તૈનાત કરવામાં આવી રહ્યા છે.

આતંકવાદી હુમલાની આશંકાને જોતા વધારે સતર્કતા દાખવવામાં આવી રહી છે

દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે (Delhi Police Special Cell) 14 સપ્ટેમ્બરે 6 આતંકવાદીઓની ધરપકડ કરી હતી. તેમાંથી એક જાન મોહમ્મદ શેખ મુંબઈના ધારાવીનો રહેવાસી છે. પૂછપરછમાંથી મળેલી માહિતી પરથી એ વાત સામે આવી છે કે ગણેશોત્સવ દરમિયાન મુંબઈના ગીચ વિસ્તારો પણ આતંકી નિશાના પર હતા.

આજે (શનિવાર, 18 સપ્ટેમ્બર) પણ મહારાષ્ટ્ર એટીએસ (Maharashtra ATS ) અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ (Mumbai Police Crime Branch)એ મળીને જોગેશ્વરીમાંથી ઝાકીર નામના અન્ય એક આરોપીની ધરપકડ કરી છે. સુરક્ષા સંબંધિત આ પડકારોને જોતા મુંબઈ પોલીસે સુરક્ષા વ્યવસ્થા કડક કરી છે. રવિવારે વિસર્જનને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ તકેદારી અને સાવધાની રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો :  Maharashtra: મુંબઈમાં ઘડાયુ હતુ આતંકી કાવતરુ, ટાર્ગેટ પર હતા રામલીલા અને નવરાત્રીના કાર્યક્રમો

આ પણ વાંચો : પીએમ મોદીના જન્મદિવસે રસીકરણનો રેકોર્ડ બનવા પાછળ છુપાયેલો છે એક ‘રાજ’, શરદ પવારની પાર્ટી NCPનો દાવો

g clip-path="url(#clip0_868_265)">