AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Corona Updates: કોરોનાનો ફુંફાડો, આંકડો 16 હજારને પાર, 7ના મોત

મંગળવારની તુલનામાં કોરોનાના 5 હજાર વધુ નવા કેસ સામે આવ્યા છે અને કોરોનાના કારણે મૃત્યુઆંક પણ 5થી વધીને 7 થયો છે. ફરી એકવાર નવા પોઝિટીવ કેસ કોરોનામાંથી સાજા થનારા લોકોની સંખ્યા કરતા વધુ આવ્યા છે.

Mumbai Corona Updates: કોરોનાનો ફુંફાડો, આંકડો 16 હજારને પાર, 7ના મોત
(પ્રતીકાત્મક તસવીર)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 11:59 PM
Share

આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં એક મહત્વની વાત કહી હતી કે છેલ્લા બે દિવસથી મુંબઈ સહિત મહારાષ્ટ્ર (Maharashtra)માં કોરોનાના કેસમાં જે ઘટાડો થઈ રહ્યો છે. તેનાથી એ સમજવાની ભૂલ ન કરો કે કોરોનાનું સંક્રમણ (Corona cases in Mumbai) અટકી ગયું છે. તે રવિવારની રજા અથવા અન્ય કારણોસર કોરોનાના ઓછા પરીક્ષણનું પરિણામ પણ હોઈ શકે છે. બુધવારે મુંબઈનો કોરોના રિપોર્ટ આ વાત સાચી સાબિત કરે છે.

મુંબઈમાં ફરી એકવાર કોરોનાના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. બુધવારે 16, 420 કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 7 લોકોના મોત થયા છે. એટલે કે મંગળવારની સરખામણીમાં કોરોનાના 5 હજાર વધુ નવા કેસ સામે આવ્યા છે અને કોરોનાના કારણે મૃત્યુઆંક પણ 5થી વધીને 7 થયો છે.

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર બુધવારે 14,649 લોકો કોરોનાથી સાજા થયા છે. એટલે કે નવા પોઝિટિવ કેસોની સંખ્યા સાજા થયેલા લોકોની સંખ્યા કરતા વધુ છે.

બુધવારે સાંજે 6 વાગ્યા સુધીના આંકડા મુજબ મુંબઈમાં હાલમાં રિકવરી રેટ 87 ટકા છે. અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા 8,34,962 છે. શહેરમાં કુલ સક્રિય કોરોના કેસ 1,02,282 છે. કોરોના કેસ બમણા થવાનો સમયગાળો 36 દિવસનો થઈ ગયો છે. આ રીતે, 5 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી વચ્ચે કોવિડ વૃદ્ધિ દર 1.85 ટકા થઈ ગયો છે.

BMCએ મુંબઈના કોરોના કેસ અંગે અપડેટ્સ જાહેર કર્યા છે

કોરોનાના વધતા સંક્રમણથી ગભરાવાની જરૂર નથી, આરોગ્ય મંત્રીએ આપી સલાહ

બુધવારે પત્રકારો સાથે વાત કરતા મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે કોરોનાના વધતા સંક્રમણથી ગભરાવાની જરૂર નથી. ભલે કોરોના સંક્રમણ વધી રહ્યું છે, પરંતુ 86 ટકા દર્દીઓમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યા છે અને તેઓ હોમ-ક્વોરેન્ટાઇન છે. માત્ર 2.8 ટકા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ગુરુવારે પ્રધાનમંત્રી સાથેની બેઠકમાં સીએમ ઉદ્ધવ ઠાકરે કરશે વધારે વેક્સીનની માંગ

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણનો સામનો કરવા માટે રસીકરણની ગતિને ઝડપી બનાવવાની જરૂર છે. ગુરુવારે પીએમ નરેન્દ્ર મોદી દેશના 30 મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ ભાગ લેશે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાનારી આ બેઠકમાં સીએમ ઠાકરે પીએમ મોદી પાસે રસીના વધુ ડોઝની માંગ  કરવાના છે. સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સીએમ ઉદ્ધવ ઠાકરે 50 લાખ કોવિશિલ્ડ અને 40 લાખ કોવેક્સીન તાત્કાલિક ઉપલબ્ધ કરાવવાની માંગ કરશે.

આ પણ વાંચો :  Maharashtra Corona New Rules: ‘હવે લક્ષણ નહીં તો ટેસ્ટ નહીં’, મુંબઈના સંરક્ષક મંત્રીએ જણાવ્યા મહારાષ્ટ્રમાં કોરોનાના નવા નિયમો

ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
g clip-path="url(#clip0_868_265)">