મુંબઈ એરપોર્ટ પર મેગા બ્લૉક !, મુંબઈથી વિમાન મારફતે આવવું-જવું 20 થી 50 ટકા મોંઘું થયું

મુંબઈ એરપોર્ટ પર મેગા બ્લૉક !, મુંબઈથી વિમાન મારફતે આવવું-જવું 20 થી 50 ટકા મોંઘું થયું

મુંબઈ જાનેવાલે યાત્રી ધ્યાન દે… મુંબઈથી વિમાન મારફતે આવવું-જવું 20થી 50 ટકા મોંઘું પડશે.. 30 માર્ચ સુધી ફ્લાઈટ્સની ટિકિટમાં વધારો કરવામાં આવ્યો છે. કારણ, મુંબઈ એરપોર્ટના રન વેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે… 7 ફેબ્રુઆરીથી શરૂ થયેલું આ સમારકામ આગામી 30 માર્ચ સુધી ચાલુ રહેશે. યાત્રીઓને વધુ તકલીફ ન પડે એ માટે એરપોર્ટ ઑથોરિટીએ એલ્ટરનેટ […]

Neeru Zinzuwadia Adesara

| Edited By: Parth_Solanki

Feb 07, 2019 | 5:05 PM

મુંબઈ જાનેવાલે યાત્રી ધ્યાન દે…

મુંબઈથી વિમાન મારફતે આવવું-જવું 20થી 50 ટકા મોંઘું પડશે.. 30 માર્ચ સુધી ફ્લાઈટ્સની ટિકિટમાં વધારો કરવામાં આવ્યો છે. કારણ, મુંબઈ એરપોર્ટના રન વેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે…

7 ફેબ્રુઆરીથી શરૂ થયેલું આ સમારકામ આગામી 30 માર્ચ સુધી ચાલુ રહેશે.

યાત્રીઓને વધુ તકલીફ ન પડે એ માટે એરપોર્ટ ઑથોરિટીએ એલ્ટરનેટ ડે એટલે કે એક દિવસ બાદ બીજા દિવસે મેગા બ્લૉક રાખવાનું નક્કી કર્યું છે. એટલે કે 52 દિવસો સુધી મુંબઈમાં આવવું-જવું ઘણું મોંઘું થશે.

આ પણ વાંચો:  EXCLUSIVE: હાર્દિક પટેલને જનતાએ પહેલી વખત પૂછયા એવા 10 પ્રશ્નો જેના પર તેને તાત્કાલિક આપ્યા જવાબ, જુઓ વીડિયો

દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે સવારે 11 કલાકથી સાંજે 5 કલાક સુધી મેગા બ્લૉક રહેશે. મુંબઈ એરપોર્ટ પર બે રન-વે એકબીજાને ક્રોસ કરે છે અને સમારકામ એ જ જગ્યાએ છે, જ્યાં ક્રોસ લાઈન છે.  મુંબઈમાં એક દિવસમાં 950 વિમાનોનું આવાગમન થાય છે. અને એટલેજ મેગા બ્લૉકને કારણે 5,000 ઉડાનો પર અસર પડશે. ખાસ એટલા માટેજ ધસારો ઓછો કરવા ટિકિટના દરમાં વધારો કરાયો.

[yop_poll id=1189]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati