Monsoon in Maharashtra: મહારાષ્ટ્રમાં છવાયુ ચોમાસું, 15 જિલ્લામાં યલો એલર્ટ જાહેર, જાણો ક્યા વિસ્તારમાં થશે ભારે વરસાદ

હવામાન વિભાગે (Meteorological Department) પાલઘર, થાણે, મુંબઈ, રાયગઢ, કોલ્હાપુર, સાતારા, અકોલા, અમરાવતી, ભંડારા, બુલઢાણા, નાગપુર, વર્ધા, વાશિમ, યવતમાલ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

Monsoon in Maharashtra: મહારાષ્ટ્રમાં છવાયુ ચોમાસું, 15 જિલ્લામાં યલો એલર્ટ જાહેર, જાણો ક્યા વિસ્તારમાં થશે ભારે વરસાદ
Monsoon in Maharashtra (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2022 | 9:38 PM

સમગ્ર મહારાષ્ટ્રમાં ચોમાસુ (Maharashtra Monsoon) સક્રિય થઈ ગયું છે. હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે. પરંતુ ચોમાસાએ દસ્તક આપી હતી તેટલી મજબૂતીથી તે આગળ વધ્યું ન હતું. ચોમાસાના આગમન પછી તે નબળું પડી જાય છે. પરંતુ હવે હવામાન વિભાગ (IMD)એ જૂનના અંતિમ સપ્તાહમાં વરસાદના સ્વરૂપમાં ફેરફારની આગાહી કરી છે. મહારાષ્ટ્રમાં શનિવારથી ચોમાસું વધશે. શનિવારે કોંકણમાં મુશળધાર વરસાદ અને સોમવારથી ભારે વરસાદની અપેક્ષા છે. હવામાન વિભાગે રાજ્યના 15 જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. કોંકણમાંથી મહારાષ્ટ્રમાં પ્રવેશેલુ ચોમાસું હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.

છેલ્લા ત્રણ સપ્તાહથી ચોમાસાએ નિરાશ કર્યા છે. સક્રિય થયા બાદ પણ વરસાદ પડ્યો નથી. પરંતુ હવામાન વિભાગે શનિવારથી મુંબઈ સહિત મહારાષ્ટ્રના 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે પાલઘર, થાણે, મુંબઈ, રાયગઢ, કોલ્હાપુર, સાતારા, અકોલા, અમરાવતી, ભંડારા, બુલઢાણા, નાગપુર, વર્ધા, વાશિમ, યવતમાલ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય સિંધુદુર્ગમાં 18થી 21 જૂન અને રત્નાગીરીમાં 20થી 21 જૂન સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મહાકુંભમાં આવ્યા છોટૂ બાબા,32 વર્ષથી નથી કર્યુ સ્નાન
Gundar benefits : મહિલાઓ માટે ગુંદર છે વરદાન, ફાયદા સાંભળી ચોંકી જશો
રુ 1200થી પણ ઓછી કિંમતમાં મળી રહ્યો છે 365 દિવસનો સૌથી સસ્તો પ્લાન !
Urin Problem : પેશાબમાં ફીણ આવે તો આ ગંભીર રોગોના છે સંકેત
Parenting : માતા-પિતાએ આ 8 વસ્તુઓ બાળકોને શીખવવી
કોઈના શ્રાપથી તમારા જીવન પર શું અસર પડે છે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

હવામાન વિભાગનો અંદાજ, 15 જિલ્લામાં ભારે વરસાદ થશે

શું મરાઠવાડાને મળશે રાહત? વરસાદ પડશે?

જો કે હવામાન વિભાગે દાવો કર્યો છે કે ચોમાસાએ સમગ્ર મહારાષ્ટ્રને આવરી લીધું છે, પરંતુ મરાઠવાડા વિસ્તારમાં હજુ પણ દુષ્કાળ યથાવત છે. એટલું જ નહીં ભેજને કારણે લોકો ખૂબ જ પરેશાન છે. પ્રદેશના ઘણા જિલ્લાઓમાં હજુ સુધી વરસાદ પણ જોવા મળ્યો નથી. પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવે મરાઠવાડામાં પણ ભારે વરસાદ થવા જઈ રહ્યો છે. સોમવારથી મરાઠવાડા અને વિદર્ભમાં મધ્યમથી મુશળધાર વરસાદની સંભાવના છે. ખેડૂતોએ ખરીફ પાકની વાવણીની તૈયારીઓ કરી લીધી છે.

કોંકણ વિસ્તારમાં મુશળધાર વરસાદની આગાહી

રાજ્યમાં ચોમાસાના આગમન બાદ ચોમાસું કોંકણમાંથી પસાર થઈને મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ફેલાઈ ગયું હતું. આ પછી ચોમાસાએ ઉત્તર મહારાષ્ટ્ર સહિત વિદર્ભને આવરી લીધું હતું. પરંતુ ચોમાસું વારંવાર પશ્ચિમ મહારાષ્ટ્ર અને મરાઠવાડા વિસ્તારમાં રીસાઈ જતું હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ હવામાન વિભાગની નવી આગાહીથી આ વિસ્તારોના ખેડૂતો પણ સારા વરસાદની આશા રાખી રહ્યા છે. 18 જૂન પછી મરાઠવાડા અને વિદર્ભમાં મધ્યમથી મૂશળધાર વરસાદ અને કોંકણ પ્રદેશમાં ભારે વરસાદની અપેક્ષા છે.

g clip-path="url(#clip0_868_265)">