Mumbai News : ઈન્ડિગો ફ્લાઈટમાં છેડતી, લેન્ડ થતાં જ આરોપી પેસેન્જરની કરી ધરપકડ
ઈન્ડિગોની ફ્લાઈટમાં જાતીય સતામણીની ઘટના 10 સપ્ટેમ્બરે બની હોવાનું જાણવા મળી રહ્યું છે. અહીં એક મુસાફરે પોતાના સહ-મુસાફરની છેડતીનો આરોપ લગાવ્યો છે. ફરિયાદીની ફરિયાદ બાદ આરોપી મુસાફરની ગુવાહાટી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી.
ઈન્ડિગોની ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા એક વ્યક્તિ પર તેના સહ-મુસાફર પર યૌન શોષણનો આરોપ લાગ્યો છે. આ ઘટના મુંબઈથી ગુવાહાટી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બની હતી. આ પછી, ફ્લાઈટ ગુવાહાટી એરપોર્ટ પર ઉતર્યા બાદ એરલાઈને આરોપી મુસાફરને આસામ પોલીસને સોંપી દીધો. સોમવારે ઈન્ડિગોએ એક નિવેદન જાહેર કરીને આ જાણકારી આપી હતી.
ઈન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, મુંબઈ-ગુવાહાટી વચ્ચે ઈન્ડિગોની ફ્લાઈટ 6E-5319માં મુસાફરી કરી રહેલા એક મુસાફર દ્વારા જાતીય સતામણીની ફરિયાદ ગુવાહાટી પોલીસને સોંપવામાં આવી હતી. ફરિયાદીએ સ્થાનિક પોલીસમાં FIR નોંધાવી છે. જ્યાં જરૂર પડશે, અમે તેમની તપાસમાં મદદ કરીશું.
ઈન્ડિગો ફ્લાઈટમાં મુસાફરની છેડતી
ઈન્ડિગોએ આ ઘટના અંગે વધુ માહિતી આપી નથી. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, 10 સપ્ટેમ્બરે મુંબઈથી ગુવાહાટી જઈ રહેલી ફ્લાઈટમાં એક મહિલા પેસેન્જર સાથે પુરુષ સહ-યાત્રીએ છેડતી કરી હતી. પીડિતાએ ફરિયાદ નોંધાવ્યા બાદ ગુવાહાટી પોલીસે આરોપી મુસાફરની ધરપકડ કરી હતી. કહ્યું હતું કે જ્યાં જરૂર પડશે, અમે તેમની તપાસમાં મદદ કરીશું.
ઓગસ્ટ મહિનામાં પણ આવી જ એક ઘટના બની હતી
તમને જણાવી દઈએ કે ગયા મહિને ફ્લાઈટમાં પણ છેડછાડનો વધુ એક મામલો સામે આવ્યો હતો. 16 ઓગસ્ટે સ્પાઈસ જેટની દિલ્હી-મુંબઈ ફ્લાઈટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તેને કથિત રીતે જાતીય સતામણીના કેસ તરીકે વર્ણવવામાં આવ્યો હતો. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આ અંગે કાર્યવાહી કરી હતી. તેણે આ ઘટના પર દિલ્હી પોલીસ અને ડીજીસીએને નોટિસ પાઠવી હતી.
મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો