Raj Thackeray: મસ્જિદો ઉપરથી લાઉડસ્પીકર હટાવવા મુદ્દે ઠાકરેનું સ્ફોટક નિવેદન
રાજ ઠાકરેએ (MNS Raj Thackeray) ફરી એકવાર મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાનો (loudspeaker Controversy) મુદ્દો ઉઠાવ્યો. ઔરંગાબાદમાં રાજ ઠાકરેએ કહ્યું કે ઈદ 3જીએ છે. જો આ પછી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો હનુમાન ચાલીસાનો પાઠ બેવડા અવાજમાં કરવામાં આવશે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેની (Raj Thackeray MNS) ઔરંગાબાદ (Aurangabad Rally) માં સભા હતી. આજે (1 મે, રવિવાર) માત્ર મહારાષ્ટ્ર જ નહીં, પરંતુ દેશભરની નજર રાજ ઠાકરેની સભા પર ટકેલી હતી. રાજ ઠાકરેએ કહ્યું, ‘આજે પહેલી તારીખ છે, આવતીકાલે બીજી તારીખ છે, ઈદ ત્રીજી તારીખે છે. જો 3જી પછી મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો 4મી પછી હું સાંભળીશ નહીં. હનુમાન ચાલીસાના પાઠ વિવિધ સ્થળોએ ડબલ અવાજ સાથે શરૂ થશે. તમામ ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર હટાવવા જોઈએ. મંદિરોમાંથી પણ ઉતરવા જોઈએ.
આજે તો આવી હાલત છે કે અત્યારે નહીં તો ક્યારેય નહીં. તમામ હિંદુ ભાઈ-બહેનોને મારી અપીલ છે કે જો ત્રીજા દિવસ પછી પણ લાઉડસ્પીકર બંધ ન કરવામાં આવે તો કાનમાં બમણા અવાજે હનુમાન ચાલીસાનો પાઠ સંભળાવવો જોઈએ. એમને કહેવામાં આવ્યું છે કે, અહીં સાયલન્સ ઝોન છે. અહીં શાળા છે. બધા પ્રતિબંધો આપણા પર છે અને તે ગમે ત્યાં શરૂ થઈ જાય છે. રસ્તા પર ઉતરીને નમાઝ પઢવાનો અધિકાર કોણે આપ્યો?’
બૂકની વાતને યાદ કરીને શરદ પવાર પર પણ કર્યા પ્રહાર
રાજ ઠાકરેએ કહ્યું, ‘મહારાષ્ટ્રે સૌથી વધુ વિચારકો આપ્યા છે. કેટલાક નેતાઓના કારણે આજે મહારાષ્ટ્ર બદનામ થઈ રહ્યું છે. રાજ ઠાકરે એ શરદ પવાર બે સમુદાયો વચ્ચેનું અંતર વધારી રહ્યાનો આક્ષેપ કર્યો છે. પહેલા જ્ઞાતિઓ હતી, શરદ પવારે જ્ઞાતિ-જાતિ શરૂ કરી. જ્ઞાતિઓનું ધ્રુવીકરણ શરૂ કર્યું. બાબાસાહેબ પુરંધરેને બ્રાહ્મણ હોવાના કારણે હેરાન કરવામાં આવ્યા હતા. જેમ્સ લેને ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં તેમના પુસ્તકના સંદર્ભમાં જણાવ્યું હતું કે પુસ્તકના સંશોધનમાં તેમણે બાબાસાહેબ પુરંધરે સાથે કોઈ વાત કરી નથી. (શરદ પવાર સમર્થિત મરાઠા યુવા સંગઠનો આક્ષેપ કરે છે કે બાબાસાહેબ પુરંધરે જેવા પૂણેના બ્રાહ્મણોએ જેમ્સ લેનને એ લખાવ્યું કે, છત્રપતિ વ્યક્તિત્વ ઘડતરમાં શિવાજીના ગુરુ દાદોજી કોંડદેવે ફાળો આપ્યો હતો. જ્યારે મરાઠા સમુદાયનું સંગઠન કહે છે કે છત્રપતિ શિવાજી મહારાજના વ્યક્તિત્વને ઘડવામાં, તે તેમની માતા જીજાબાઈનું યોગદાન હતું, ગુરુનું નહીં.)
રાજ ઠાકરેએ કહ્યું, ‘મે ધ્યાન દોર્યા બાદ હવે તેમણે છત્રપતિ શિવાજી મહારાજનું નામ લેવાનું શરૂ કર્યું. મેં કહ્યું હતું કે શરદ પવાર નાસ્તિક છે, ત્યાર પછી તેમના મંદિર જતા ફોટા આવવા લાગ્યા. અરે શું નાટક છે તમારી દીકરી લોકસભામાં બોલે છે કે મારા પિતા નાસ્તિક છે.’
લાઉડસ્પીકરનો મુદ્દો ઉઠાવ્યા બાદ પણ રાજની સભામાં મોટી સંખ્યામાં મુસ્લિમ કાર્યકરો
રાજ ઠાકરેની સભામાં સૌથી વધુ 15 થી 30 વર્ષની વયજૂથના યુવાનો જોવા મળ્યા. 500 યુવાનો બાઇક રેલી દ્વારા સભા સ્થળે પહોંચ્યા. મોટી સંખ્યામાં મુસ્લિમ કાર્યકરો પણ સભા સ્થળે પહોંચ્યા. રાજ ઠાકરેએ થાણેની સભામાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાનો મુદ્દો ઉઠાવ્યા બાદ કેટલાક કાર્યકરો MNS છોડવાના સમાચાર સામે આવ્યા હતા. પરંતુ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ યુવકો દેખાયા હતા.
આ પણ વાંચો : Raj Thackeray LIVE: થોડીવારમાં શરૂ થશે ‘રાજ’ સભા, ઠાકરેની સભામાં મેદાન ખચોખચ ભરાયું