AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: આજથી મહિલાઓને બસની ટિકિટમાં 50 ટકા ડિસ્કાઉન્ટ મળશે, બજેટમાં કરવામાં આવી હતી જાહેરાત

રાજ્ય સરકારના આદેશથી રાજ્યમાં રાજ્ય પરિવહન બસોમાં મુસાફરી કરતી મહિલાઓ માટે ટિકિટના દરમાં 50 ટકા ડિસ્કાઉન્ટ લાગુ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રનું બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં આ જાહેરાત કરી હતી. મહારાષ્ટ્ર સન્માન યોજનાના નામથી કરવામાં આવેલી આ જાહેરાત આજથી સરકારી આદેશ દ્વારા લાગુ કરવામાં આવી છે.

Maharashtra: આજથી મહિલાઓને બસની ટિકિટમાં 50 ટકા ડિસ્કાઉન્ટ મળશે, બજેટમાં કરવામાં આવી હતી જાહેરાત
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2023 | 4:36 PM
Share

Mumbai: આજથી (17 માર્ચ, શુક્રવાર) મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC)ની બસોમાં મહિલાઓ અડધી કિંમતે ટિકિટ લઈને મુસાફરી કરી રહી છે. રાજ્ય સરકારના આદેશથી રાજ્યમાં રાજ્ય પરિવહન બસોમાં મુસાફરી કરતી મહિલાઓ માટે ટિકિટના દરમાં 50 ટકા ડિસ્કાઉન્ટ લાગુ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રનું બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં આ જાહેરાત કરી હતી. મહારાષ્ટ્ર સન્માન યોજનાના નામથી કરવામાં આવેલી આ જાહેરાત આજથી સરકારી આદેશ દ્વારા લાગુ કરવામાં આવી છે.

મહિલાઓને બસની ટિકિટમાં 50 ટકા ડિસ્કાઉન્ટ મળશે

જણાવી દઈએ કે MSRTC બસોમાં મુસાફરી કરવા માટે 30 વિવિધ સામાજિક ઘટકોને પહેલાથી જ ભાડામાં છૂટ આપવામાં આવી રહી છે. રાજ્ય સરકાર આ વિવિધ પ્રકારના લોકો માટે ટિકિટના દરમાં 33 થી 100 ટકા રાહત આપી રહી છે. હવે તેમાં મહિલાઓ માટે ટિકિટના દરમાં 50 ટકા ડિસ્કાઉન્ટની સુવિધા ઉમેરવામાં આવી છે.

વૃદ્ધો અને અન્ય વિશેષ લોકોને પહેલાથી જ છૂટ મળતી હતી અને હવે મહિલાઓ પણ સામેલ

અગાઉ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકારે વરિષ્ઠ નાગરિકો માટે તમામ પ્રકારની બસોમાં મફત મુસાફરીની સુવિધા અમલમાં મૂકી છે. જેમની ઉંમર 65 થી 75 વર્ષની વચ્ચે છે, તેઓને ટિકિટની અડધી કિંમત એટલે કે ટિકિટના દરમાં 50 ટકા ડિસ્કાઉન્ટ લઈને મુસાફરી કરવાની છૂટ છે. આ અલગ-અલગ મુક્તિઓને કારણે રાજ્ય વાહનવ્યવહાર નિગમને થયેલા નુકસાનનું વળતર રાજ્ય સરકાર પોતાની તિજોરીમાંથી ભરશે.

બસમાં અડધી ટિકિટ મુસાફરી યોજનાથી મહિલાઓ માટે નવો ટિકિટ દર લાગુ

મહિલાઓ માટે ટિકિટ દરમાં 50 ટકા રાહત સાથે મુસાફરી કરવાની યોજના 9 માર્ચે જ જાહેર કરવામાં આવી હતી. પરંતુ તેનો અમલ ન થવાને કારણે રાજ્યના અનેક ભાગોમાં બસમાં મુસાફરી કરતી કેટલીક મહિલાઓ ફસાઈ ગઈ હતી. તેઓ ટિકિટ આપવા તૈયાર ન હતા.

આ યોજના 1 એપ્રિલથી અમલી થવા જઈ રહી છે તે વાતને સમજાવવામાં કંડક્ટરોને ભારે મુશ્કેલી પડી રહી હતી. પરંતુ મહિલાઓ આ સાંભળવા તૈયાર ન હતી. લાતુર જિલ્લાના રેનાપુરમાં એક મહિલાના સંબંધીઓએ ટિકિટના પૈસાની માંગણી પર કંડક્ટરને માર મારીને ઇજા પહોંચાડી હતી. વધુ મૂંઝવણ ટાળવા માટે આજથી જ આ યોજનાનો અમલ કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">