મહારાષ્ટ્રમાં માવઠું! નાસિકમાં દ્રાક્ષ, ડુંગળી તો કોંકણમાં કેરી, કાજુના પાકને નુક્સાન, ખેડૂતોની હાલત કફોડી
કોંકણના ઘણા ભાગોમાં બુધવારે બપોરથી ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. મંગળવારે નાસિક, ધુલે અને જલગાંવ જિલ્લામાં કમોસમી વરસાદે કોંકણ તરફ કૂચ કરતા પહેલા ખેડૂતોના રવિ પાકને મોટું નુકસાન પહોંચાડ્યું.
છેલ્લા બે દિવસથી મહારાષ્ટ્રમાં ફરી એકવાર કમોસમી વરસાદથી (Maharashtra unseasonal rains) રવિ પાક અને ફળોના બગીચાને ઘણું નુકસાન થયું છે. નાશિક જિલ્લાના ડુંગળી અને દાડમના બગીચાને નષ્ટ કર્યા બાદ હવે આ કમોસમી વરસાદે કોંકણના વિસ્તારો તરફ પ્રયાણ કર્યું છે. અહીં રવિ પાક નહીં, પરંતુ કેરી અને કાજુના (Mango & Cashew) બગીચાને અસર થઈ રહી છે. છેલ્લા બે દિવસથી સવારમાં ગરમી હોય છે અને બપોર સુધીમાં ઠંડો પવન શરૂ થાય છે, પછી વાદળો ઘેરાઈ જાય છે અને વરસાદ શરૂ થઈ જાય છે. જેના કારણે નવી સિઝનમાં આવતા કેરી અને કાજુના બગીચાના ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
બુધવારે કોંકણ તરફ કૂચ કરતા પહેલા મંગળવારે નાસિક, ધુલે અને જલગાંવ જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોના રવિ પાકને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. ખેડૂતોએ માંગ કરી છે કે તેઓના નુકસાનનું તાત્કાલિક પંચનામું કરવામાં આવે અને તેમના નુકસાનનું વળતર આપવામાં આવે. હવામાનમાં સતત બદલાવને કારણે ખેડૂતો પહેલેથી જ નુકસાન ભોગવી રહ્યા છે. આ સિઝનની મુશ્કેલીઓનો કોઈ ઉકેલ હોય તેમ લાગતું નથી. કોંકણમાં બુધવારે સાંજથી વરસાદ શરૂ થયો છે.
અડધા કલાકમાં બધુ પાણીમાં ધોવાઈ ગયું, હવે બાકી શું રહ્યુ
સિંધુદુર્ગ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં બુધવારે બપોરથી ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગની આગાહી સાચી પડી છે. વીજળી પડી, વાદળો ગર્જ્યા અને વરસાદ શરૂ થયો. વરસાદ શરૂ થયાના અડધા કલાકમાં જ રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા. આના કારણે કેરીના બગીચાને કેટલું નુકસાન થયું છે, ખેડૂતો હવે આ નુકસાનનો અંદાજ લગાવી રહ્યા છે.
વરસાદે અપેક્ષાઓ પર પાણી ફેરવી દીધું, દ્રાક્ષ ઉત્પાદકોને મોટું નુકસાન
આ કમોસમી વરસાદનો સૌથી વધુ કહેર દ્રાક્ષ ઉત્પાદકો પર તૂટ્યો છે. અત્યાર સુધી દ્રાક્ષ ઉત્પાદકો ધીરજથી કામ લેતા હતા. બસ થોડા દિવસોમાં જ દ્રાક્ષ તોડવાની બાકી રહી હતી અને અચાનક આવેલા વરસાદે આશાઓ પર પાણી ફેરવી દીધુ. હવે નાશિક જિલ્લાના દ્રાક્ષ ઉગાડતા ખેડૂતો સંપૂર્ણપણે હતાશ થઈ ગયા છે. આ પહેલા પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ઘણું નુકસાન વેઠવું પડ્યું છે. એક તરફ ભાવ સતત ઘટી રહ્યા છે. ખેડૂતોને તેમના ઉત્પાદનના યોગ્ય ભાવ નથી મળી રહ્યા તો બીજી તરફ આ આકાશી આફતના કારણે પાક અને ફળો બગડી રહ્યા છે.
ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે આક્રોશ
ખેડૂતોને ચારે બાજુથી ફટકો પડી રહ્યો છે. એક તો તેના સંજોગોથી ત્રસ્ત છે. બીજું સિઝનનો માર પડી રહ્યો છે, ત્રીજું સરકાર મદદ નથી કરી રહી, ચોથું માર્કેટમાં ઉત્પાદનોના ભાવ ઘટી રહ્યા છે. આ બધાને કારણે ખેડૂતોમાં આક્રોશ છે.
આ પણ વાંચો : Gir Somnath: વાવાઝોડાએ આંબાના બગીચાઓનો સોથ વાળ્યો હતો, આ વરસે સિઝન નબળી રહેશે, કેસર કેરીની કલમો પણ મોંઘી થઇ