શું મંદિરોમાં ફરી લાગશે તાળા ? મહારાષ્ટ્રમાં વધતા કોરોના કેસને લઈને કેન્દ્રીય મંત્રીએ આપ્યુ મોટુ નિવેદન
રાજ્યમાં વધતા કોરોના કેસ અને ઓમિક્રોનની દહેશત વધશે તો ફરી એકવાર મહારાષ્ટ્રના મંદિરમાં તાળા લાગી જશે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય રાજ્ય આરોગ્ય પ્રધાન ડો. ભારતી પવારે આ સંકેત આપ્યા છે.
Maharashtra : મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ (Corona Second Wave) ફરીથી કોરોના કેસમાં ઉછાળો આવ્યો છે. બીજી તરફ દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટે (Omicron Variant) પણ ચિંતા વધારી છે. દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 578 કેસ નોંધાયા છે. તેમાંથી 141 કેસ માત્ર મહારાષ્ટ્રમાં જ સામે આવતા તંત્ર દોડતુ થયુ છે.
મહારાષ્ટ્રમાં કોરોનાએ મચાવ્યુ તાંડવ
રાજ્યમાં ફરી એકવાર કોરોએ માથુ ઉંચક્યુ છે. રવિવારે રાજ્યમાં 1648 નવા કેસ નોંધાયા છે. જેમાં મુંબઈમાં 922 કોરોના કેસ સામે આવ્યા છે. આ વધતા કેસને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. ભારતી પવારે (Dr. Bharati Pawar) એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો કોરોના અને ઓમિક્રોનના કેસ (Omicron Case) આ રીતે વધતા રહેશે તો ફરી એકવાર રાજ્યમાં મંદિરો અને અન્ય ધાર્મિક સ્થળો બંધ કરવાની સ્થિતિ સર્જાઈ શકે છે.
આ કેન્દ્રીય પ્રધાને આપ્યુ મોટુ નિવેદન
તુલજાપુરમાં તુલજા ભવાની દેવીના દર્શન કરવા આવેલા ડૉ. ભારતી પવારે મીડિયા સાથેની વાતચીત દરમિયાન આ નિવેદન આપ્યુ હતુ. તમને જણાવી દઈએ કે, ઓમિક્રોન અને કોરોનાના વધતા સંક્રમણને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મહારાષ્ટ્ર સહિત દસ રાજ્યોમાં વિશેષ ટીમો (Special Team) મોકલી છે. કોરોનાના બીજા લહેર દરમિયાન સર્જાયેલી કટોકટી ફરી એકવાર ન સર્જાય તે માટે કેન્દ્રએ રાજ્યોને અગાઉથી પગલા લેવા સુચન કર્યુ છે.
લોકડાઉન સંબંધિત નિર્ણયો લેવાનો રાજ્ય સરકારને અધિકાર
ડૉ. પવારે વધુમાં કહ્યું કે ઓમિક્રોનના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા જે પણ નિયંત્રણો લાદવામાં આવ્યા છે અથવા લાગુ કરવામાં આવશે તે તમામ રાજ્યોએ સ્વીકારવા પડશે. જ્યાં સુધી મહારાષ્ટ્રમાં લોકડાઉન લાદવાની વાત છે તો સંક્રમિતોની સંખ્યાને ધ્યાનમાં રાખીને લોકડાઉન સંબંધિત નિર્ણયો લેવાનો રાજ્ય સરકારને(Maharashtra Government) અધિકાર છે.
રાજ્યભરના મંદિરો બંધ કરવા પડી શકે છે !
ઉપરાંત ડૉ. ભારતી પવારે કહ્યું કે, ‘જો લોકો નિયમોનું પાલન કરે અને કોવિડ (Covid-19 Guidelines) યોગ્ય વર્તનને સખત રીતે અપનાવે, તો આવી સ્થિતિ નહીં આવે. જો રાજ્ય સરકાર કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરશે તો ફરીથી મંદિર બંધ કરવાની જરૂર પડશે નહીં, પરંતુ જો આમ ન થાય અને ઓમિક્રોન અને કોરોનાના કેસ આ જ રીતે વધતા રહે તો મંદિરો અને અન્ય ધાર્મિક સ્થળો બંધ થવાની સ્થિતિ સર્જાઈ શકે છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં કોરોનાનુ તાંડવ : આ શૈક્ષણિક સંસ્થાના 13 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા ખળભળાટ
આ પણ વાંચો: Maharashtra : વિધાનસભાના શિયાળુ સત્ર પર કોરોનાનુ સંક્ટ, કોરોના વોરિયર્સ સહિત 35 લોકો કોરોનાની ઝપેટમાં