મહારાષ્ટ્રમાં કોરોનાનુ તાંડવ : આ શૈક્ષણિક સંસ્થાના 13 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા ખળભળાટ
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ અનુસાર એવા વિદ્યાર્થીઓને જ ઑફલાઇન વર્ગો માટે મંજૂરી આપવામાં આવી છે જેમણે એન્ટિ-કોરોના વાયરસ વેક્સિનના બંને ડોઝ લીધા છે.
Maharashtra :કોરોનાની બીજી લહેર બાદ ફરીથી રાજ્યમાં કોરોના કેસમાં (Corona Case) અચાનક ઉછાળો આવ્યો છે.પુણેના કોથરુડમાં આવેલી MIT વર્લ્ડ પીસ યુનિવર્સિટીના 13 જેટલા વિદ્યાર્થીઓને કોરોના સંક્રમિત થતા ખળભળાટ મચી ગયો છે. ત્યારે હાલ સંસ્થા દ્વારા આગામી સમયમાં ઓફલાઈન વર્ગો (Offline Education) અને પરીક્ષાઓને લઈને કોરોના સંબંધિત નિયમોના પાલનમાં કડકાઈ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ અનુસાર એવા વિદ્યાર્થીઓને જ ઑફલાઇન વર્ગો માટે મંજૂરી આપવામાં આવી છે જેમણે એન્ટિ-કોરોના વાયરસ વેક્સિનના (Corona Vaccine) બંને ડોઝ લીધા છે. ત્યારે હાલ વિદ્યાર્થીઓ સંક્રમિત થતા તંત્ર દ્વારા કોરોના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની સૂચના આપવામાં આવી છે.
એક પણ વિદ્યાર્થી ઓમિક્રોન પોઝિટીવ ન મળતા રાહત
તમને જણાવી દઈએ કે, કોરોના સંક્રમિત મળી આવેલા આ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. આ સ્પર્ધાની તૈયારી માટે તેને સંસ્થાના વર્કશોપમાં(MIT Institute Workshop) સ્થાન આપવામાં આવ્યું હતું. સાવચેતીના ભાગ રૂપે તંત્ર દ્વારા પરીક્ષણ કરવામાં આવતા 13 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા છે.મળતી માહિતી મુજબ હાલ આ તમામ વિદ્યાર્થીઓની હાલત સ્થિર છે. જો કે હજુ 4 વિદ્યાર્થીઓના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. રાહતની વાત એ છે કે, કોરોના સંક્રમિતોમાંથી એકપણ દર્દી ઓમિક્રોન પોઝિટિવ (Omicron Variant) ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો.
શૈક્ષણિક સંસ્થાને બંધ કરવાનો હાલ કોઈ નિર્ણય નહી
મળતા અહેવાલ અનુસાર આ MIT સંસ્થા સ્થિત વર્કશોપમાં આ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાની તૈયારી કરી રહ્યા હતા. તેથી, આ વિદ્યાર્થીઓનો અન્ય લોકો સાથે સંપર્કમાં આવ્યા નથી. હાલમાં, MIT વહીવટીતંત્ર દ્વારા વધારાની તકેદારી રાખવામાં આવી રહી છે અને કોરોના નિયમોના (Corona Guidelines) પાલનને લઈને કડકાઈ દાખવવામાં આવી રહી છે.
હાલ સંસ્થા દ્વારા અન્ય લોકો કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓના સંપર્કમાં આવ્યા છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. જો કે આવી સ્થિતિમાં હાલ સમગ્ર કેમ્પસ બંધ કરવાને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.ઉપરાંત સંસ્થાએ તંત્રને કોરોના નિયમનુ પાલન કરવાની ખાતરી આપી છે.
આ પણ વાંચો: Maharashtra : વિધાનસભાના શિયાળુ સત્ર પર કોરોનાનુ સંક્ટ, કોરોના વોરિયર્સ સહિત 35 લોકો કોરોનાની ઝપેટમાં