Maharashtra : વિધાનસભાના શિયાળુ સત્ર પર કોરોનાનુ સંક્ટ, કોરોના વોરિયર્સ સહિત 35 લોકો કોરોનાની ઝપેટમાં
મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન છેલ્લા 2 દિવસમાં કરવામાં આવેલા 2,300 લોકોના RT-PCR પરીક્ષણમાં પોલીસ કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓ સહિત વધુ 35 લોકો કોવિડ સંક્રમિત મળી આવતા ખળભળાટ મચી ગયો છે.
Maharashtra : કોરોનાની બીજી લહેર બાદ સમગ્ર દેશમાં ફરી કોરોનાએ (Covid 19) માથુ ઉંચક્યુ છે.બીજી તરફ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની (Omicron Variant) પણ દહેશત જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી દરરોજ કોરોના સંક્રમિત આંકડો 1000ને પાર પહોંચ્યો છે ત્યારે હાલ કોરોનાના વધતા કેસે તંત્રની (Maharashtra Government) ચિંતા વધારી છે.
તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર વિધાનસભામાં(Maharashtra Assembly) હાલ શિયાળુ સત્ર ચાલુ છે.જેથી સાવચેતીના ભાગ રૂપે તંત્ર દ્વારા છેલ્લા 2 દિવસમાં 2,300 લોકોના RT-PCR પરીક્ષણ કરવામાં આવ્યા હતા.જેમાં પોલીસ કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓ સહિત વધુ 35 લોકો કોવિડ સંક્રમિત મળી આવતા ખળભળાટ મચી ગયો છે.
35 people including police personnel and government employees test positive for COVID19 during the RT-PCR testing of 2,300 people conducted in the last 2 days during the Winter Session of the Maharashtra Legislative Assembly: Vidhan Bhavan
— ANI (@ANI) December 27, 2021
ઓમિક્રોનના જોખમ વચ્ચે કોરોના વધતા કેસે ચિંતા વધારી
મહારાષ્ટ્રમાં ઓમિક્રોન (Omicron Case in Maharashtra) અને કોરોનાનું સંક્રમણ ફરી એકવાર ઝડપથી વધી રહ્યું છે. રવિવારે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 31 નવા કેસ નોંધાયા છે. આ સાથે મહારાષ્ટ્રમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા હવે વધીને 141 થઈ ગઈ છે. ઉપરાંત વધતા કોરોના સંક્રમણે હાલ તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. રવિવારે મહારાષ્ટ્રમાં 1,648 નવા કેસ નોંધાયા છે (Maharashtra Corona Update).જ્યારે કોરોનાને કારણે 17 લોકોના મોત થયા છે. જ્યારે 918 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે. હાલમાં રાજ્યમાં 9,813 સક્રિય કોરોના કેસ છે.
#COVID19 | Maharashtra reports 1,648 new cases, 918 recoveries and 17 deaths today. Active cases 9,813
31 new #Omicron cases were reported in the state; till date, a total of 141 Omicron cases have been reported in the State pic.twitter.com/EO748wUjte
— ANI (@ANI) December 26, 2021
મુંબઈમાં ફરી કોરોનાએ માથુ ઉંચક્યુ
તમને જણાવી દઈએ કે, દેશમાં સૌથી વધુ ઓમિક્રોનના કેસ મહારાષ્ટ્રમાં છે. બીજી તરફ મુંબઈમાં પણ ઓમિક્રોન અને કોરોનાનું સંક્રમણ ઝડપથી વધવા લાગ્યુ છે. કોરોનાની વાત કરીએ તો 14 ડિસેમ્બરે 225 કોરોના દર્દીઓ સામે આવ્યા હતા. 19 ડિસેમ્બરે આ સંખ્યા વધીને 336 થઈ ગઈ હતી.જ્યારે 23 ડિસેમ્બરે સક્રિય કોરોના સંક્રમિતોની સંખ્યા 600 પર પહોંચી ગઈ હતી. 26 ડિસેમ્બર સુધીમાં આ આંકડો 922 પર પહોંચી ગયો.મુંબઈમાં અત્યાર સુધીમાં 7,47,864 લોકોને કોરોનામાંથી મુક્ત થયા છે. જેથી રિકવરી રેટ સુધરીને હાલમાં 97 ટકા પર પહોંચ્યો છે. મુંબઈ મ્યુનિસિપલ વિસ્તારમાં કોરોના વૃદ્ધિ દર 0.06 ટકા છે.