Maharashtra : સ્પેનિશ મહિલાએ પાંચ લોકોના જીવ બચાવ્યા, હ્રદયથી લઈને કીડની સુધીના અંગોનું કર્યુ દાન
જસલોક હોસ્પિટલના ડો. આંબેડકરે કહ્યું કે, લોકોએ સ્પેનિશ મહિલાના પરિવાર પાસેથી કંઈક શીખવું જોઈએ, જેણે કોઈ પણ સંકોચ વગર પોતાના અંગનું દાન કર્યું છે, જે લોકોને તેમને અંગદાન કર્યા છે તે બીજા દેશના અને અજાણ્યા લોકોને અંગદાન આપ્યા હતા.
મહારાષ્ટ્રના મુંબઈમાં એક મૃત સ્પેનિશ મહિલાએ પાંચ લોકોના જીવ બચાવ્યા છે. મુંબઈની જસલોક હોસ્પિટલમાં એક સ્પેનિશ મહિલાની સારવાર ચાલી રહી હતી, જેને ડોક્ટરે બ્રેઈન ડેડ જાહેર કરી હતી. અંગદાન માટે 67 વર્ષીય મહિલાના પરિવારની સંમતિ મળ્યા પછી જ ચાર ભારતીય અને એક લેબનીઝ નાગરિકનો જીવ બચી ગયો હતો. સ્પેનિશ મહિલા ટેરેસા મારિયા ફર્નાન્ડીઝ ભારતના પ્રવાસે આવી હતી, જ્યાં તેમને 5 જાન્યુઆરીએ મુંબઈમાં હેમરેજીક સ્ટ્રોક આવ્યો હતો. જેની સારવાર માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.
જસલોક હોસ્પિટલના ડૉક્ટરના જણાવ્યા અનુસાર સ્પેનિશ મહિલાની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો અને તેમને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતાં. હોસ્પિટલમાં દાખલ થયા બાદ મહિલાનો પરિવારજનો પણ મુંબઈ આવી પહોંચ્યા હતા. સ્પેનિશ મહિલાની પુત્રી વ્યવસાયે ડોક્ટર છે, જેણે જણાવ્યું કે તેની માતા હંમેશા તેના અંગોનું દાન કરવા માંગતી હતી. પરિવારના સભ્યો જ અંગદાનની વાત કરી હતી.
આ પણ વાંચો : Surat : સરકારી મેડિકલ કોલેજની પરીક્ષા શરૂ થયાની 30 મિનિટમાં 227 વિદ્યાર્થીઓને ઉઠાડી મુકાયા, જુઓ આખા વિવાદનો VIDEO
શરીરના બધા અંગોનું દાન કર્યુ
રિજનલ કમ સ્ટેટ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (ROTTO-SOTTO) અનુસાર, મહિલાના ફેફસાં, લીવર અને કિડનું દાન ભારતીય દર્દીને આપવામાં આવ્યાં હતા. મહિલાનું હૃદય લેબનીઝ નાગરિકને આપવામાં આવ્યું હતું. તેમજ તેમના હાડકા પણ દાનમાં આપવામાં આવ્યા છે. સ્પેનિશ મહિલાના લિવરને મુંબઈના 54 વર્ષના ડૉક્ટરને આપવામાં આવ્યું છે, જેનાથી તેમનો જીવ બચી ગયો. તેમને 2019 થી હૃદય રોગથી પીડીત હતા. જેમને નાણાવટી હોસ્પિટલના હેપેટોલોજી એન્ડ ટ્રાન્સપ્લાન્ટ મેડીસીનના પ્રોગ્રામ ડાયરેક્ટર ડો.ચેતન કલાલ દ્વારા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.
સ્પેનિશ મહિલાના પરિવાર પાસેથી શીખવા જેવી વાત
જસલોક હોસ્પિટલના ડો. આંબેડકરે કહ્યું કે, લોકોએ સ્પેનિશ મહિલાના પરિવાર પાસેથી કંઈક શીખવું જોઈએ, જેણે કોઈ પણ સંકોચ વગર પોતાના અંગનું દાન કર્યું છે, જે લોકોને તેમને અંગદાન કર્યા છે તે બીજા દેશના અને અજાણ્યા લોકોને અંગદાન આપ્યા હતા. ડોક્ટરે કહ્યું કે અમે ડોનેશન માટે તેમનો સંપર્ક પણ કર્યો ન હતો, તેઓ પોતે તેના માટે સંમત થયા હતા. તેમણે બતાવ્યું કે ભૌગોલિક સરહદો માનવતાને રોકી શકતી નથી.