Death in Accident : મહારાષ્ટ્રના શિરડી દર્શને જતા મુસાફરોને નડ્યો અકસ્માત, 10 લોકોના ઘટના સ્થળ પર જ મોત, 40 ઘાયલ

શુક્રવારે સવારે નાશિકથી લગભગ 50 લોકોથી ભરેલી લક્ઝરી બસ સાંઈ બાબાના દર્શન માટે શિરડી જઈ રહી હતી. બસ પાથરે ગામ નજીક પહોંચી ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવતા ટ્રકે ટક્કર મારી હતી.

Death in Accident : મહારાષ્ટ્રના શિરડી દર્શને જતા મુસાફરોને નડ્યો અકસ્માત, 10 લોકોના ઘટના સ્થળ પર જ મોત, 40 ઘાયલ
Shirdi Bus accident, 10 people died on the spot, 40 injured
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2023 | 11:11 AM

મહારાષ્ટ્રના નાસિક-શિરડી હાઈવે પર શુક્રવારે સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. અહીં પાથરે ગામ પાસે મુસાફરોથી ભરેલી લક્ઝરી બસ અને ટ્રક સામસામે અથડાયા હતા. આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે 40 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત સવારે પાંચ વાગ્યાની આસપાસ થયો હતો. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, તમામ ઘાયલો અને મૃતકોને ગાડીઓમાંથી બહાર કાઢીને હોસ્પિટલ મોકલ્યા હતા.

ટ્ર્ક અને બસ સામ સામે અડાતા અકસ્માત

શુક્રવારે સવારે નાશિકથી લગભગ 50 લોકોથી ભરેલી લક્ઝરી બસ સાંઈ બાબાના દર્શન માટે શિરડી જઈ રહી હતી. બસ પાથરે ગામ નજીક પહોંચી ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવતા ટ્રકે ટક્કર મારી હતી. અકસ્માતમાં બંને વાહનોના આગળના ભાગને ભારે નુકસાન થયું છે. તે જ સમયે, બસની આગળ બેઠેલા ડ્રાઇવર સહિત 10 મુસાફરોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બસ અને ટ્રકમાં સવાર તમામ લોકો ઘાયલ થયા છે. જોકે લગભગ 18 થી 25 લોકોની હાલત ગંભીર છે. જેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

10 લોકોના ઘટના સ્થળે જ મોત

ટ્ર્ક અને બસ સામ સામે અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 લોકોના ઘટના મોત નીપજ્યા છે. ત્યારે મૃતકોમાં 7 મહિલાઓ અને 3 પુરુષો છે. ઈજાગ્રસ્તોને નજીકની સાંઈબાબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાકની હાલત ગંભીર છે. પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે અને મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

cm શિંદએ દુ:ખ વ્યક્ત કર્યુ

ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી, તમામ ઘાયલો અને મૃતકોને ગાડીઓમાંથી બહાર કાઢીને હોસ્પિટલ મોકલ્યા હતા.  ત્યારે આ ઘટનાને લઈને મુખ્યમંત્રી એકનાથ શિંદેએ નાસિક શિરડી હાઈવે પર થયેલા અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. આ સાથે તેમણે મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. સાથે જ તમામ ઘાયલોને સરકારી ખર્ચે યોગ્ય સારવાર આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ અકસ્માતના સમાચાર સામે આવતાની સાથે જ મુખ્યમંત્રીએ નાસિકના ડિવિઝનલ કમિશનર અને જિલ્લા કલેક્ટર સાથે વાત કરીને સંપૂર્ણ માહિતી લીધી.

g clip-path="url(#clip0_868_265)">