ત્રીજી લહેરને આમંત્રણ : શિવસેના સાંસદ સંજય રાઉતે કોરોના નિયમો નેવે મુકીને PM મોદી પર કર્યા પ્રહાર
શિવસેનાના સાંસદ સંજય રાઉતે(Sanjay Raut) ગુરુવારે નાસિકમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. અહીં તે માસ્ક પહેર્યા વગર જોવા મળ્યા હતા. કાર્યક્રમ બાદ જ્યારે તેમને માસ્ક ન પહેરવા અંગે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે તે PM મોદીને (PM Narendra Modi) ફોલો કરી રહ્યાં છે.
Maharashtra: કોરોનાની બીજી લહેર બાદ ફરી એકવાર કોરોનાએ(Corona) માથુ ઉંચક્યુ છે,બીજી તરફ નેતાઓ કોરોના નિયમોને નેવે મુકીને બેફામ ફરી રહ્યા છે.શિવસેનાના સાંસદ સંજય રાઉતે(Sanjay Raut) ગુરુવારે નાસિકમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. અહીં તે માસ્ક પહેર્યા વગર જોવા મળ્યા હતા. કાર્યક્રમ બાદ જ્યારે તેમને માસ્ક ન પહેરવા અંગે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે તે PM મોદીને (PM Narendra Modi) ફોલો કરી રહ્યાં છે.
વધુમાં રાઉતે કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને માસ્ક પહેરવાનું કહે છે, પરંતુ તે પોતે માસ્ક પહેરતા નથી. મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray) માસ્ક પહેરે છે, પરંતુ પીએમ નરેન્દ્ર મોદી દેશના નેતા હોવા છતા માસ્ક પહેરી રહ્યા નથી. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોલો કરું છું, તેથી હું માસ્ક પહેરતો નથી.રાઉતે વધુમાં કહ્યું હતું કે તમામ જાહેર કાર્યક્રમોમાં હાજરી આપતી વખતે સાવચેતી રાખવી જોઈએ. કોરોનાના પ્રતિબંધિત આદેશો હવે અમલમાં છે, પરંતુ હું ઈચ્છું છું કે દિવસ દરમિયાન આવા કોઈ પ્રતિબંધ ન હોવા જોઈએ કારણ કે તેનાથી આર્થિક વિકાસ અટકી જશે.
મહારાષ્ટ્રમાં ઓમિક્રોનનો આતંક
મહારાષ્ટ્ર (Maharashtra)માં ગુરૂવારે ઓમિક્રોનના 198 નવા કેસ નોંધાયા બાદ રાજ્યમાં આ ખતરનાક વેરિઅન્ટના કુલ કેસની સંખ્યા 450ને વટાવી ગઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી બાદ એકલા મુંબઈમાં ઓમિક્રોનના 190 કેસ મળી આવ્યા છે (Omicron Case in Mumbai). સમગ્ર દેશમાં ગુરૂવારે ઓમિક્રોનના 961 કેસ નોંધાયા હતા અને હવે મહારાષ્ટ્રમાં 198 કેસ નોંધાયા બાદ આ સંખ્યામાં વધારો થયો છે.
ઓમિક્રોનથી પ્રથમ મૃત્યુ
મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. મહારાષ્ટ્રના પિપરી ચિંચવાડ વિસ્તારના એક 52 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત આ વ્યક્તિને પિંપરી ચિંચવડની યશવંતરાવ ચૌહાણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. માહિતી અનુસાર આ વ્યક્તિ તાજેતરમાં નાઇજીરીયાથી પરત ફર્યો હતો. દેશમાં ઓમિક્રોન દર્દીના મૃત્યુનો આ પ્રથમ કેસ છે.
આ પણ વાંચો : Omicronએ લગાવી લાંબી છલાંગ, મહારાષ્ટ્રમાં 198 કેસ સાથે દેશમાં ઓમિક્રોનની સંખ્યા 1,100ને પાર, મુંબઈમાં 190 કેસ