AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું મહારાષ્ટ્રમાં શિવસેના 25 વર્ષ સુધી શાસન કરશે ? શિવસેના સાંસદ સંજય રાઉતનો મોટો દાવો

મહારાષ્ટ્ર BJP અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે દાવો કર્યો હતો કે, મહા વિકાસ અઘાડી સરકાર ટૂંક સમયમાં પડી જશે. તેના જવાબમાં સંજય રાઉતે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, તેમણે ઊંઘમાંથી જાગી જવું જોઈએ કારણ કે MVA સરકાર 25 વર્ષ સુધી શાસન કરશે.

શું મહારાષ્ટ્રમાં શિવસેના 25 વર્ષ સુધી શાસન કરશે ? શિવસેના સાંસદ સંજય રાઉતનો મોટો દાવો
Sanjay Raut (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 12:03 PM
Share

Maharashtra :  શિવસેનાએ ભાજપના દાવાને ફગાવીને તેના પર આકરા પ્રહારો કર્યા છે. મહા વિકાસ અઘાડી (MVA) સરકાર ટૂંક સમયમાં પડી જશેના દાવા પર શિવસેનાએ ભાજપને (BJP Party)  આડે હાથ લીધી છે. શિવસેના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) કહ્યુ કે, ત્રણ પક્ષોની ગઠબંધન સરકાર રાજ્યમાં 25 વર્ષ સુધી શાસન કરશે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારને (Sharad Pawar) મળ્યા બાદ શિવસેનાના સાંસદ સંજય રાઉતે અમરાવતીમાં તાજેતરના રમખાણો માટે ભાજપ પર નિશાન સાધ્યુ હતુ.

ભાજપે ઉંઘમાંથી જાગી જવુ જોઈએ :  સંજય રાઉત

મહા વિકાસ અઘાડી સરકાર ટૂંક સમયમાં પડી જશે તેવા રાજ્ય ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ (Chandrakant Patil) પર પ્રહાર કરતા, રાઉતે કહ્યું કે તેમણે તેમની ઊંઘમાંથી જાગવું જોઈએ. કારણ કે, સરકાર 28 નવેમ્બરે તેના બે વર્ષ પૂર્ણ કરશે. વધુમાં શિવસેના સાંસદે કહ્યું કે એમવીએ સરકાર(MVA Government) 25 વર્ષ સુધી ચાલશે, પાટીલે આ અંદાજ લગભગ 28 વખત આપી ચૂક્યા છે.

BJPનું  નામ લીધા વિના રાજ્યસભાના સાંસદે કહ્યું, “દરેક વ્યક્તિ જાણે છે કે મહારાષ્ટ્રમાં રમખાણો કોણ ભડકાવી રહ્યું છે અને શા માટે આવું કરવામાં આવી રહ્યું છે. MSRTCના મુદ્દે આગમાં કોણ તેલ રેડી રહ્યું છે ? અમે આ બાબતથી વાકેફ છીએ.”શિવસેનાનો આરોપ છે કે MSRTC કર્મચારીઓની હડતાળને ભાજપ દ્વારા આગ લગાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

MSRTC કર્મચારીઓની હડતાલમાં ભાજપનો હાથ

MSRTC કર્મચારીઓ છેલ્લા 27 દિવસથી તેની પડતર માંગણીઓને લઈને અડગ જોવા મળી રહ્યા છે.ત્યારે આ મુદાને લઈને શિવસેનાના નેતા સંજય રાઉતે NCP પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. રાઉતે જણાવ્યું હતું કે ,તેમણે પવાર સાથે રાજકારણ અને MSRTC કામદારો દ્વારા ચાલી રહેલી હડતાલ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

રાઉતે એનસીપી પ્રમુખ સાથેની બેઠક બાદ કહ્યું, “પવાર સાહેબ સાથે માત્ર ગંભીર મુદ્દાઓ પર ચર્ચા થાય છે કારણ કે અમારી બંને પાસે અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવાનો સમય નથી. MSRTC હડતાલનો મુદ્દો ખૂબ જ ગંભીર છે અને મને ખાતરી છે કે આ મુદ્દો જલ્દી ઉકેલાઈ જશે. ખોટમાં ચાલી રહેલા પરિવહન નિગમને રાજ્ય સરકાર સાથે મર્જ કરવાની માંગણી સાથે MSRTC કર્મચારીઓની હડતાળ આજે પણ યતાવત છે.

આ પણ વાંચો: Maharashtra : મુસ્લિમ આરક્ષણ માટે AIMIM આક્રમક મૂડમાં, ઓવૈસીએ શિવસેના પર લગાવ્યા ગંભીર આરોપ

આ પણ વાંચો: MSRTC Strike: રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના કર્મચારીઓને મહારાષ્ટ્ર સરકારની મોટી ઓફર, બુધવારે હડતાળ સમાપ્ત થવાની શક્યતા!

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
g clip-path="url(#clip0_868_265)">