National Anthem Case: રાષ્ટ્રગીતના અપમાન મામલે મમતા બેનર્જીને મળી રાહત, સેશન્સ કોર્ટે સમન્સ પર મૂક્યો સ્ટે

|

Feb 25, 2022 | 9:58 PM

એડવોકેટ વિવેકાનંદ ગુપ્તાએ 1 ડિસેમ્બર, 2021 ના ​​રોજ મુંબઈની તેમની એક મુલાકાત દરમિયાન રાષ્ટ્રગીતનું અપમાન કરવા બદલ મમતા બેનર્જી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

National Anthem Case: રાષ્ટ્રગીતના અપમાન મામલે મમતા બેનર્જીને મળી રાહત, સેશન્સ કોર્ટે સમન્સ પર મૂક્યો સ્ટે
CM Mamata Banerjee (file photo)

Follow us on

મુંબઈ (Mumbai) સેશન્સ કોર્ટે પશ્ચિમ બંગાળના (West Bengal)  મુખ્યપ્રધાન મમતા બેનર્જીને (Mamata Banerjee) 2 માર્ચે હાજર થવા માટે મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા જાહેર કરાયેલા સમન્સ પર રોક લગાવી દીધી છે. મમતા બેનર્જીને રાષ્ટ્રીય સન્માનના અપમાન અધિનિયમ હેઠળ સજાપાત્ર અપરાધ માટે તેમની સામે દાખલ કરવામાં આવેલા કેસમાં 2 માર્ચે હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. સ્પેશિયલ એમપી-એમએલએ કોર્ટના જજ રાહુલ રોકાડેએ ફરિયાદી ભાજપના કાર્યકર્તા વિવેકાનંદ ગુપ્તાને પણ નોટિસ પાઠવી છે. કોર્ટે મઝગાંવ મેજિસ્ટ્રેટ કોર્ટ પાસેથી કાર્યવાહીનો રેકોર્ડ પણ માંગ્યો છે, જેમણે સમન્સ જાહેર કર્યા હતા.

એડવોકેટ વિવેકાનંદ ગુપ્તાએ મમતા બેનર્જી વિરુદ્ધ 1 ડિસેમ્બર, 2021 ના ​​રોજ મુંબઈની તેમની એક મુલાકાત દરમિયાન રાષ્ટ્રગીતનું અપમાન કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી. મુંબઈ બીજેપી સેક્રેટરીએ પ્રિવેન્શન ઓફ ઈન્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર એક્ટ, 1971ની કલમ 3 હેઠળ ફરિયાદ નોંધાવી હતી. પોતાની ફરિયાદમાં તેમણે મમતા બેનર્જી વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માગ કરી હતી.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

શું હતો આરોપ

ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે મમતા બેનર્જીએ લેખક જાવેદ અખ્તરના એક કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે હાજરી આપી હતી. કાર્યક્રમના અંતે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. બેસી રહીને જ તેમણે રાષ્ટ્રગીત ગાવાનું શરૂ કર્યું અને પછી ઊભી થયા. બે પંક્તિઓ ગાયા પછી અચાનક તેમણે રાષ્ટ્રગીત ગાવાનું બંધ કરી દીધું, જે રાષ્ટ્રગીતનું અપમાન છે.

ગુપ્તાની કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે મમતા બેનર્જીએ રાષ્ટ્રગીત પ્રત્યે સંપૂર્ણ અનાદર દર્શાવ્યો હતો. વિવેકાનંદ ગુપ્તાની દલીલો સાંભળ્યા બાદ મેજિસ્ટ્રેટ પીઆઈ મોકાશીએ સમન્સ જાહેર કર્યું હતું. કોર્ટે તેમને 2 માર્ચે કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ ટ્રાયલ કોર્ટના આદેશને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. આ મામલો શુક્રવારે પ્રથમ સુનાવણી માટે આવ્યો હોવાથી, ન્યાયાધીશ રાહુલ રોકાડેએ પ્રતિવાદીને નોટિસ જાહેર કરી હતી અને મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા જાહેર કરાયેલા સમન્સ પર સ્ટે આપ્યો હતો. બેનર્જીના વકીલ મજીદ મેમને કોર્ટમાં દલીલ કરી હતી કે  કેવી રીતે મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા જાહેર કરાયેલ સમન્સની પ્રક્રિયા ખામીયુક્ત હતી.

આ પણ વાંચો :  Maharashtra: ‘હિટલરની નાઝી સેનાની જેમ કામ કરી રહી છે કેન્દ્રીય એજન્સીઓ’, સામનાના તંત્રીલેખમાં ભાજપ પર પ્રહાર

Next Article