West Bengal School Reopening: પશ્ચિમ બંગાળમાં પ્રાથમિક શાળાઓ ક્યારે ખુલશે? અહીં તપાસો નવું અપડેટ્સ

પશ્ચિમ બંગાળમાં પ્રાથમિક શાળાઓ ફરીથી ખોલવા અંગે સી.એમ. મમતા બેનર્જીએ કહ્યું છે કે, કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને શાળાઓ ખોલવા પર વિચાર કરવામાં આવશે. આ અંગે નિષ્ણાંંતોનો અભિપ્રાય લેવામાં આવશે.

West Bengal School Reopening: પશ્ચિમ બંગાળમાં પ્રાથમિક શાળાઓ ક્યારે ખુલશે? અહીં તપાસો નવું અપડેટ્સ
west bengal primary school reopening (Image-facebook)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2022 | 12:47 PM

દેશભરમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઘણાં રાજ્યોમાં શાળાઓ ખોલવામાં આવી રહી છે. પશ્ચિમ બંગાળમાં (West Bengal ) પણ લોકો પ્રાથમિક શાળાઓ (West Bengal School Reopening) ખોલવાની રાહ જોઈ રહ્યા છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળ પ્રાથમિક શાળા ફરીથી ખોલવાની જાહેરાત કરવામાં આવશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે પ્રાઈમરી વર્ગો (Primary School) માટે શાળાઓ ફરીથી ખોલવાનો નિર્ણય કોરોનાની સ્થિતિનું સંપૂર્ણ મૂલ્યાંકન કર્યા પછી જ લેવામાં આવશે અને તેના માટે હજુ સમય છે. પશ્ચિમ બંગાળની પ્રાથમિક શાળાને ફરીથી ખોલવાના સંદર્ભમાં સીએમ મમતા બેનર્જીએ (CM Mamata Banerjee) કહ્યું કે, સરકાર કોઈપણ નિર્ણય લેતા પહેલા થોડા દિવસો રાહ જોશે. કારણ કે આ બાળકો માટે સાવચેતી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ સિવાય કેટલાક નિષ્ણાંતો ચેતવણી આપી રહ્યા છે. તેથી સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત સીએમ મમતા બેનર્જીએ એમ પણ કહ્યું કે, જો મૂલ્યાંકન પછી એવું જાણવા મળે છે કે કોરોના વધુ ચિંતાજનક નથી, તો તે સ્થિતિમાં SOP મુજબ શાળાઓને પ્રાઈમરી વર્ગો માટે ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવશે.

પ્રાથમિક શાળા ફરી શરૂ થવાની અપેક્ષા

વિદ્યાર્થીઓને વૈકલ્પિક દિવસોમાં ઑફલાઇન વર્ગોમાં હાજરી આપવાની મંજૂરી આપવામાં આવશે. પશ્ચિમ બંગાળ પ્રાથમિક શાળા ફરી ખોલવાની અપેક્ષા છે. કારણ કે 3 ફેબ્રુઆરી, 2022થી વર્ગ 8થી 12ના વિદ્યાર્થીઓ અને કોલેજોમાં ઑફલાઇન વર્ગો ફરી શરૂ થયા છે. આ સાથે સરકારે ધોરણ 7 સુધીના વિદ્યાર્થીઓ માટે ‘ઓપન-એર’ની પહેલ પણ શરૂ કરી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

દરેક વસ્તુનું મૂલ્યાંકન કર્યા પછી જો તમામ પક્ષોને લાગે છે કે તે સુરક્ષિત છે, તો પશ્ચિમ બંગાળની પ્રાથમિક શાળા ફરી શરૂ થવાની અપેક્ષા છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો મુંબઈ, દિલ્હી, હરિયાણા, બિહાર સહિત ઘણા રાજ્યોમાં શાળાઓ ખોલવામાં આવી છે. ઘણા રાજ્યોમાં બોર્ડની પરીક્ષાઓ યોજાઈ રહી છે અને ઘણા રાજ્યોમાં યોજાવા જઈ રહી છે.

આ પણ વાંચો: School Reopening: દિલ્હી, યુપી સહિત આ રાજ્યોમાં આજથી ખુલશે શાળાઓ, જુઓ માર્ગદર્શિકા

આ પણ વાંચો: Career in Forestry: ફોરેસ્ટ્રી શું છે? આ ક્ષેત્રમાં કારકિર્દી કેવી રીતે બનાવવી? જાણો સ્કોપ, નોકરીઓ, અભ્યાસક્રમો અને કમાણીની તકો

g clip-path="url(#clip0_868_265)">