Maharashtra Rain: સંકટ યથાવત! હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે આપી ભારે વરસાદની આગાહી, મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 164નાં મોત

વરસાદ અને પૂરનો સામનો કરી રહેલા મહારાષ્ટ્રમાં ફરી એકવાર આગામી ત્રણ દિવસ સુધી મુશળધાર વરસાદની ચેતવણી આપવામાં આવી

Maharashtra Rain: સંકટ યથાવત! હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે આપી ભારે વરસાદની આગાહી, મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 164નાં મોત
Crisis remains! The meteorological department has forecast heavy rains for the next three days, killing 164 people in Maharashtra so far
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 7:38 AM

Maharashtra Rain: આગામી 3 થી 4 દિવસ ઉત્તર અને પૂર્વ ભારતમાં મુશળધાર વરસાદ (Heavy rain)ની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (Indian Metrology Deaprtment)) એ આ આશંકા વ્યક્ત કરી છે. વરસાદ (rain) અને પૂર(Flood)નો સામનો કરી રહેલા મહારાષ્ટ્ર(Maharashtra )માં ફરી એકવાર આગામી ત્રણ દિવસ સુધી મુશળધાર વરસાદની ચેતવણી આપવામાં આવી છે. મધ્યપ્રદેશના ઉત્તર-પશ્ચિમમાં રચાયેલા લો પ્રેશર ક્ષેત્રમાં ઘટાડો થયો છે. પરંતુ હજી પણ આ ભાગોમાં ચક્રવાત (Cyclonic) યથાવત્ છે. ઉત્તર બંગાળની ખાડી ઉપર બીજો એક ચક્રવાત બની રહ્યું છે કે જેની અસરને કારણે, ઉત્તર બંગાળની ખાડી સિવાય, તેની આસપાસના વિસ્તારમાં નીચા દબાણનું ક્ષેત્ર બનાવવાની સંભાવના છે.

આ બે ચક્રવાતને કારણે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશમાં 29 જુલાઇ સુધી મુશળધાર વરસાદની સંભાવના છે. આ પછી, તેની તીવ્રતા ધીમે ધીમે ઘટશે. પહેલેથી જ વરસાદ અને પૂરનો સામનો કરી રહેલા મહારાષ્ટ્ર માટે ચિંતાજનક પૂરમાં ત્રાસી ગયેલા મહારાષ્ટ્ર માટે હવે વધુ ચિંતાજનક સમાચાર છે. આગામી ત્રણ દિવસ સુધી, મધ્ય મહારાષ્ટ્રના કોંકણ, ગોવાના ઘાટ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 29 જુલાઇએ આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં થોડા દિવસોથી ઘણો વરસાદ પડ્યો છે. આને કારણે રાયગઢ, રત્નાગિરી, થાણે, સતારા, કોલ્હાપુર, પુણે અને સાંગલી જિલ્લામાં નદીઓ છલકાઇ હતી. આને કારણે ઘણા જિલ્લા પૂરમાં ડૂબી ગયા હતા. મહારાષ્ટ્રમાં, એનડીઆરએફ રાજ્ય બચાવ ટીમો રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલા છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 164 મોત

મહારાષ્ટ્રના રાયગઢના મહડ તાલુકાના તાલિયા ગામમાંથી સોમવારે 11 લોકોના મૃતદેહની નીચેથી બહાર કાઢવામાં આવ્યા હતા.રાજ્યમાં હવે મૃતકોની સંખ્યા 164 પર પહોંચી ગઈ છે. વર્ધા અને અકોલા, આ બંને સ્થળે સોમવારે 2-2 લોકોનાં મોત નીપજ્યાં હતાં. તેમ છતાં, સરકારી આંકડા મુજબ, 100 લોકો ગુમ થયાના અહેવાલ છે.

કયા જિલ્લામાં કેટલા મોત, કેટલા ગુમ?

જો જિલ્લાઓ પર નજર કરીએ તો અત્યાર સુધીમાં રાયગઢમાં 71 ,1, રત્નાગિરીમાં 21 અને સાતારામાં 41 લોકો વરસાદ અને પૂરને કારણે મૃત્યુ પામ્યા છે. આવી જ રીતે થાણેમાં 12, કોલ્હાપુરમાં 7 અને મુંબઇમાં 4 લોકોનાં મોત થયાં છે. સિંધુદુર્ગ, પુના, વર્ધા અને અકોલામાં દરેક જગ્યાએ 2 લોકોનાં મોત નીપજ્યાં છે. આમાં કુલ 56 લોકો ઘાયલ થયા છે અને 100 લોકો લાપતા છે. જો આપણે ગુમ થયેલા લોકોની વાત કરીએ, તો રાયગઢમાં 53, રત્નાગિરીમાં 14 અને સાતારામાં 27 લોકો ગુમ છે. આ જ રીતે થાણેમાં 4, સિંધુદુર્ગ અને કોલ્હાપુર બંને જિલ્લામાં 1 વ્યક્તિ ગુમ છે. મહારાષ્ટ્ર સરકારે આ માહિતી આપી છે.

Latest News Updates

હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
g clip-path="url(#clip0_868_265)">