Maharashtra: લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીની સુસ્ત વિપક્ષી એકતામાં પ્રાણ ફૂંકવાની કવાયત, હવે માતોશ્રીમાં વિપક્ષી એકતાને લઈ ઉદ્ધવ સાથે બેઠક
NCP ચીફ શરદ પવાર ગુરુવારે દિલ્હીમાં રાહુલ ગાંધીને મળ્યા હતા. જે બાદ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ઉદ્ધવ ઠાકરેને મળવા મુંબઈ જશે. સમાચાર એ પણ આવી રહ્યા છે કે ઉદ્ધવ સિવાય રાહુલ ગાંધી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સાથે પણ મુલાકાત કરી શકે છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે આજે મહત્વપૂર્ણ બેઠક થઈ શકે છે. રાહુલ ગાંધી પોતે માતોશ્રી પહોંચીને ઉદ્ધવ ઠાકરેને મળી શકે છે. લોકસભાની સદસ્યતા રદ્દ થયા બાદ હવે રાહુલ ગાંધી વિપક્ષી દળોને એક કરવામાં વ્યસ્ત છે. બે દિવસ પહેલા નીતિશ કુમાર અને તેજસ્વી યાદવને પણ મળ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધી ગમે ત્યારે મુંબઈ પહોંચી શકે છે અને ત્યાં શિવસેનાના નેતા (ઠાકરે જૂથ) ઉદ્ધવ ઠાકરેને મળી શકે છે. સંસદની સદસ્યતા ગુમાવ્યા પછી, રાહુલ ગાંધીનું સમગ્ર ધ્યાન હવે આગામી લોકસભા ચૂંટણીમાં મોદી સરકારને હરાવવા માટે વિરોધ પક્ષોને તૈયાર કરવા પર કેન્દ્રિત થઈ ગયું છે.
NCP ચીફ શરદ પવાર ગુરુવારે દિલ્હીમાં રાહુલ ગાંધીને મળ્યા હતા. જે બાદ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ઉદ્ધવ ઠાકરેને મળવા મુંબઈ જશે. સમાચાર એ પણ આવી રહ્યા છે કે ઉદ્ધવ સિવાય રાહુલ ગાંધી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સાથે પણ મુલાકાત કરી શકે છે.
રાહુલ ગાંધીની સુસ્ત વિપક્ષી એકતામાં પ્રાણ ફૂંકવાની કવાયત
રાહુલ ગાંધીની અલગ-અલગ પાર્ટીઓના નેતાઓ સાથેની બેઠક મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષી એકતાને મજબૂત કરવા માટે છે. સૂત્રોનું માનીએ તો રાહુલ ગાંધીએ આ જવાબદારી પોતાના ખભા પર લીધી છે. જેની શરૂઆત તેમણે નીતીશ કુમારથી કરી છે.
દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે આયોજિત આ બેઠકમાં આરજેડી નેતા અને ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે પણ ભાગ લીધો હતો. બીજી બાજુથી જેડીયુ પ્રમુખ લલન સિંહ પણ જોવા મળ્યા હતા. નીતિશ કુમાર સાથેની મુલાકાત બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વિપક્ષી એકતાને મજબૂત કરવા માટે આ એક ઐતિહાસિક પગલું છે.
શરદ પવારે જે કહ્યું તે જ રાહુલ ગાંધીએ કહ્યું
શરદ પવાર, મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી વચ્ચે ગુરુવારે થયેલી બેઠક બાદ રાહુલ ગાંધીએ શરદ પવારના પગલે ચાલવાનું યોગ્ય માન્યું. તેમણે શરદ પવારે જે કહ્યું તે જ કહ્યું. રાહુલ ગાંધીએ કહ્યું, ‘વિપક્ષને એક કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અત્યારે તો આ માત્ર શરૂઆત છે. આગળ વધીને અમે દેશના વિપક્ષી નેતાઓને મળીશું, તેમની સાથે વાત કરીશું.
શરદ પવારના પણ આ જ મંતવ્યો છે, અમે જે પ્રશ્નો ઉઠાવ્યા છે; કેમ કહેવું પડ્યું?
મલ્લિકાર્જુન ખડગેએ આ સમયે કહ્યું, ‘અમે દેશને બચાવવા માટે સાથે આવ્યા છીએ. દેશની એકતા જાળવવી પડશે. લોકશાહી અને બંધારણને બચાવવું પડશે. અમે સાથે મળીને લડવા તૈયાર છીએ પીએમ નરેન્દ્ર મોદી સામે એક થઈને લડીશું. દેશના અનેક વિપક્ષી નેતાઓ સાથે વાતચીત કરીશુ. શરદ પવાર પણ આવો જ વિચાર ધરાવે છે.
પણ પછી મલ્લિકાર્જુન ખડગેએ એવું કેમ કહેવું પડ્યું કે શરદ પવાર પણ કોંગ્રેસ જેવા જ વિચારો ધરાવે છે તે એક પ્રશ્ન છે. જો મતભેદ ન હોય તો આવા નિવેદનની જરૂર નથી. પછી તે વ્યૂહરચના અને કાર્યક્રમોની બાબત છે. ‘આ માત્ર શરૂઆત છે’, ‘અન્ય લોકો સાથે પણ વાત કરીશું’, ‘શરદ પવારના વિચારો અમારા જેવા જ છે’ આ તમામ નિવેદનો છેલ્લા કેટલાક દિવસોમાં ઉભરી રહેલા વિરોધાભાસને જાણાવતા હોય તેમ લાગે છે. પાછલા કેટલાક દિવસોમાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચે અદાણી, વડાપ્રધાન મોદીની ડિગ્રી, સાવરકર જેવા મુદ્દાઓને લઈને વિરોધાભાસ જોવા મળ્યો છે.