AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : હવે દહીં હાંડીને પણ મળ્યો રમતનો દરજ્જો, ગોવિંદાઓને સરકારી નોકરીઓમાં મળશે અનામતનો લાભ

આ જ બેઠકમાં (Meeting )દહીં હાંડીનો એડવેન્ચર સ્પોર્ટ્સના સ્વરૂપ તરીકે સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુરુવારે આ અંગે સરકારી આદેશ જારી કરવામાં આવ્યો હતો અને તેનો અમલ કરવામાં આવ્યો હતો.

Maharashtra : હવે દહીં હાંડીને પણ મળ્યો રમતનો દરજ્જો, ગોવિંદાઓને સરકારી નોકરીઓમાં મળશે અનામતનો લાભ
Maharashtra: Now Dahi Handi also got the status of sport,
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2022 | 8:09 AM
Share

દહીં હાંડીને (Dahi Handi ) મહારાષ્ટ્ર સરકાર દ્વારા કબડ્ડી અને ખો-ખો જેવી રમતનો(Sports ) દરજ્જો આપવામાં આવ્યો છે. દહીં હાંડી હવે રાજ્યમાં એડવેન્ચર (Adventure )સ્પોર્ટ્સના સ્વરૂપ તરીકે ઓળખાશે. દહીંહાંડીમાં જોડાનાર ગોવિંદાઓને પણ સરકારી યોજનાઓનો લાભ મળશે. ગોવિંદા પણ હવેથી સરકારી નોકરીઓમાં 5 ટકા અનામતનો લાભ મેળવવા માટે હકદાર બનશે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ગુરુવારે વિધાનસભામાં આ જાહેરાત કરી હતી. સીએમ શિંદેએ એ પણ જાહેરાત કરી કે પ્રો કબડ્ડીના નિયમોના આધારે રાજ્યમાં ટૂંક સમયમાં દહીં હાંડી સ્પર્ધા પણ શરૂ કરવામાં આવશે.

સીએમ શિંદેએ દહીંહાંડીને જાહેર રજા જાહેર કર્યા બાદ આ બીજી મોટી જાહેરાત કરી છે. શિંદે-ફડણવીસ સરકારે આ અંગે સરકારી આદેશ પણ જારી કર્યો છે. આ રીતે, દહીં-હાંડી હવે માત્ર ગોકુલાષ્ટમી અથવા જન્માષ્ટમીના તહેવાર દરમિયાન જ નહીં પરંતુ વર્ષમાં 365 દિવસ એક સાહસિક રમત તરીકે રમવામાં આવશે.

ગોવિંદાઓને માત્ર આરક્ષણ જ નહીં, લાખોની વીમા સુરક્ષા પણ મળશે

દહીંહાંડીમાં ભાગ લેનારા ગોવિંદાઓને હવેથી સરકારી નોકરીઓમાં માત્ર 5 ટકા અનામતનો લાભ મળશે જ, પરંતુ તેમને વીમા સુરક્ષા પણ મળશે. રાજ્ય સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જો દહીંહાંડી રમતી વખતે કોઈ અકસ્માત થાય અને આવી સ્થિતિમાં કોઈ ગોવિંદાનું મૃત્યુ થાય તો સંબંધિત ગોવિંદાના પરિવારજનોને 10 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે.

ગંભીર ઈજાના કિસ્સામાં 7 લાખ 50 હજાર રૂપિયાની રકમ મદદ તરીકે આપવામાં આવશે. એટલે કે આવા અકસ્માતમાં જો કોઈ ગોવિંદા બંને આંખ કે બંને પગ કે બંને હાથ કે શરીરના કોઈ બે મહત્વપૂર્ણ અંગ ગુમાવે તો તેને સાડા સાત લાખ રૂપિયા રાજ્ય તરફથી મદદ તરીકે આપવામાં આવશે. સરકાર આવી દુર્ઘટનામાં જો કોઈ ગોવિંદનો હાથ, પગ કે શરીરનો કોઈ ભાગ ખોવાઈ જાય તો આવી સ્થિતિમાં તેને મદદ તરીકે 5 લાખ રૂપિયા આપવામાં આવશે.

બુધવારે લેવાયેલો નિર્ણય ગુરુવારથી અમલમાં આવ્યો

બુધવારે રાજ્યના રમતગમત વિભાગને લગતી મહત્વની બેઠક મળી હતી. રમતગમત મંત્રી ગિરીશ મહાજનના જણાવ્યા અનુસાર, આ જ બેઠકમાં દહીં હાંડીનો એડવેન્ચર સ્પોર્ટ્સના સ્વરૂપ તરીકે સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુરુવારે આ અંગે સરકારી આદેશ જારી કરવામાં આવ્યો હતો અને તેનો અમલ કરવામાં આવ્યો હતો.

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">