AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: નાસિકથી શિરડી હવે માત્ર દોઢ કલાકમાં પહોંચી શકાશે, સિન્નરનો ફોર લેન હાઈવે ટૂંક સમયમાં થશે શરૂ

સિન્નરથી શિરડી 60 કિમીનો હાઇવે છે, તેનું કામ લગભગ પુરુ થવામાં છે. અગાઉ આ પ્રોજેક્ટ ઓક્ટોબર 2022માં પૂર્ણ થવાનો હતો. પરંતુ આ પ્રોજેકટ પૂર્ણ થવામાં આવનારી મુશ્કેલીઓને દૂર કરવામાં આવી હતી. જેના કારણે હવે આ હાઈવે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે.

Maharashtra: નાસિકથી શિરડી હવે માત્ર દોઢ કલાકમાં પહોંચી શકાશે, સિન્નરનો ફોર લેન હાઈવે ટૂંક સમયમાં થશે શરૂ
Nasik to Shirdi in just an hour
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2022 | 4:21 PM
Share

નવા વર્ષના પ્રથમ દિવસે શિરડીના સાંઈ બાબાના ભક્તો અને નાસિકના (Shirdi) રહેવાસીઓ માટે એક સારા સમાચાર છે. હવે નાસિકથી શિરડીની યાત્રા માત્ર દોઢ કલાકમાં પુરી થશે. આ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો સિન્નર-શિરડી ફોર લેન હાઈવે (Nasik-Sinnar-Shirdi Highway) ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. તેનાથી મુંબઈથી (Mumbai) શિરડી વચ્ચેનું અંતર આપોઆપ ઓછું થઈ જશે. આ હાઇવે માર્ચના અંતમાં શરૂ થાય તેવી શક્યતા છે.

સિન્નરથી શિરડી 60 કિમીનો હાઇવે છે. તેનું કામ લગભગ પૂર્ણ થવાના આરે છે. તેથી જ માર્ચ મહિનામાં તેને પરીવહન માટે ખોલવામાં આવે તેવી શક્યતા છે. અગાઉ આ પ્રોજેક્ટ ઓક્ટોબર 2022માં પૂર્ણ થવાનો હતો. પરંતુ આ પ્રોજેકટ પૂર્ણ થવામાં પડતી મુશ્કેલીઓ દૂર થઇ હતી. જેના કારણે હવે આ હાઈવે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે.

19 ગામોની જમીન લઈને બનાવવામાં આવ્યો છે 60 કિમીનો હાઈવે

આ 60 કિલોમીટરનો હાઇવે બનાવવા માટે સિન્નર તાલુકાના 19 ગામોમાંથી જમીન લેવામાં આવી છે. નાસિકથી શિરડી જતા માર્ગ પર, આ હાઇવે નાશિક-પુણે વચ્ચે ગુરેવાડીથી શરૂ થાય છે. આ માર્ગ નગરથી મનમાડ હાઈવે વચ્ચે સાવલીવિહિર ફાટાને જોડે છે. સિન્નર-શિરડી હાઈવે વચ્ચે બે ફ્લાય ઓવર બ્રિજ છે.

ગુરેવાડીથી મુસલગાંવ MIDC સુધી બે ફ્લાયઓવર બનાવવામાં આવનાર છે. તેની લંબાઈ 500 મીટર છે. આ રોડ દાતલી, પાંગરી, વાવી અને પાથરે વિસ્તાર પાસે અંડરગ્રાઉન્ડ હશે. અહમદનગર જિલ્લાના દરડે, ઝગડેફાટા, સાવલીવિહિર જવાના માર્ગ પર આ અંડરગ્રાઉન્ડ રોડ બનાવવામાં આવ્યો છે.

સાંઈ બાબાના ભક્તો માટે 51 કિલોમીટર લાંબો અલગ લેન

દર વર્ષે લાખો ભક્તો શિરડીના સાંઈ બાબાના ચરણોમાં માથું નમાવવા આવે છે. આ મુસાફરોને ધ્યાનમાં રાખીને હાઈવેમાં તેમના માટે અલગ લેન તૈયાર કરવામાં આવ્યો છે. સાંઈ ભક્તો માટે આ અલગ લેન 51 કિલોમીટર લાંબો છે. નાસિક અને નગર જિલ્લામાંથી આ માર્ગ શિરડી સુધી જાય છે.

આ લેન ગુરેવાડી, મુસલગાંવથી શરૂ થાય છે. આગળ તે સાવલીવિહિર પહોંચે છે. આ દરમિયાન મુસાફરોની સુવિધા માટે અલગ-અલગ જગ્યાએ ભૂગર્ભ માર્ગો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં પાંગરી, વાવી, ખોપડી, મુસલગાંવ ફાટા અને પાથરેમાં આ રોડ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો :  Maharashtra: સરકાર પર કોરોનાનું ગ્રહણ, 10 મંત્રીઓ અને 20 ધારાસભ્યો થયા સંક્રમિત, શું મહારાષ્ટ્રમાં હવે લોકડાઉન થશે ?

Breaking News : ભાજપના સાંસદ હેમાંગ જોષીનું ચોંકાવનારું નિવેદન
Breaking News : ભાજપના સાંસદ હેમાંગ જોષીનું ચોંકાવનારું નિવેદન
ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે, હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે, હવામાન વિભાગે કરી આગાહી
પ્રજાસત્તાક પર્વના દિવસે હર્ષ સંઘવીએ ગુજરાતના વિકાસની દિશા દર્શાવી
પ્રજાસત્તાક પર્વના દિવસે હર્ષ સંઘવીએ ગુજરાતના વિકાસની દિશા દર્શાવી
વાવ-થરાદમાં રાજ્યકક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી
વાવ-થરાદમાં રાજ્યકક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી
નાણાકીય પરિસ્થિતિ સુધરશે, અચાનક તમારા કામની તપાસ થઈ શકે છે
નાણાકીય પરિસ્થિતિ સુધરશે, અચાનક તમારા કામની તપાસ થઈ શકે છે
ખાતામાં હતા માત્ર 102 રૂપિયા, હવે PMO એ કરાવી ફ્લાઈટની ટિકિટ
ખાતામાં હતા માત્ર 102 રૂપિયા, હવે PMO એ કરાવી ફ્લાઈટની ટિકિટ
અંગદાનના પ્રણેતા નિલેશ માંડલેવાલાને પદ્મશ્રી
અંગદાનના પ્રણેતા નિલેશ માંડલેવાલાને પદ્મશ્રી
અમેરિકામાં આર્કટિક પવનો અને હિમવર્ષાથી 24 કરોડ લોકો પ્રભાવિત
અમેરિકામાં આર્કટિક પવનો અને હિમવર્ષાથી 24 કરોડ લોકો પ્રભાવિત
પદ્મ વિજેતા હાજીભાઈની પહેલી પ્રતિક્રિયા સામે આવી - જુઓ Video
પદ્મ વિજેતા હાજીભાઈની પહેલી પ્રતિક્રિયા સામે આવી - જુઓ Video
ગાંધીનગર મહાનગરપાલિકાની મોટી યોજના
ગાંધીનગર મહાનગરપાલિકાની મોટી યોજના
g clip-path="url(#clip0_868_265)">