Maharashtra: સરકાર પર કોરોનાનું ગ્રહણ, 10 મંત્રીઓ અને 20 ધારાસભ્યો થયા સંક્રમિત, શું મહારાષ્ટ્રમાં હવે લોકડાઉન થશે ?

નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું, નવા વર્ષમાં રાજ્યને કોરોના મુક્ત બનાવવું પડશે. મુખ્યમંત્રીએ ટાસ્ક ફોર્સ સાથે બેઠક યોજી હતી. દૈનિક આંકડાઓ પર નજર રાખવામાં આવી રહી છે.

Maharashtra: સરકાર પર કોરોનાનું ગ્રહણ, 10 મંત્રીઓ અને 20 ધારાસભ્યો થયા સંક્રમિત, શું મહારાષ્ટ્રમાં હવે લોકડાઉન થશે ?
Corona Cases In Maharashtra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2022 | 12:09 PM

છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની (Corona Cases) સંખ્યા ઝડપથી વધી રહી છે. રાજ્યના શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ, સાંસદ સુપ્રિયા સુલે, કેસી પાડવી, બાળ વિકાસ મંત્રી સહિત ઘણા ધારાસભ્યો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. વર્ષના અંતિમ દિવસે 8 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. તેમાંથી 5 હજારથી વધુ કેસ મુંબઈમાંથી (Mumbai) સામે આવ્યા છે. રાજ્ય સરકારે 31 ડિસેમ્બરની મધ્યરાત્રિથી કેટલાક કડક નિયંત્રણો લાદ્યા છે અને કાર્યક્રમોમાં હાજર લોકોની સંખ્યા મર્યાદિત કરી છે.

હવે નાયબ મુખ્યમંત્રી અજિત પવારે (Ajit Pawar) નવા વર્ષમાં રાજ્યને કોરોના મુક્ત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. દરરોજ વધી રહેલા કોરોના સંક્રમણને જોતા અજિત પવારે રાજ્યમાં વધુ કેટલાક નવા લોકડાઉન (Lockdown) જેવા કડક નિયંત્રણો લાદવાનો સંકેત આપ્યા છે.

નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પુણે નજીક કોરેગાંવ ભીમા ખાતે વિજય સ્તંભનું અભિવાદન કરતી વખતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા હતા. દરમિયાન, જ્યારે પત્રકારોએ તેમને રાજ્યમાં, ખાસ કરીને મુંબઈ અને પુણેમાં કોરોના સંક્રમણમાં વધારા અંગે પ્રશ્ન કર્યો, ત્યારે તેમણે રાજ્ય સરકારની ભૂમિકા પણ સ્પષ્ટ કરી.

Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો

રાજ્યમાં 10 મંત્રીઓ અને 20 થી વધુ ધારાસભ્યો કોરોના પોઝિટિવ નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે પત્રકારોને જણાવ્યું હતું કે, અમે પાંચ દિવસ સુધી સંમેલન કર્યું હતું. પરંતુ આ 5 દિવસમાં 10 મંત્રીઓ અને 20 થી વધુ ધારાસભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. તેથી જનપ્રતિનિધિ હોય કે સામાન્ય નાગરિક, નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે.

મુંબઈ અને પુણેમાં કોરોના સંક્રમણમાં નોંધપાત્ર વધારો થયો ખાસ કરીને મુંબઈ અને પુણેમાં કોરોના સંક્રમણમાં વધારાનો ઉલ્લેખ કરતા અજિત પવારે કહ્યું કે, કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. ખાસ કરીને મુંબઈ અને પુણેમાં કોરોના સંક્રમણમાં નોંધપાત્ર વધારો થયો છે. જો આ બે શહેરોમાં સંક્રમણ વધે છે તો તેનો ફેલાવો સમગ્ર રાજ્યમાં થવા લાગે છે. જો ચેપ આ ગતિએ વધતો રહેશે તો વધુ કડક નિયંત્રણો લાદવા પડશે.

નવા વર્ષમાં રાજ્યને કોરોના મુક્ત બનાવવાનો સંકલ્પ કરો અજિત પવારે કહ્યું, નવા વર્ષમાં રાજ્યને કોરોના મુક્ત બનાવવું પડશે. મુખ્યમંત્રીએ ટાસ્ક ફોર્સ સાથે બેઠક યોજી હતી. દૈનિક આંકડાઓ પર નજર રાખવામાં આવી રહી છે. તેની ઝડપનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. જો કોરોના સંક્રમિતોના કેસો ચોક્કસ ગતિ કરતા વધુ ઝડપથી આવવા લાગે છે, તો કડક નિયંત્રણો લાદ્યા વિના બીજો કોઈ વિકલ્પ રહેશે નહીં. તેવું ન થાય તે માટે સૌના સહકારની જરૂર છે. કોરોના સંબંધિત તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરો.

આ પણ વાંચો : Maharashtra: રાજ્યમાં ત્રીજી લહેરના એંધાણ, વધતા કેસને લઈને આરોગ્ય સચિવે આપ્યુ મોટુ નિવેદન

આ પણ વાંચો : Maharashtraના મંત્રી યશોમતી ઠાકુર પણ થયા કોરોના સંક્રમિત, અત્યાર સુધીમાં 5 મોટા નેતાઓ કોરોનાની ઝપેટમાં આવ્યાં

PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
g clip-path="url(#clip0_868_265)">