AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gulab Cyclone Maharashtra: 5 જિલ્લામાં રેડ એલર્ટ અને 12 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર, આગામી 48 કલાક ખૂબ જ મહત્વના

મુંબઈ અને મુંબઈ ઉપનગરના વિસ્તારો તેમજ થાણેમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. દિવસ જાણે રાતમાં ફેરવાઈ ગયો છે. ખાસ કરીને આગામી 24 કલાક ખૂબ મહત્વના છે. મરાઠાવાડા, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે.

Gulab Cyclone Maharashtra: 5 જિલ્લામાં રેડ એલર્ટ અને 12 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર, આગામી 48 કલાક ખૂબ જ મહત્વના
5 જિલ્લામાં રેડ એલર્ટ 12 જિલ્લાઓમાં યલો એલર્ટ
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 8:10 PM
Share

ચક્રવાતી તોફાન ગુલાબે (Gulab Cyclone) હવે મહારાષ્ટ્રમાં તબાહી મચાવી છે. ખાસ કરીને મરાઠાવાડા (Marathwada) અને ઉત્તર મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદે (Rain in Maharashtra) પોતાનું ઉગ્ર સ્વરૂપ બતાવ્યું છે.

મરાઠાવાડામાં ગઈકાલ (27 સપ્ટેમ્બર, સોમવાર)થી તોફાની વરસાદ શરૂ થયો છે. અહીંના લગભગ તમામ જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે. ચક્રવાતી તોફાન ગુલાબને કારણે લો પ્રેશરનો વિસ્તાર તૈયાર થયો છે. આગામી 48 કલાક સુધી તેની અસર રાજ્યના ઘણા વિસ્તારોમાં દેખાશે.

બીજી બાજુ મુંબઈ અને મુંબઈ ઉપનગરના વિસ્તારો તેમજ થાણેમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. દિવસ જાણે રાતમાં ફેરવાઈ ગયો છે. ખાસ કરીને આગામી 24 કલાક ખૂબ મહત્વના છે. મરાઠાવાડા, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે.

મુંબઈ-થાણે સહિત મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં આગામી 24થી 48 કલાક ખૂબ મહત્વના 

મુંબઈ, થાણે, વિદર્ભ ક્ષેત્રમાં આગામી 24 કલાક સુધી વરસાદનું જોર રહેશે, પરંતુ તે પછી ધીમે ધીમે ઘટશે. પરંતુ કોંકણ અને ઉત્તર મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદનું જોર યથાવત રહેશે. આગામી 3થી 4 કલાક સુધી મુશળધાર વરસાદની આગાહી છે. ધુલે, પાલઘર, થાણે, મુંબઈ, રાયગઢ, નાસિક, અહમદનગર, પૂણે અને સાતારામાં ભારે વરસાદની સંભાવના છે.

5 જિલ્લામાં રેડ એલર્ટ, 12 જિલ્લાઓમાં યલો એલર્ટ

મહારાષ્ટ્રના 5 જિલ્લાઓ – પાલઘર, નાસિક, જલગાંવ, ઓરંગાબાદ અને જાલના માટે રેડ એલર્ટ (Red Alert) જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 12 જિલ્લાઓમાં બુલઢણા, અકોલા, અમરાવતી, વાશિમ, યવતમાલ, વર્ધા, નાગપુર, ચંદ્રપુર, સોલાપુર, સાંગલી, કોલ્હાપુર, સિંધુદુર્ગમાં યલો એલર્ટ  (Yellow Alert) જાહેર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત મુંબઈ, રાયગઢ, થાણે, રત્નાગીરી, પૂણે, સતારા, અહમદનગર, બીડ, ઉસ્માનાબાદ, લાતુર, પરભણી, હિંગોલી, નાંદેડ, ધુલે, નંદુરબાર જેવા અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ (Orange Alert)  જાહેર કરવામાં આવ્યું છે.

‘ગુલાબ’નો કહેર હજુ થંભ્યો નથી, ત્યાં ‘શાહીન’ની ચર્ચા

અકોલા જિલ્લામાં ચક્રવાતી તોફાન ગુલાબની અસર જબરદસ્ત રહી છે. ચક્રવાતી તોફાન ગુલાબ રવિવારે આંધ્રપ્રદેશ અને ઓડિશાના તટ પર ત્રાટક્યું હતું. તે પછી તેની તીવ્રતા ઘટી હતી. પરંતુ ત્યાં સુધી ગુલાબે આ દરિયાકાંઠાના વિસ્તારોમાં ઘણો વિનાશ વેર્યો છે.

સોમવારે આ ચક્રવાતનું રૂપાંતરણ લો પ્રેશરના વિસ્તારમાં થયું. આ વિસ્તાર હાલમાં છત્તીસગઢ અને ઓડિશાના દક્ષિણ ભાગમાં છે. 30 સપ્ટેમ્બરે આ લો પ્રેશર એરિયા સરકીને અરબી સમુદ્ર સુધી પહોંચશે. આ પછી તેની તીવ્રતા ફરી વધવાની ધારણા છે. આ સાથે નવું ચક્રવાતી તોફાન તૈયાર થઈ શકે છે. તે નવા ચક્રવાતી તોફાનને ‘શાહીન’ નામ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો :  Maharashtra: શિવસેનાના 3 મોટા નેતાઓ પર EDનો સકંજો, અનિલ પરબ પૂછપરછ માટે પહોંચ્યા, આનંદરાવ અડસુલ હોસ્પિટલમાં દાખલ

g clip-path="url(#clip0_868_265)">