Maharashtra: મંત્રાલયની વહેંચણીનો મુદ્દો દિલ્હી પહોંચ્યો, અજિત પવારે અમિત શાહ સાથે 45 મિનિટ સુધી કર્યું મંથન
માનવામાં આવે છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પણ દિલ્હી બોલાવવામાં આવી શકે છે જેથી કરીને પોર્ટફોલિયો સંબંધિત સમસ્યાનો ઉકેલ લાવી શકાય.
મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજીત પવાર (Ajit Pawar) અને NCP ના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલે બુધવારે ગૃહમંત્રી અમિત શાહ (Amit shah) સાથે લગભગ 45 મિનિટ સુધી મુલાકાત કરી હતી. આ બેઠક પહેલા પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે, આ માત્ર ઔપચારિક બેઠક છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્ર સરકારમાં પોર્ટફોલિયોની વહેંચણીને લઈને મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે અભિપ્રાય ન બનાવી શકવાને કારણે તેમને દિલ્હી જવું પડ્યું હતું.
ગૃહમંત્રીને મળવા પાછળનું આ એક મુખ્ય કારણ હોઈ શકે
સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં નાણા મંત્રાલયને લઈને હજુ સુધી કોઈ એક મત થયો નથી. અજિત પવાર મહારાષ્ટ્ર સરકારમાં નાણા મંત્રાલય મેળવવા માંગે છે, જ્યારે શિંદે અને ફડણવીસ નાણા મંત્રાલય આપવા તૈયાર નથી. ગૃહમંત્રીને મળવા પાછળનું આ એક મુખ્ય કારણ હોઈ શકે છે.
શિંદે અને ફડણવીસને પણ દિલ્હી બોલાવવામાં આવી શકે
મહારાષ્ટ્ર સરકારમાં ટૂંક સમયમાં કેબિનેટ વિસ્તરણ થવાનું છે. ભાજપે તેના તમામ ધારાસભ્યોને માત્ર મુંબઈમાં જ રહેવા કહ્યું છે. ગૃહમંત્રી સાથેની મુલાકાત બાદ અજિત પવાર અને પ્રફુલ્લ પટેલ બંને ગુરુદ્વારા રકાબગંજ સ્થિત સરકારી બંગલામાં ગયા હતા. માનવામાં આવે છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પણ દિલ્હી બોલાવવામાં આવી શકે છે જેથી કરીને પોર્ટફોલિયો સંબંધિત સમસ્યાનો ઉકેલ લાવી શકાય.
ઝઘડાનું કારણ બન્યું એક મંત્રાલય
મહારાષ્ટ્રમાં શિંદે-ફડણવીસ સરકારમાં અજિત પવારની એન્ટ્રી સાથે જ વિવાદ શરૂ થયો છે. NCP ના ક્વોટામાંથી બનેલા નવા મંત્રીઓને સરકારી બંગલા અને ઓફિસ મળી ગઈ છે, પરંતુ કોને કયું મંત્રાલય મળશે, તે હજુ નક્કી થયું નથી. એક તરફ શિંદે જૂથ પોતાની માગ પર અડગ છે, તો બીજી તરફ અજિત પવાર અને તેમના સમર્થકો પીછેહઠ કરવા તૈયાર નથી. આ મામલો હવે બીજેપી દિલ્હીના નેતૃત્વ સુધી પહોંચ્યો છે.
આ પણ વાંચો : Maharashtra: એક મંત્રાલય બન્યું સમસ્યાનું કારણ, 3 મીટિંગ થયા બાદ પણ કોઈ ઉકેલ નહીં
આ પહેલા 2 જુલાઈના રોજ અજિત પવાર મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થયા હતા. શરદ પવાર સામે બળવો કરીને, અજિત પવારે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા અને તેમની સાથે, NCPના 8 ધારાસભ્યોએ કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા હતા. નવા મંત્રીઓને શપથ લીધાને લગભગ 10 દિવસ થઈ ગયા છે.
મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો