AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Politics: શરદ પવારે અજીત પવાર પર કર્યો શાબ્દિક હુમલો, ‘ના તો હું થાક્યો છુ કે ના તો નિવૃત્ત થયો છું’ કહ્યું- ભગવાન બળવાખોરોને બુદ્ધિ આપો

પવારે કહ્યું કે યેવલા સભા માટે આવતા લોકોના ચહેરા પરના હાવભાવ જોઈને તેમનો આત્મવિશ્વાસ વધ્યો છે. આ રેલી કોઈના પર આરોપ લગાવવા માટે નથી. હું અહીં તમારા બધા (યેવલાના લોકો)ની માફી માંગવા આવ્યો છું.

Maharashtra Politics: શરદ પવારે અજીત પવાર પર કર્યો શાબ્દિક હુમલો, 'ના તો હું થાક્યો છુ કે ના તો નિવૃત્ત થયો છું' કહ્યું- ભગવાન બળવાખોરોને બુદ્ધિ આપો
Sharad Pawar and Ajit Pawar
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2023 | 7:42 AM
Share

Maharashtra Politics: મહારાષ્ટ્રમાં (Maharashtra) ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ બાદ શરદ પવાર ફરી એકવાર એક્ટિવ મોડમાં આવ્યા છે. તેઓ એનસીપીને ફરી ઉભી કરવામાં વ્યસ્ત છે. નાસિકમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે તે ન તો થાક્યા છે કે ન તો નિવૃત્ત થયા છે. પવારે કહ્યું કે જો વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખે તો ઉંમરથી કોઈ ફરક પડતો નથી. જણાવી દઈએ કે પવારે તેમના ભત્રીજા અજિત પવારના નિવૃત્તિના નિવેદનનો બદલો લેતા આ વાત કહી છે.

પવારે કહ્યું કે યેવલા સભા માટે આવતા લોકોના ચહેરા પરના હાવભાવ જોઈને તેમનો આત્મવિશ્વાસ વધ્યો છે. આ રેલી કોઈના પર આરોપ લગાવવા માટે નથી. હું અહીં તમારા બધા (યેવલાના લોકો)ની માફી માંગવા આવ્યો છું. મારો નિર્ણય ખોટો હતો. તમે મારા પર વિશ્વાસ કર્યો અને મારી પાર્ટીને મત આપ્યો પણ મારો નિર્ણય (યેવલાથી છગન ભુજબળને ધારાસભ્ય બનાવવાનો) ખોટો હતો. હું તમારી પાસે માફી માંગવા આવ્યો છું. આ મારી ફરજ છે. ફરી વખત જ્યારે હું અહીં આવીશ, ત્યારે હું ભૂલનું પુનરાવર્તન નહીં કરવાનું વચન આપું છું.

આ પણ વાંચો: Maharashtra Politics: અજિત પવારના આવતા હવે સરકી જશે શિંદેના હાથમાંથી સરકાર?, જાણો શું કહે છે સમીકરણો

મેં પ્રફુલ પટેલને મંત્રી બનાવ્યા

પવારે કહ્યું કે મેં પ્રફુલ પટેલને મંત્રી બનાવ્યા. મેં પીએ સંગમાને મંત્રી બનાવ્યા. પ્રફુલ્લ પટેલના નિવેદન વિશે મને થોડું જાણવા મળ્યું છે. તેમણે કહ્યું કે જે લોકો પાર્ટીની વસ્તુઓ લેવાની વાત કરે છે તેમને ભગવાન બુધ્ધિ આપે. તે જ સમયે, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું અગાઉ ભાજપ સાથે હાથ મિલાવવા અંગે કોઈ ચર્ચા થઈ હતી તો તેમણે જવાબ આપ્યો હતો કે ભાજપ સાથે હાથ મિલાવવાની ચર્ચા ચોક્કસપણે થઈ છે, પરંતુ નિર્ણય લેવામાં આવ્યો નથી.

તમે આ પાર્ટી દ્વારા સંસદમાં છો

82 વર્ષીય પવારે કહ્યું કે મારી પાર્ટી ગેરકાયદે હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ પાર્ટી દ્વારા તમે સંસદમાં છો. તેમણે કહ્યું કે પાર્ટીમાં જે પણ થયું તે તમામ વરિષ્ઠ લોકોની સહી પછી જ થયું. મારી નિમણૂક પણ સર્વાનુમતે થઈ હતી અને તેની દરખાસ્ત પ્રફુલ પટેલ લાવ્યા હતા. ભાજપ વિપક્ષી દળોને નબળા પાડવાનો પ્રયાસ કરી રહી છે. આ સિવાય તેમણે કહ્યું કે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે સાથે આવે તો મને ખુશી થશે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">