Maharashtra: પ્રેમ સંબંધી વિવાદને લઈને એક વ્યક્તિને કારથી ટક્કર મારી, મોબાઈલમાં રેકોર્ડ કરાયેલો વીડિયો થયો વાયરલ

મહારાષ્ટ્રના કલ્યાણની એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં પ્રેમ સંબંધી તકરાર દરમિયાન કારમાં સવાર એક વ્યક્તિને ટક્કર મારીને અને તેને બોનેટ પર ખેંચતો જોઈ શકાય છે.

Maharashtra: પ્રેમ સંબંધી વિવાદને લઈને એક વ્યક્તિને કારથી ટક્કર મારી, મોબાઈલમાં રેકોર્ડ કરાયેલો વીડિયો થયો વાયરલ
A video of this incident from the Kalyan of Maharashtra is going viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2022 | 8:50 PM

મહારાષ્ટ્રના (Maharashtra) કલ્યાણની એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં પ્રેમ સંબંધી તકરાર દરમિયાન કારમાં સવાર એક વ્યક્તિને ટક્કર મારીને અને તેને બોનેટ પર ખેંચતો જોઈ શકાય છે. પોલીસે જણાવ્યું કે ઘટનાની જાણકારી લીધા બાદ કેસ નોંધવામાં આવી રહ્યો છે અને આરોપીની શોધ ચાલી રહી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના ગુરુવારે બની હતી જ્યારે કલ્યાણ (પશ્ચિમ)ના આધારવાડી ચોકમાં પ્રેમ સંબંધી વિવાદ પર બે લોકો વચ્ચે ઝઘડો થયો હતો. નવી મુંબઈનો રહેવાસી પ્રવીણ ચૌધરી ગુરુવારે તેના મિત્રને મળવા આવ્યો હતો.

આ દરમિયાન કોઈ કારણસર પ્રવીણથી નારાજ ત્રિવેશ પણ ત્યાં પહોંચી ગયો હતો અને બંને વચ્ચે બોલાચાલી થવા લાગી હતી. આ પછી જ્યારે પ્રવીણ ત્યાંથી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે ત્રિવેશ તેની કારની સામે ઉભો રહી ગયો હતો. પરંતુ પ્રવીણે કાર રોકી નહીં અને તેણે કાર આગળ ચલાવી દીધી. આ સમગ્ર ઘટનાને સ્થાનિક લોકોએ મોબાઈલમાં રેકોર્ડ કરી હતી અને હવે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

અહી જુઓ વાયરલ વીડીયો

પોલીસ અધિકારીએ જણાવ્યું કે જ્યારે પ્રવીણે કારને આગળ ધપાવી તો ત્રિવેશ તેના કારણે બોનેટ પર ફસાઈ ગયો. આવી સ્થિતિમાં પણ પ્રવીણે કાર ન રોકી, ત્રિવેશ થોડા અંતર સુધી આ રીતે જ રહ્યો, પરંતુ પછી તે પડી ગયો. તેમ છતા પણ અહીં પ્રવીણ અટક્યા વિના સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. આ ઘટનાને જોતા કલ્યાણ ટ્રાફિક વિભાગે પ્રવીણ સામે કાર્યવાહી હાથ ધરી છે. તે જ સમયે, સ્થાનિક ખડકપાડા પોલીસ સ્ટેશન જેના અધિકારક્ષેત્ર હેઠળ આ ઘટના બની હતી, તે હજુ પણ આ મામલે તપાસ કરી રહી છે, તેણે ગુનો નોંધ્યો નથી.

આ પણ વાંચો :  PM મોદી 6ઠ્ઠી માર્ચે પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટનું લોકાર્પણ અને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું કરશે અનાવરણ

g clip-path="url(#clip0_868_265)">