Maharashtra: મંત્રી અને NCP નેતા નવાબ મલિકના રાજીનામા પર ભાજપ અડગ, વિધાનસભાના પગથિયા પર ધારાસભ્યોએ કર્યુ પ્રદર્શન

વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે ભાજપના નેતાઓ સાથે રાજ્યના ચાલુ વાર્ષિક બજેટ સત્ર દરમિયાન મલિકના રાજીનામાની માંગણી સાથે વિધાનસભા પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Maharashtra: મંત્રી અને NCP નેતા નવાબ મલિકના રાજીનામા પર ભાજપ અડગ, વિધાનસભાના પગથિયા પર ધારાસભ્યોએ કર્યુ પ્રદર્શન
BJP MLAs protested in the assembly premises
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2022 | 10:46 PM

દાઉદ ઈબ્રાહિમ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની કસ્ટડીમાં રહેલા મંત્રી અને NCP નેતા નવાબ મલિકના (Nawab Malik) રાજીનામાની માંગણી સાથે, મહારાષ્ટ્ર ભાજપના ધારાસભ્યોએ શુક્રવારે રાજ્ય વિધાનસભાના પગથિયાં પર વિરોધ પ્રદર્શન (BJP MLAs protest) કર્યુ. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે ભાજપના નેતાઓ સાથે રાજ્યના ચાલુ વાર્ષિક બજેટ સત્ર વચ્ચે મલિકના રાજીનામાની માંગણી સાથે વિધાનસભા પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું. ફડણવીસે મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકાર પર મહારાષ્ટ્રના લઘુમતી કલ્યાણ પ્રધાનને બચાવવાનો પ્રયાસ કરવાનો આરોપ પણ લગાવ્યો.

અહીં મીડિયા સાથે વાત કરતા ફડણવીસે કહ્યું, “સરકાર શા માટે તેમનું રાજીનામું લેવા માંગતી નથી? આ ‘દાઉદ શરણ’ સરકાર છે. આ સરકાર દાઉદ સાથે સંબંધ ધરાવતા લોકોને બચાવવા માટે સાથે આવી રહી છે. માટે અમે  વિરોધ શરૂ કર્યો છે અને અમે માંગણી કરીએ છીએ કે તેમનું રાજીનામું તાત્કાલિક લેવામાં આવે.”

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

સીએમ ઠાકરેનો મત – મલિકનું રાજીનામું લેવાની જરૂર નથી

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે બુધવારે કહ્યું કે હાલ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેનું માનવું છે કે “નવાબ મલિકનું રાજીનામું લેવાની કોઈ જરૂર નથી”. વિશેષ PMLA કોર્ટે ગુરુવારે દાઉદ ઈબ્રાહિમ મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના મંત્રી અને NCP નેતા નવાબ મલિકની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કસ્ટડી 7 માર્ચ સુધી લંબાવી છે.

બચાવ પક્ષના વકીલ અમિત દેસાઈએ, ED પર પ્રહાર કરતા, કોર્ટમાં દલીલ કરી હતી કે એજન્સીએ આજે ​​કહ્યું હતું કે હસીના પારકરને મંત્રી દ્વારા આતંકવાદ માટે ભંડોળ પ્રથમ અરજીમાં 55 લાખ રૂપિયાની સામે 5 લાખ હતું, જેમાં ટાઈપિંગ ભૂલ હતી. તે જ સમયે, નવાબ મલિકે મુંબઈ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને તેમની ધરપકડને ગેરકાયદેસર ગણાવી હતી. જેના પર 7 માર્ચે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

આ મામલે બુધવારે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન EDએ નવાબ મલિકની અરજી પર જવાબ આપવા માટે કોર્ટ પાસે સમય માંગ્યો હતો. કોર્ટે EDને 7 માર્ચ સુધીનો સમય આપ્યો છે. હવે હાઇકોર્ટમાં 7 માર્ચે સુનાવણી હાથ ધરાશે.

આ પણ વાંચો :  IPS રશ્મિ શુક્લાને રાહત, 25 માર્ચ સુધી ટળી કાર્યવાહી, ફોન ટેપિંગ મામલે બોમ્બે હાઈકોર્ટે આપ્યો નિર્દેશ

g clip-path="url(#clip0_868_265)">