AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Rain : મુંબઈ-થાણે સહિત અનેક જિલ્લામાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી, રત્નાગીરીથી નાગપુર સુધી NDRFની ટીમ તહેનાત

હવામાન વિભાગે આગામી ચાર-પાંચ દિવસ માટે 11 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ (Rain Alert) જાહેર કર્યું છે. વધુ પડતા વરસાદને કારણે સંભવિત અકસ્માતોને પહોંચી વળવા રત્નાગીરીથી નાગપુર સુધી NDRFની ટીમોને બોલાવવામાં આવી છે.

Maharashtra Rain : મુંબઈ-થાણે સહિત અનેક જિલ્લામાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી, રત્નાગીરીથી નાગપુર સુધી NDRFની ટીમ તહેનાત
Heavy Rain Alert in Maharashtra (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2022 | 6:58 AM
Share

મુંબઈ, થાણે, રત્નાગીરી, રાયગઢ સહિત મહારાષ્ટ્રના (Maharashtra Rain) અનેક વિસ્તારોમાં વરસાદે તારાજી સર્જી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે 11 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈના દહિસર મલાડ, કાંદિવલી, ગોરેગાંવ, અંધેરીમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કાંદિવલી પૂર્વમાં ઠાકુર ગામ, દહિસરના આનંદ નગર અને ટોલ નાકા નજીકના સ્થળોએ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. મલાડ સબવે અને અંધેરી સબવેમાં પાણી ભરાઈ ગયા છે. જો થોડા કલાકો સુધી આ રીતે વરસાદ ચાલુ રહેશે તો બાકીના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જશે.

નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે મહાડમાં 9, પોલાદપુરમાં 13, માનગાંવના 1 આવા 23 ગામોમાંથી 1535 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. આગામી કેટલાક કલાકો મુંબઈ-થાણે માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોવાનું કહેવાય છે. હવામાન વિભાગે અહીં કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચો

રાયગઢમાં 1535 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા, ડેપ્યુટી સીએમ ફડણવીસે કર્યું ટ્વીટ

હવામાન વિભાગનું ટ્વીટ, મુંબઈ-થાણેમાં આગામી કેટલાક કલાકો સુધી ભારે વરસાદ પડશે

ડેપ્યુટી સીએમના ટ્વીટ સિવાય હવામાન વિભાગે પણ ટ્વિટ કરીને આગામી કેટલાક કલાકો ખાસ કરીને મુંબઈ-થાણે અને તેની આસપાસના વિસ્તારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવ્યા છે.

નવી મુંબઈ-થાણે-કલ્યાણ-ડોમ્બિવલીમાં પણ વરસાદથી ખરાબ હાલાત

નવી મુંબઈમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. થાણે જિલ્લાના વસઈ-વિરાર અને નાલાસોપારા વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે. કલ્યાણ ડોમ્બિવલી વિસ્તારોમાં પણ અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. રાયગઢ જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. કલ્યાણ પૂર્વના હનુમાન નગરમાં ખડક ખસી જવાના સમાચાર સામે આવી રહ્યા છે.

કોંકણના રત્નાગિરી જિલ્લામાં વરસાદે તબાહી મચાવી, નાળાઓ, નદીઓ,  છલકાયા

વધુ વરસાદને કારણે સંભવિત અકસ્માતોને પહોંચી વળવા NDRFની પાંચ ટીમોને રત્નાગીરીથી નાગપુર સુધી તૈનાત કરવામાં આવી છે. ખાસ કરીને કોંકણ ક્ષેત્રના રત્નાગીરી જિલ્લામાં વરસાદે તબાહી મચાવી છે. રાજાપુરમાં પૂરની કટોકટી સર્જાઈ છે. ચિપલુનના લોકો ગયા વર્ષના પૂરનો કહેર ભૂલી શક્યા નથી ત્યારે ફરી એકવાર પૂરનો ભય તેમના હૃદયમાં ડર પેદા કરી રહ્યો છે.

અહીંનો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે પાણી ભરાઈ ગયો હતો. ચિપલુન પાસે મુંબઈ-ગોવા હાઈવે પર પરશુરામ ઘાટ બંધ કરી દેવામાં આવ્યો છે. બે દિવસ પહેલા અહી પથ્થર ખસી જવાના કારણે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. ફરી એકવાર તેને સાવધાની દાખવતા બંધ કરી દેવામાં આવ્યું છે. લાંજામાં દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે.

રાજાપુરની અર્જુના અને કોડાવલી નદીના જળસ્તરમાં ઘણો વધારો થયો છે. રાજાપુર શહેરમાં પાણી ભરાઈ ગયા છે. જવાહર ચોક અને બજારમાં પાણી ભરાવાથી વેપારીઓ પરેશાન છે. સાવિત્રી નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે, જેના કારણે કોંકણ રેલવેનો ટ્રેક પાણીમાં ગરકાવ થયો છે.

વિદર્ભના વિસ્તારોમાં પણ વરસાદની તોફાની બેટીંગ

વિદર્ભમાં પણ વરસાદે જોરદાર બેટિંગ કરી છે. મડીગટ્ટા ડેમના દસ દરવાજા ખોલવામાં આવ્યા છે. 409 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ગોંદિયા જિલ્લામાં સોમવારે સવારથી જ ભારે વરસાદ પડ્યો હતો. દિવસભર વરસાદી બેટિંગ ચાલુ રહી હતી. જેના કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા.

g clip-path="url(#clip0_868_265)">