AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Junagadh: સૌરાષ્ટ્રમાં વરસાદી વાતાવરણે જોર પકડ્યું, ખરાબ હવામાનને કારણે રોપ વે બંધ કરાયો

Monsoon 2022: સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી વચ્ચે જૂનાગઢમાં (Junagadh)વરસાદ થયો હતો. તેમજ ખરાબ વાતાવરણને પગલે રોપ બે બંધ કરવામાં આવ્યો હતો. 40 સહેલાણીઓને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા હતા.

Junagadh: સૌરાષ્ટ્રમાં વરસાદી વાતાવરણે જોર પકડ્યું, ખરાબ હવામાનને કારણે રોપ વે બંધ કરાયો
Junagadh: Amid rains forecast in Saurashtra, ropeway was closed due to bad weather
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2022 | 6:29 PM
Share

જૂનાગઢમાં (Junagadh)ભારે વરસાદની આગાહી વચ્ચે જૂનાગઢમાં વરસાદી માહોલ જામ્યો હતો અને ભવનાથ સહિત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના પગલે શહેરના રસ્તાઓ જાણે નદી બની ગયા હતા. તો તળેટી વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા (Waterlogging)લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. તો ખરાબ વાતાવરણને પગલે રોપ વે (Ropeway Junagadh) બંધ કરીને  40 પ્રવાસીઓને તાત્કાલિક નીચે ઉતારવામાં આવ્યા હતા.

વરસાદ અને ખરાબ વાતાવરણને પગલે રોપ વે બંધ

જૂનાગઢમાં આજે ફરીથી ગિરનાર ઉપર જવાનો રોપ-વે બંધ કરવામાં આવ્યો છે. ખરાબ હવામાનના કારણે રોપ-વે બંધ કરવામાં સહેલાણીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. વાદળોથી ગિરનાર ઘેરાઈ જતા રોપ-વે ચલાવવામાં તકલીફ પડી હતી. જેના કારણે 40 પ્રવાસીઓને તાત્કાલિક નીચે ઉતારવામાં આવ્યા હતા. ખરાબ વાતાવરણના કારણે આજે માત્ર બે કલાક રોપ-વે શરૂ રહ્યો હતો. તંત્રના જણાવ્યા મુજબ વાતાવરણ અનુકૂળ થયા બાદ રોપ-વેની સેવા ફરી શરૂ કરવામાં આવશે.

The ropeway to Girnar has been closed again today in Junagadh

The ropeway to Girnar has been closed again today in Junagadh

છેલ્લા બે ત્રણ દિવસથી થઈ રહેલા વરસાદને પગલે ભારે વરસાદને પગલે જૂનાગઢ જિલ્લા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ખાસ કરીને, પવિત્ર દામોદર કૂંડમાં નવા નીર આવ્યા છે. પાણી વહેતા દામોદર કૂંડ જાણે કે જીવંત બન્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તો સોનરખ નદીમાં પણ નવા નીર આવ્યા હતા. ગિરનાર પર 4 ઇંચ જેટલો વરસાદ પડી જતાં પર્વત પરથી ઝરણાં વહેતાં થયાં છે. પ્રવાસીઓએ વરસાદને પગલે ગિરનાર પરથી વહેતા પાણીમાં ન્હાવાની મજા માણી હતી અને મોબાઇલમાં આ અપ્રતિમ સૌંદર્યના વીડિયો પણ લીધા હતા. જોકે વરસાદને પગલે ગિરનાર પર અવરજવર માટે રોપ વે બંધ કરવામાં આવ્યો હતો.

જૂનાગઢમાં ગિરનારનું સૌંદર્ય એવું ખીલે છે જે દૂરથી પણ દેખાય છે અને ખાસ આ જ નજારો જોવા માટે કેટલાક પ્રવાસીઓ દૂરદૂરથી આવતા હોય છે અને પ્રકૃતિના ખોળે સમય વિતાવવાનું પસંદ કરતા હોય છે. થોડા દિવસ અગાઉ પણ ગિરનાર પરથી વહેતા પાણીનો વીડિયો વાઇરલ થયો હતો. જેમાં જોવા મળ્યું હતું કે ગિરનારની વિવિધ કંદરાઓમાંથી વહેતા પાણીને લીધે શિવજીની જટામાંથી ગંગાજી વહી રહ્યા હોય તેવો નજારો સર્જાયો હતો. જૂનાગઢમાં વરસાદ થતા હંમેશાં નયનરમ્ય નજારો જોવા મળતો હોય છે અને પ્રવાસીઓ ખાસ આ કુદરતી દ્રશ્યોને માણવા માટે જૂનાગઢની મુલાકાત લેતા હોય છે.

Follow Us
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">