AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી શહેર અને જિલ્લામાં હળવો વરસાદ

દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી વચ્ચે આજે પણ સુરત સહિત સમગ્ર જિલ્લામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે.

Surat: ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી શહેર અને જિલ્લામાં હળવો વરસાદ
Surat Amid heavy rain
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 04, 2022 | 1:59 PM
Share

Surat: દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી વચ્ચે આજે પણ સુરત સહિત સમગ્ર જિલ્લામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદને પગલે અનેક વિસ્તારોમાં ભુવા પડવાની નાની ઘટના નોંધાઈ છે. આ સિવાય શહેરમાં પાંડેસરા સહિત કતારગામમાં બે સ્થળે ઝાડ પડવાની ઘટના પણ સામે આવી છે. આજે સવારથી વધુ એક વખત વરસાદનું આગમન થતાં નોકરી – ધંધા માટે રવાના થયેલા વાહન ચાલકોથી માંડીને રાહદારીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, હવામાન વિભાગની આગાહીને પગલે હજી પાંચ દિવસ સુધી સુરત શહેરના માથે ભારે વરસાદની આશંકાના વાદળો ઘેરાયેલા છે.

સુરતમાં નોંધાયેલો વરસાદ

આજે સવારે છ વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં લિંબાયત અને સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. લિંબાયતમાં એકંદરે બે ઈંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે સેન્ટ્રલ ઝોનમાં 43 મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય રાંદેર ઝોનમાં 29 મીમી, કતારગામમાં 26 મીમી, વરાછા એ ઝોનમાં 24, વરાછા બી ઝોનમાં 20 અને અઠવામાં 33 તથા ઉધના ઝોનમાં 35 મીમી વરસાદ નોંધાયો છે. આજે સતત પાંચમા દિવસે વરસાદ અકબંધ રહેતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

એક તરફ પીક અવર્સમાં વરસાદી ઝાપટાને પગલે નોકરી – ધંધા માટે નીકળેલા વાહન ચાલકોથી માંડીને રાહદારીઓની હાલત કફોડી થવા પામે છે તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાને પગલે શાળાએથી પરત ફરી રહેલા વિદ્યાર્થીઓએ પણ હાલાકીનો સામનો કરવો પડે છે. જોકે, જિલ્લામાં આજે વરસાદનું જોર ઘટ્યું છે. આજે જિલ્લાના પાંચ તાલુકાઓમાં જ હળવો વરસાદ નોંધાયો છે જ્યારે અન્ય તાલુકાઓમાં મેઘરાજાએ વિરામ લીધો હોવાનું સામે આવ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">