Maharashtra Hanuman Chalisa Row: શું નવનીત રાણાને આજે મળશે રાહત? મુંબઈ સેશન્સ કોર્ટમાંથી મળશે જામીન કે રહેશે જેલ?
Maharashtra Hanuman Chalisa Row: શું રાણા દંપતીને આજે મુંબઈ સેશન કોર્ટમાંથી જામીન મળે છે કે પછી 6 મે સુધી તેમને જેલમાં રહેવું પડશે? હાલમાં નવનીત રાણા મુંબઈની ભાયખલા જેલમાં છે અને રવિ રાણા નવી મુંબઈની તલોજા જેલમાં છે.
મુંબઈ સેશન્સ કોર્ટમાં (Mumbai Sessions Court) આજે (26 એપ્રિલ, મંગળવાર) મહારાષ્ટ્રના અમરાવતીથી સાંસદ નવનીત રાણા (Navneet Rana) અને તેમના ધારાસભ્ય પતિને આઈપીસીની કલમ 123-એ હેઠળ રાજદ્રોહના કેસમાંથી જામીન માટે અરજી કરવામાં આવશે. તેમની જામીન અરજી પર આજે સુનાવણી થવાની સંભાવના છે. રવિવારે બાંદ્રા હોલીડે કોર્ટે તેમને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. તે જ સમયે, કોર્ટે તેમની જામીન અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો પણ ઈનકાર કર્યો હતો અને સુનાવણી માટે 29 એપ્રિલની તારીખ આપી હતી.
આવી સ્થિતિમાં લોકોની નજર તેના પર છે કે શું રાણા દંપતીને આજે મુંબઈ સેશન કોર્ટમાંથી જામીન મળે છે કે પછી 6 મે સુધી તેમને જેલમાં રહેવું પડશે? હાલમાં નવનીત રાણા મુંબઈની ભાયખલા જેલમાં છે અને રવિ રાણા નવી મુંબઈની તલોજા જેલમાં છે. રાણા દંપતીએ શનિવારે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન ‘માતોશ્રી’ની બહાર હનુમાન ચાલીસાનો (Hanuman Chalisa) પાઠ કરવાનો આગ્રહ કર્યો હતો.
હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો આગ્રહ રાખતા પોલીસે તેને મુંબઈનું ઘર છોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ દરમિયાન શિવસૈનિકોએ રાણા દંપતીના ઘરની બહાર ઘેરાબંધી કરી હતી. આ પછી રાણા દંપતીએ પોતાનો નિર્ણય બદલી નાખ્યો. તેમ છતાં મુંબઈની ખાર પોલીસે ઉશ્કેરણીજનક ભાષણ અને સમાજમાં તણાવ પેદા કરવાનો પ્રયાસ કરવા બદલ કેસ નોંધ્યો અને તેમની ધરપકડ કરી.
બીજા દિવસે તેમના પર રાજદ્રોહ એટલે કે રાજ્ય પ્રશાસનને પડકારવાનો અને તેમની વિરુદ્ધ ષડયંત્ર રચવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. આજે આ જ કેસમાં જામીન અરજી દાખલ કરવામાં આવશે અને સુનાવણી હાથ ધરવામાં આવશે. મેજિસ્ટ્રેટ કોર્ટને રાજદ્રોહના આરોપમાં જામીન આપવાનો અધિકાર નથી. તેથી, સમયનો બગાડ ન કરતા રાણા દંપતી સીધા જ મુંબઈ સેશન્સ કોર્ટમાંથી જામીન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
હાઈકોર્ટે FIR રદ કરવાની અરજી ફગાવી
આ પહેલા સોમવારે રાણા દંપતીની અપીલ પર બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. બોમ્બે હાઈકોર્ટે રાજદ્રોહની એફઆઈઆર રદ કરવાની રાણા દંપતીની અરજીને ફગાવી દીધી હતી. સરકારી વકીલો કોર્ટને સમજાવવામાં સફળ રહ્યા હતા કે રાણા દંપતિએ કોર્ટમાં રજૂઆત કરી હતી અને પોલીસ પર દબાણ કર્યું હતું અને તેમની ધરપકડના વિરોધમાં પોલીસ સ્ટેશન જવાનો ઈનકાર કર્યો હતો. આ ઉપરાંત સરકારી વકીલ પ્રદીપ ઘરતે પણ કોર્ટમાં દલીલ કરી હતી કે રાણા દંપતીએ પોલીસ સાથે ચેતવણીભરી રીતે વાત કરી હતી. જેના કારણે રાણા દંપતી સામે પોલીસ સાથે ગેરવર્તન સંબંધિત કલમો પણ લગાવવામાં આવી છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો