Maharashtra : સવારે સ્કૂલો અને રાત્રે મંદિરો ખોલવા અંગે મહત્વની જાહેરાત, નવરાત્રી પહેલા સરકારે આપ્યો હેપીનેસનો ડબલ ડોઝ !

|

Sep 25, 2021 | 12:42 PM

શુક્રવારે રાજ્યના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે 4 ઓક્ટોબરથી શાળા ખોલવાની જાહેરાત કરી હતી. સાથે જ ઠાકરે સરકારે 7 ઓક્ટોબરથી રાજ્યના તમામ મંદિરો (Temple) ખોલવા અંગે પણ સંમતિ આપી છે.

Maharashtra : સવારે સ્કૂલો અને રાત્રે મંદિરો ખોલવા અંગે મહત્વની જાહેરાત, નવરાત્રી પહેલા સરકારે આપ્યો હેપીનેસનો ડબલ ડોઝ !
CM Uddhav Thackeray (File Photo)

Follow us on

Maharashtra :  કોરોનાના વઘતા સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્યમાં શાળા ,કોલેજો સહિત તમામ મંદિરો બંધ કરવાની ફરજ પડી હતી.પરંતુ હવે કોરોનાનું સંક્રમણ ઘટતા રાજ્યમાં કોવિડ પ્રતિબંધોમાં (Covid Guidelines) છુટછાટ આપવામાં આવી રહી છે.શુક્રવારે રાજ્યની તમામ શાળાઓ ખોલવા અંગે શિક્ષણ મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.જ્યારે શુક્રવાર સાંજે રાજ્યના તમામ મંદિરો ખોલવા અંગે પરવાનગી મળતા હાલ શ્રધ્ધાળુઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

મહા વિકાસ આઘાડી સરકારની મહત્વની જાહેરાતો 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહા વિકાસ આઘાડી સરકારની (Thackeray Government) મહત્વની જાહેરાતો પરથી અનુમાન લગાવી શકાય છે કે રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.રાજ્યમાં 4 ઓક્ટોબરેથી શાળાઓ ખુલશે, જ્યારે 7 ઓક્ટોબરથી ભક્તો ભગવાનના દર્શન કરી શકશે. એટલે કે નવરાત્રિની (Navratri) શરૂઆતમાં જ રાજ્યના તમામ મંદિરો અને ઘાટ ખોલવામાં આવશે. એટલું જ નહીં, ઉચ્ચ શિક્ષણ મંત્રી ઉદય સામંતે દિવાળી બાદ કોલેજ શરૂ કરવા અંગે પણ સંમતિ દર્શાવી છે.

કોરોના સંક્રમણ ઘટ્યુ ,છતા રાજ્યમાં ત્રીજી લહેરનો ભય

કોરોનાની બીજી લહેરમાં કોરોનાના તાંડવે હાહાકાર મચાવ્યા બાદ હાલ રાજ્યમાં સ્થિતિ નિયંત્રણમાં છે,જેથી રાજ્યમાં કોરોના પ્રતિબંધોમાં છુટછાટ આપવામાં આવી રહી છે.પરંતુ હજુ કોરોનાની ત્રીજી લહેરના (Covid Third Wave) એંધાણ વર્તાય રહ્યા છે.ત્યારે રાજ્યમાં અગાઉથી જ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયારી શરૂ કરી છે,રાજ્યમાં હોસ્પિટલમાં બેડ સહિત લોકોને કોરોનાની દવા યોગ્ય જથ્થામાં મળી રહે તે માટે તમામ તૈયારી આટોપી લેવામાં આવી છે.

ધાર્મિક સ્થળોની મેનેજમેન્ટ કમિટીઓએ કરવુ પડશે કોરોના ગાઈડલાઈનનું પાલન

આ સંદર્ભમાં વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, બીજી લહેરનો સામનો કર્યા બાદ હવે અમે સંભવિત ત્રીજી લહેરની તૈયારી શરૂ કરવામાં આવી છે. વધુમાં જણાવ્યુ હતુ કે, અમે ઘણા કિસ્સાઓમાં પ્રતિબંધ હળવા કર્યા છે. હાલમાં કોરોના સંક્રમણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ સાવચેત રહેવું જરૂરી છે. ભક્તો માટે ધાર્મિક સ્થળો (Temple Reopen) ખોલવામાં આવ્યા હોવા છતાં, ત્યાં કોરોનાના નિયમોનું પાલન કરવું પડશે. ધાર્મિક સ્થળોની મેનેજમેન્ટ કમિટીઓએ ફેસ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઇઝેશન વ્યવસ્થા જેવી તમામ જવાબદારીઓ પૂરી કરવી પડશે.

આ પણ વાંચો: Maharashtra: મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં ભાજપને મોટો ફટકો, 11 કોર્પોરેટરો શિવસેનામાં જોડાયા

આ પણ વાંચો: Maharashtra: અઠવાડીયામાં બીજી વખત બોમ્બે હાઈકોર્ટે આપ્યો ઠપકો, રસ્તા પરના ખાડાઓને લઈને કોર્ટે લગાવી ફટકાર

Published On - 12:35 pm, Sat, 25 September 21

Next Article