ઓમિક્રોનથી હાહાકાર : મહારાષ્ટ્ર સરકારે કોરોના ગાઈડલાઈનમાં કર્યો ફેરફાર, જાણો સમગ્ર વિગતો

ઓમિક્રોનના ખતરાને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે ડોમેસ્ટિક ફ્લાઈટને લઈને નિયમો કડક કર્યા છે. જેથી હવે એરપોર્ટ પર આવતા તમામ મુસાફરોએ 72 કલાક પહેલાનો કોરોના RT-PCR રિપોર્ટ બતાવવો જરૂરી રહેશે.

ઓમિક્રોનથી હાહાકાર : મહારાષ્ટ્ર સરકારે કોરોના ગાઈડલાઈનમાં કર્યો ફેરફાર, જાણો સમગ્ર વિગતો
Corona Guidelines
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 8:00 AM

Maharashtra : મહારાષ્ટ્રમાં કોરોનાના નવા વેરિયન્ટને લઈને તંત્ર સતર્ક જોવા મળી રહ્યુ છે. કેન્દ્ર સરકાર તરફથી પત્ર મળ્યા બાદ મહારાષ્ટ્ર સરકારે તેની કોરોના ગાઈડલાઈનમાં (Corona Guidelines) ફેરફાર કર્યો છે. ઉદ્ધવ સરકારે રાજ્યમાં આવતા પ્રવાસીઓ માટે નિયમો કડક કર્યા છે. આ નવા નિયમોથી ડોમેસ્ટિક હવાઈ મુસાફરી(Domestic Flight)  માટે પણ મુસાફરોએ 72 કલાક પહેલાનો કોરોના નેગેટિવ RT-PCR રિપોર્ટ બતાવવો જરૂરી રહેશે. ઉપરાંત રસીકરણ પ્રમાણપત્ર પણ સાથે રાખવાનુ રહેશે.

નવો મુસાફરો કોરોના સંક્રમિત મળતા સરકાર એલર્ટ મોડ પર 

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જો મુસાફરો હવાઈ મુસાફરી માટે એરપોર્ટ પર આ બે નિયમોનું પાલન નહીં કરે તો પણ તેમને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કેન્દ્ર સરકાર તરફથી પત્ર મળ્યા બાદ ઉદ્ધવ સરકારે (Uddhav Government) આ કડક પગલું ભર્યું છે. તમને જણાવી દઈએ કે, વિદેશથી આવેલા 9 લોકોના કોરોના પોઝિટિવ આવ્યા બાદ સરકાર એલર્ટ મોડ પર છે. સંક્રમણ ફેલાવાનું જોખમ ફરી એકવાર વધી ગયું છે. જેથી આ નવા વેરિયન્ટના જોખમને કારણે સરકારે માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે.

કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર સરકારને આપ્યા આદેશ

ઉલ્લેખનીય છે કે, ગાઈડલાઈન્સમાં ફેરફારને લઈને કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર સરકારને કેટલાક નિદર્શ કર્યા છે. બુધવારે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલ SOP મુજબ આદેશો જારી કરવા જણાવ્યું હતું. કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટ અંગેની ચિંતાને કારણે રાજ્ય સરકારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના ક્વોરેન્ટાઇન અંગે સુધારેલી માર્ગદર્શિકા પણ જારી કરી હતી. નવા નિયમ મુજબ વિદેશથી આવનારા પ્રવાસીઓએ સાત દિવસ સંસ્થાકરીય ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે.

ડોમેસ્ટિક ફ્લાઈટ પર કડકાઈ

હવે મહારાષ્ટ્ર સરકાર ડોમેસ્ટિક ફ્લાઈટને (Domestic Flight) લઈને સખતાઈ અપનાવી છે. જેથી હવે એરપોર્ટ પર આવતા તમામ મુસાફરોએ 72 કલાક પહેલા કોરોના RT-PCR રિપોર્ટ બતાવવો જરૂરી રહેશે. ઉપરાંત રસીકરણના બંને ડોઝનું પ્રમાણપત્ર પણ સાથે રાખવાનુ રહેશે. કોરોનાના નવા વેરિયન્ટ પગલે હાલ તંત્ર સતર્ક જોવા મળી રહ્યુ છે.

આ પણ વાંચો : Mumbai : જો નહિ લો વેક્સિન, તો ભરવો પડશે દંડ ! વેક્સિન અંગે મેયર કિશોરી પેડનેકરે આપ્યુ મોટુ નિવેદન

આ પણ વાંચો : CM મમતા બેનર્જી સાથે બિઝનેસમેન ગૌતમ અદાણીએ કરી મુલાકાત, તાજપુર પોર્ટમાં રોકાણ કરવાનો પ્રસ્તાવ

g clip-path="url(#clip0_868_265)">