CM મમતા બેનર્જી સાથે બિઝનેસમેન ગૌતમ અદાણીએ કરી મુલાકાત, તાજપુર પોર્ટમાં રોકાણ કરવાનો પ્રસ્તાવ
આજે ગૌતમ અદાણીએ મુખ્યપ્રધાન મમતા બેનર્જી સાથે મુલાકાત કરી છે. આ વાતની જાણકારી તેમને ટ્વીટ કરીને આપી છે. તેમને જણાવ્યું કે મમતા બેનર્જીની સાથે બંગાળમાં અલગ અલગ રોકાણ પર ચર્ચા કરવામાં આવી.
બિઝનેસમેન ગૌતમ અદાણી (Gautam Adani)એ આજે મુંબઈમાં પશ્ચિમ બંગાળ (West Bengal)ની મુખ્યપ્રધાન મમતા બેનર્જી (Mamata Benarjee) સાથે મુલાકાત કરી. આ દરમિયાન ગૌતમ અદાણીથી મુખ્યપ્રધાનને તાજપુર પોર્ટમાં રોકાણ કરવાનો પ્રસ્તાવ આપ્યો. જણાવી દઈએ કે એપ્રિલ 2022માં કોલકતામાં બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટ થવા જઈ રહી છે.
આ પહેલા મમતા બેનર્જી અને ગૌતમ અદાણીની મુલાકાત રોકાણને લઈ ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બંગાળ બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. જણાવી દઈએ કે મમતા બેનર્જી ગયા અઠવાડિયે જ્યારે વડાપ્રધાન મોદીને મળવા દિલ્હી આવ્યા હતા. આ દરમિયાન તેમને બિઝનેસમેન ગૌતમ અદાણીને આમંત્રણ આપ્યું હતું.
Delighted to meet @MamataOfficial, Hon’ble Chief Minister Mamata Banerjee. Discussed different investment scenarios and the tremendous potential of West Bengal. I look forward to attending the Bengal Global Business Summit (BGBS) in April 2022. pic.twitter.com/KGhFRJYOA4
— Gautam Adani (@gautam_adani) December 2, 2021
આજે ગૌતમ અદાણીએ મુખ્યપ્રધાન મમતા બેનર્જી સાથે મુલાકાત કરી છે. આ વાતની જાણકારી તેમને ટ્વીટ કરીને આપી છે. તેમને જણાવ્યું કે મમતા બેનર્જીની સાથે બંગાળમાં અલગ અલગ રોકાણ પર ચર્ચા કરવામાં આવી. તેમને બંગાળ બિઝનેસ સમિટ (Bengal Business Summit)માં સામેલ થવાની જાણકારી આપી. તમને જણાવી દઈએ કે બિઝનેસ સમિટને લઈ મુખ્યપ્રધાન મમતા બેનર્જી સતત બીજી પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરી રહી છે.
મુંબઈમાં રાજકીય હસ્તીઓને મળી મમતા બેનર્જી
તાજેતરમાં જ મમતા બેનર્જીએ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે અને એનસીપી ચીફ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. 3 દિવસના મુંબઈ પ્રવાસ પર પહોંચેલા મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ એક પણ કોંગ્રેસ નેતા સાથે મુલાકાત કરી નથી. જણાવી દઈએ કે નામ લીધા વગર રાહુલ ગાંધી પર હુમલો કર્યો હતો. તેમને કહ્યું હતું કે વિદેશમાં બેસીને રાજનીતિ નથી થઈ શકતી. તેની સાથે જ તેમને કહ્યું હતું કે હવે યૂપીએનું કોઈ અસ્તિત્વ નથી.
બંગાળ બિઝનેસ સમિટની તૈયારીઓ તેજ
શરદ પવારે કહ્યું હતું કે કોંગ્રેસને અલગ રાખીને કોઈ પણ પ્રકારનો વિકલ્પ આપવાનો કોઈ પ્રયત્ન નથી. તેમને કહ્યું હતું કે બધાને સાથે લઈ આગળ વધવામાં આવશે. સીએમ મમતા બેનર્જીએ બંગાળ બિઝનેસ સમિટની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દીધી છે. મુંબઈ પ્રવાસ પર તેમને મીડિયાને કહ્યું હતું કે તે યંગ પ્રેસિડેન્ટ ઓર્ગેનાઈઝેશન તરફથી આયોજિત એક કાર્યક્રમમાં બિઝનેસમેન સાથે મુલાકાત કરશે. તે તમામને તે બંગાળ સમિટ માટે આમંત્રિત કરશે.
આ પણ વાંચો: કપાસના ભાવમાં ઘટાડો, ખેડૂતોનો આક્ષેપ- ખાનગી ખરીદદારોએ ભાવ ઘટાડ્યા, યોગ્ય ભાવ નહીં મળે તો કરશે આંદોલન
આ પણ વાંચો: ઓમિક્રોનની વધતી દહેશત, સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં રાત્રિ કર્ફ્યૂ