Mumbai : જો નહિ લો વેક્સિન, તો ભરવો પડશે દંડ ! વેક્સિન અંગે મેયર કિશોરી પેડનેકરે આપ્યુ મોટુ નિવેદન
મુંબઈના મેયર કિશોરી પેડનેકરે દાવો કર્યો હતો કે, કોરોનાના નવા વેરિયન્ટનો એક પણ કેસ હજુ સુધી મળ્યો નથી.તેમ છતાં, વિદેશથી આવતા મુસાફરોને એક અઠવાડિયા માટે ક્વોરેન્ટાઇન કરવામાં આવી રહ્યા છે.
Mumbai : કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનના (Omicron Variant) ખતરા વચ્ચે મુંબઈમાં કોરોના રસીકરણ ફરજિયાત કરવામાં આવી શકે છે. ઉપરાંત રસી ન લેવા પર દંડ પણ થઈ શકે છે. મુંબઈના મેયર કિશોરી પેડનેકરે (Mayor Kishori Pednakar) આ અંગે જણાવ્યું હતું કે, મહાનગરમાં બધા માટે કોરોના રસીકરણ (Vaccination) ફરજિયાત કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, જે લોકો રસીકરણ નહીં કરાવે તેમને દંડ ભરવો પડશે. વધુમાં મેયરે કહ્યું કે જે લોકોને રસી મેળવી નથી તેને જાહેર પરિવહનમાં મુસાફરી કરવા પર રોક લગાવવામાં આવી રોકી શકે છે.
તમને જણાવી દઈએ કે, દેશના અન્ય રાજ્યોની સાથે મુંબઈમાં પણ નવા વેરિયન્ટનું (Corona Variant) જોખમ વધી રહ્યું છે. રાજ્યમાં કોરોના અંગેની તૈયારીઓ અંગે મેયરે જણાવ્યુ કે, યુરોપિયન દેશોમાંથી આવતા લોકોને પહેલાથી જ ક્વોરેન્ટાઇન કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સાથે મુંબઈના મેયરે કહ્યું કે, કોરોનાના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને તમામ ફિલ્ડ હોસ્પિટલ, ઓક્સિજન બેડ અને આઈસીયુ ઉપલબ્ધ છે. તમને જણાવી દઈએ કે સરકાર કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે હાલ તંત્ર સતર્ક જોવા મળી રહ્યુ છે.
નવા વેરિયન્ટને પગલે તંત્ર સતર્ક
સાથે જ મેયર કિશોરી પેડનેકરે દાવો કર્યો હતો કે મુંબઈમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન સંબંધિત એક પણ કેસ મળ્યો નથી. તેમ છતાં, હાલ વિદેશથી આવતા મુસાફરોને એક અઠવાડિયા માટે ક્વોરેન્ટાઇન કરવામાં આવી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે ક્વોરેન્ટાઇન પછી ફરીથી મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. BMCના (Bombay Municipal Corporation) એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ગયા અઠવાડિયે લગભગ એક હજાર મુસાફરો આફ્રિકન દેશોમાંથી મુંબઈ આવ્યા હતા. જેમાંથી 466 યાત્રિકો મુંબઈના હતા.જેમાંથી અત્યારસુધીમાં કુલ 4 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે,જો કે ઓમિક્રોનની પુષ્ટિ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
કોરોના રસીકરણ અભિયાનને વેગ મળ્યો
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર સરકાર લોકોને રસી આપવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. આ જ કારણ છે કે કોરોના રસીકરણ અભિયાને વેગ પકડ્યો છે. હિંગોલી સિટી કાઉન્સિલમાં લોકોને કોરોનાની રસી માટે (Corona Vaccine) પ્રોત્સાહિત કરવા માટે એક નવીનતમ પ્રયોગ હાથ ધરાયો છે. જેમાં વેક્સિનના બદલામાં લોકોને એલઇડી ટીવી, રેફ્રિજરેટર અને વોશિંગ મશીન જેવા ઇનામો જીતવાની તક આપવામાં આવશે.
આ પણ વાંચો : CM મમતા બેનર્જી સાથે બિઝનેસમેન ગૌતમ અદાણીએ કરી મુલાકાત, તાજપુર પોર્ટમાં રોકાણ કરવાનો પ્રસ્તાવ
આ પણ વાંચો : Maharashtra: આ શહેરમાં વેક્સિન લગાવનારાને મળશે ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન, લકી ડ્રોથી વિજેતાની થશે પસંદગી