Maharashtra Government Formation: મહારાષ્ટ્રમાં શનિવારે બોલાવવામાં આવ્યું વિધાનસભાનું વિશેષ સત્ર, એકનાથ શિંદે સાબિત કરશે બહુમત

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 12:04 AM

એકનાથ શિંદેએ (Eknath Shinde) મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. શપથ લેવાની સાથે જ શિંદે મહારાષ્ટ્રના નવા સીએમ બની ગયા છે. શિંદેની સાથે દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે.

Maharashtra Government Formation:  મહારાષ્ટ્રમાં શનિવારે બોલાવવામાં આવ્યું વિધાનસભાનું વિશેષ સત્ર, એકનાથ શિંદે સાબિત કરશે બહુમત

મહારાષ્ટ્રનું રાજકીય સંકટ (Maharashtra Political Crisis) હવે અંતિમ પડાવ પર પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટે (Supreme court) શિવસેનાની દલીલ ફગાવ્યા બાદ આજે ફ્લોર ટેસ્ટના આદેશ આપ્યા. જો કે ફ્લોર ટેસ્ટ પહેલા જ ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું. ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઈવ કરીને રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. ઉદ્ધવ ઠાકરે રાજભવન પહોંચી રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. રાજ્યની જનતાને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, તમે ફ્લોર ટેસ્ટમાં જીતી જાવ, પરંતુ તમારે યાદ રાખવું જોઈએ કે, તમારી પાસે કેટલું સંખ્યાબળ છે, તેનાથી મને કોઈ મતલબ નથી. હું નથી ઈચ્છતો કે કાલે શિવસૈનિકોનું લોહી વહે અને શિવસૈનિકો રસ્તા પર ઉતરે. આથી હું ખુરશી છોડી રહ્યો છું. આ સાથે જ ઉદ્ધવ ઠાકરેએ શરદ પવાર અને સોનિયા ગાંધીનો આભાર માન્યો છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 30 Jun 2022 10:35 PM (IST)

    દેવેન્દ્ર ફડણવીસે કહ્યું – આરેમાં જ મેટ્રો કાર શેડ બનાવવામાં આવશે

    ખુદ મહારાષ્ટ્ર સરકારની પ્રથમ બેઠકમાં જ આરેમાં મેટ્રો કાર શેડ બનાવવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યના એડવોકેટ જનરલને આ મામલે સરકારનો પક્ષ કોર્ટ સમક્ષ રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ સાથે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે જલ્દી જ જળયુક્ત શિવાર યોજનાને ફરીથી શરૂ કરવાનો પ્રસ્તાવ લાવવામાં આવશે.

  • 30 Jun 2022 10:22 PM (IST)

    હિંદુત્વમાં માનતા બે પક્ષો, જે અલગ થઈ ગયા હતા, આજે એક થઈ ગયા છેઃ કેસરકર

    શિવસેનાના વિધાનસભ્ય દીપક કેસરકરે મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના પર કહ્યું કે, થોડા સમય પહેલા અલગ થયેલા હિન્દુત્વમાં માનનારી બે પાર્ટીઓ આજે ફરી એક થઈ ગઈ છે. આ સમગ્ર ઘટનાક્રમમાં અમારા 50 સાથીઓનું યોગદાન મહત્વપૂર્ણ છે. અમે બધા ઇચ્છતા હતા કે, એકનાથ શિંદે એકવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બને. ભાજપે મોટું દિલ બતાવ્યું છે. 106 ધારાસભ્યો હોવા છતાં, તેમણે એકનાથ શિંદેને સીએમ બનવા માટે કહ્યું.

  • 30 Jun 2022 09:52 PM (IST)

    ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના નવા સીએમ એકનાથ શિંદેને પાઠવ્યા અભિનંદન

    મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના નવા મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ભવિષ્ય માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટ્વીટ કર્યું, હું તમને મહારાષ્ટ્રમાં સારા કામ કરવા માટે શુભેચ્છા પાઠવું છું!

  • 30 Jun 2022 09:50 PM (IST)

    દેવેન્દ્ર ફડણવીસે પીએમ મોદીનો વ્યક્ત કર્યો આભાર

    મંત્રી પદના શપથ લીધા બાદ પીએમ મોદીના અભિનંદન આપવા બદલ દેવેન્દ્ર ફડણવીસે આભાર વ્યક્ત કર્યો.

  • 30 Jun 2022 09:44 PM (IST)

    શનિવારે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું

    મહારાષ્ટ્રમાં શનિવારે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. એ જ દિવસે એકનાથ શિંદે બહુમતી સાબિત કરવી પડશે. આ સાથે નવા સ્પીકરની પણ તે જ દિવસે પસંદગી કરવામાં આવશે.

  • 30 Jun 2022 09:43 PM (IST)

    મહારાષ્ટ્ર માટે આજનો દિવસ ગેમ ચેન્જર સાબિત થશે: શિંદે

    શિંદેએ કહ્યું કે મહારાષ્ટ્ર માટે આજનો દિવસ ગેમ ચેન્જર સાબિત થશે. ખેડૂતો અને મજૂરો સાથે સંપૂર્ણ ન્યાય આપવામાં આવશે. તેમણે કહ્યું કે ફડણવીસના કાર્યકાળમાં મહારાષ્ટ્રનો વિકાસ થયો હતો કારણ કે તેમની પાસે સરકાર ચલાવવાનો સારો અનુભવ છે, તેથી તેમની મદદથી મહારાષ્ટ્રનો વધુ વિકાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના દરેક વર્ગને ન્યાય આપવામાં આવશે.

  • 30 Jun 2022 09:40 PM (IST)

    અમારું લક્ષ્ય મહારાષ્ટ્રનો વિકાસ કરવાનો છે: એકનાથ શિંદે

    મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કેબિનેટની પહેલી બેઠક લીધી. પહેલી બેઠકમાં જ તેમણે ખરીફ પાક અને પાક વીમા અંગે ચર્ચા કરી હતી. બેઠક બાદ તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ઘણા નિર્ણયો લાંબા સમયથી પેન્ડિંગ છે. તમામ પેન્ડિંગ પ્રોજેક્ટ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. અમારું લક્ષ્ય મહારાષ્ટ્રનો વિકાસ કરવાનું છે.

  • 30 Jun 2022 09:09 PM (IST)

    એકનાથ શિંદે કેબિનેટની પહેલી બેઠક પૂરી

    મુખ્યમંત્રી એકનાથ શિંદે કેબિનેટની પ્રથમ બેઠક પૂરી થઈ ગઈ છે. આ બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા.

  • 30 Jun 2022 09:08 PM (IST)

    કોંગ્રેસ નેતા જયરામ રમેશે મહારાષ્ટ્રની નવી સરકાર પર સાધ્યું નિશાન

    મહારાષ્ટ્રમાં ભાજપ અને એકનાથ શિંદે જૂથની સરકાર પર કોંગ્રેસના નેતા જયરામ રમેશે નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે મહારાષ્ટ્રમાં જે થયું તે ભારત જેવી લોકતંત્ર માટે શરમજનક બાબત છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં ભાજપ કોઈપણ ભોગે સત્તા મેળવવા માંગે છે. તેઓ ઈચ્છે છે કે સત્તા તેમની પાસે રહે અથવા ખુરશીનો દરવાજો તેમના હાથમાં રહે.

  • 30 Jun 2022 09:05 PM (IST)

    મંત્રાલય પહોંચ્યા CM શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ, કેબિનેટની બેઠક શરૂ

    મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના થોડા સમય પછી, એકનાથ શિંદેએ કેબિનેટની બેઠક બોલાવી. મંત્રાલય ભવનમાં કેબિનેટની બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં મુખ્ય સચિવ મનુકુમાર શ્રીવાસ્તવની સાથે ઘણા વિભાગોના સચિવો પણ ઉપસ્થિત છે.

  • 30 Jun 2022 09:02 PM (IST)

    મહારાષ્ટ્રમાં સુશાસન દ્વારા વિકાસનો નવો સૂરજ ઉગશે- શિવરાજ સિંહ ચૌહાણ

    મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે એકનાથ શિંદેને અભિનંદન આપતા કહ્યું કે, એકનાથ શિંદેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ હાર્દિક અભિનંદન. અમને વિશ્વાસ છે કે તમે બાલાસાહેબના વિચારો પ્રમાણે મહારાષ્ટ્રના નવનિર્માણનું સ્વપ્ન સાકાર કરશો. સુશાસન દ્વારા વિકાસ અને જન કલ્યાણ માટે નવો સૂર્ય ઉગશે. હાર્દિક અભિનંદન.

  • 30 Jun 2022 08:54 PM (IST)

    યુપીના મુખ્યમંત્રીએ દેવેન્દ્ર ફડણવીસને ડેપ્યુટી સીએમ બનવા બદલ પાઠવ્યા અભિનંદન

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દેવેન્દ્ર ફડણવીસને ડેપ્યુટી સીએમ બનવા બદલ અભિનંદન આપતાં કહ્યું કે, દેવેન્દ્ર ફડણવીસજીને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ હાર્દિક અભિનંદન. મને વિશ્વાસ છે કે તમારા લોક કલ્યાણકારી પ્રયાસોથી રાજ્ય સુશાસનના માર્ગે આગળ વધશે અને વિકાસના નવા દાખલા સ્થાપિત કરશે. તમારા ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ.

  • 30 Jun 2022 08:50 PM (IST)

    યોગી આદિત્યનાથે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેને પાઠવ્યા અભિનંદન

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેને અભિનંદન આપતા કહ્યું કે, એકનાથ શિંદેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ હાર્દિક અભિનંદન. તમારા સક્ષમ નેતૃત્વમાં રાજ્ય સુશાસનના માર્ગે ચાલીને વિકાસના નવા માપદંડો સ્થાપિત કરશે. તમારા સુવર્ણ કાર્યકાળ માટે શુભેચ્છાઓ.

  • 30 Jun 2022 08:36 PM (IST)

    એકનાથ શિંદે સીએમ બનવાની કોઈએ કલ્પના પણ નહોતી કરી: શરદ પવાર

    એનસીપી નેતા શરદ પવારે કહ્યું કે એકનાથ શિંદેના મુખ્યમંત્રી બનવાની કોઈને કલ્પના પણ નહોતી. કદાચ તેમના ધારાસભ્યોની માંગ હશે કે તેમને સીએમ બનાવવામાં આવે.

  • 30 Jun 2022 08:35 PM (IST)

    ગૃહમંત્રી અમિત શાહે શિંદે અને ફડણવીસને પાઠવ્યા અભિનંદન

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એકનાથ શિંદેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવા પર અભિનંદન પાઠવ્યા છે. તેમણે દેવેન્દ્ર ફડણવીસને પણ અભિનંદન પાઠવ્યા છે.

  • 30 Jun 2022 08:21 PM (IST)

    મને વિશ્વાસ છે કે ફડણવીસ મહારાષ્ટ્રના વિકાસના માર્ગને વધુ મજબૂત કરશે: PM

    મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ બનવા બદલ દેવેન્દ્ર ફડણવીસને અભિનંદન આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેઓ ભાજપના દરેક કાર્યકર્તા માટે એક પ્રેરણા છે. તેમનો અનુભવ સરકાર માટે ફાયદાકારક સાબિત થશે. મને વિશ્વાસ છે કે તેઓ મહારાષ્ટ્રના વિકાસના માર્ગને વધુ મજબૂત કરશે.

  • 30 Jun 2022 08:01 PM (IST)

    PM મોદીએ CM શિંદે અને DyCM ફડણવીસને આપી શુભકામના

    PM મોદીએ CM શિંદેને શુભકામના આપી અને PM મોદીએ DyCM ફડણવીસને પણ શુભકામના આપી.

  • 30 Jun 2022 07:59 PM (IST)

    એકનાથ શિંદેએ ટ્વિટર હેન્ડલ પર ડીપીમાં બાલાસાહેબનો ફોટો

    એકનાથ શિંદેએ પોતાના ટ્વિટર પ્રોફાઈલની ડીપી બદલી છે. હવે તેમાં બાલાસાહેબની તસવીર છે. આ તસવીર દ્વારા તેમણે ફરી એકવાર ઉદ્ધવ ઠાકરેને સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે.

  • 30 Jun 2022 07:56 PM (IST)

    પ્રામાણિક કાર્યકર્તા તરીકે પાર્ટીના આદેશોનું પાલન કરું છું: દેવેન્દ્ર ફડણવીસ

    શપથ ગ્રહણ કરતા પહેલા દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરીને કહ્યું હતું કે, પ્રામાણિક કાર્યકર્તા તરીકે હું પાર્ટીના આદેશનું પાલન કરી રહ્યો છું.

  • 30 Jun 2022 07:46 PM (IST)

    એકનાથ શિંદે બન્યા મહારાષ્ટ્રના નવા સીએમ, ફડણવીસ ડેપ્યુટી સીએમ બન્યા

    એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. શપથ લેવાની સાથે જ શિંદે મહારાષ્ટ્રના નવા સીએમ બની ગયા છે. શિંદેની સાથે દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે.

  • 30 Jun 2022 07:44 PM (IST)

    પીએમ મોદીએ બે વાર દેવેન્દ્ર ફડણવીસ સાથે ફોન પર કરી વાત

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેવેન્દ્ર ફડણવીસ સાથે બે વખત ફોન પર વાત કરી હતી, ત્યારબાદ દેવેન્દ્ર ફડણવીસ ડેપ્યુટી સીએમ બનવા માટે સંમત થયા છે.

  • 30 Jun 2022 07:39 PM (IST)

    હવે દેવેન્દ્ર ફડણવીસ શપથ લઈ રહ્યા છે

    હવે દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લઈ રહ્યા છે.

  • 30 Jun 2022 07:35 PM (IST)

    શપથ લઈ રહ્યા છે એકનાથ શિંદે

    એકનાથ શિંદે સીએમ પદના શપથ લઈ રહ્યા છે. રાજ્યપ્રધાન શપથ લેવડાવી રહ્યા છે. શપથ લેતા પહેલા બાલાસાહેબનું નામ લીધું. તેમણે મરાઠીમાં શપથ લીધા.

  • 30 Jun 2022 07:34 PM (IST)

    સ્ટેજ પર રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી પહોંચ્યા

    સ્ટેજ પર રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી પહોંચ્યા છે. રાષ્ટ્રગીત વાગી રહ્યું છે.

  • 30 Jun 2022 07:26 PM (IST)

    રાજભવનમાં એકનાથ શિંદેનો પરિવાર પણ આવ્યો, બીજેપીના ઘણા મોટા નેતાઓ પણ હાજર

    એકનાથ શિંદે મુખ્યમંત્રી પદના શપથ લેવા માટે દરબાર હોલ પહોંચ્યા છે. તેમની સાથે ભાજપના અન્ય ઘણા સીનિયર નેતાઓ પણ તેમની સાથે છે. એકનાથ શિંદેના પરિવારના સભ્યો પણ દરબાર હોલમાં શપથ ગ્રહણ સમારોહ દરમિયાન હાજર રહેશે. દેવેન્દ્ર ફડણવીસ, સુધીર મુનગંટીવાર, આશિષ શેલાર અને ભાજપ મહારાષ્ટ્ર અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ પણ દરબાર હોલમાં હાજર છે.

  • 30 Jun 2022 07:21 PM (IST)

    બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ શિંદે અને ફડણવીસને અભિનંદન પાઠવ્યા

  • 30 Jun 2022 07:15 PM (IST)

    શપથ લેવા રાજભવન પહોંચ્યા શિંદે અને ફડણવીસ

    શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ રાજભવન પહોંચ્યા છે. દેવેન્દ્ર ફડણવીસ માટે ત્રીજી ખુરશી લગાવવામાં આવી છે. અગાઉ માત્ર બે ખુરશીઓ લગાવવામાં આવી હતી.

  • 30 Jun 2022 07:10 PM (IST)

    સરકારમાં સામેલ થશે ફડણવીસ: અમિત શાહ

    અમિત શાહે જણાવ્યું કે દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં સામેલ થશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના કહેવા પર દેવેન્દ્ર ફડણવીસે મોટું દિલ બતાવ્યું છે અને મહારાષ્ટ્ર રાજ્ય અને લોકોના હિતમાં સરકારમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.

  • 30 Jun 2022 07:03 PM (IST)

    નાસિકમાં એકનાથ શિંદેના સમર્થકોએ કરી ઉજવણી

    એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવ્યા બાદ તેમના સમર્થકો અનેક જગ્યાએ પાર્ટી કરી રહ્યા છે. નાશિકમાં તેમના સમર્થકોએ તેમના પોસ્ટરો સાથે પ્રદર્શન કર્યું અને પછી ઢોલ-નગારા સાથે ઉજવણી કરી રહ્યા છે.

  • 30 Jun 2022 07:00 PM (IST)

    હવે પછીની લડાઈ શિવસેનાના ચુંટણી ચિહ્નને લઈને થશે: ઉમર અબ્દુલ્લા

    જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કર્યું, "આગળની લડાઈ શિવસેનાના ચુંટણી ચિહ્નને લઈને થશે. જો ચુંટણી આયોગ શિંદે જૂથને ધનુષ અને તીર ફાળવે છે, તો તે ઉદ્ધવ માટે માત્ર ચઢાવ-ઉતારનો સંઘર્ષ જ નહીં, તે હાથ અને પગ એકસાથે બાંધીને K2 પર ચઢવા જેવું હશે.

  • 30 Jun 2022 06:39 PM (IST)

    અમે દેવેન્દ્ર ફડણવીસને નાયબ મુખ્યમંત્રી બનવા વિનંતી કરી છે: ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા

    બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, અમે દેવેન્દ્ર ફડણવીસને નાયબ મુખ્યમંત્રી બનવા વિનંતી કરી છે. એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવા પર ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે અમે પદ નહિ પરંતુ વિચારધારા મહત્તવની છે. તેમણે કહ્યું કે ફડણવીસે મોટું દિલ બતાવ્યું છે પરંતુ અમને લાગે છે કે ફડણવીસે સરકારમાં સામેલ થવું જોઈએ. ભાજપના કેન્દ્રીય નેતૃત્વ તરીકે દેવેન્દ્ર ફડણવીસને સરકારમાં ચાલુ રાખવા અને ડેપ્યુટી સીએમ પદ પોતાની પાસે રાખવાની અપીલ કરવામાં આવી છે.

  • 30 Jun 2022 06:27 PM (IST)

    શરદ પવારે એકનાથ શિંદેને પાઠવ્યા અભિનંદન

    શરદ પવારે એકનાથ શિંદેને મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. પવારે ટ્વીટ કર્યું, “એકનાથ શિંદેને મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે ચૂંટાવા બદલ અભિનંદન! મને આશા છે કે તેઓ મહારાષ્ટ્રના હિતોનું રક્ષણ કરશે.

  • 30 Jun 2022 06:04 PM (IST)

    છેલ્લી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો પર એક નજર

    છેલ્લી વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો બીજેપીને 106, શિવસેનાને 55, એનસીપીને 53, કોંગ્રેસને 44 અને અન્યને 29 બેઠકો મળી હતી. મહારાષ્ટ્રમાં બહુમતી મેળવવા માટે કોઈપણ પક્ષ પાસે 148 બેઠકોનો જાદુઈ આંકડો હોવો જરૂરી છે.

  • 30 Jun 2022 05:45 PM (IST)

    શિંદે જૂથના ધારાસભ્યોમાં પાર્ટીનો માહોલ

    એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવાના સમાચાર આવ્યા બાદ શિંદે જૂથના ધારાસભ્યોમાં પાર્ટીનો માહોલ છે. ધારાસભ્ય દીપક કેસરકરે કહ્યું કે તેમને પણ કોઈ ખ્યાલ નહોતો કે શિંદેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે બાલાસાહેબ હંમેશા ઇચ્છતા હતા કે કોઈ સામાન્ય માણસ મહારાષ્ટ્રની ખુરશી સંભાળે.

  • 30 Jun 2022 05:27 PM (IST)

    રાજભવનમાં 7:30 કલાકે એકનાથ શિંદે લેશે સીએમ તરીકે લેશે શપથ

    એકનાથ શિંદે સાંજે 7:30 વાગ્યે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. અહીં સૌથી મોટી વાત એ છે કે દેવેન્દ્ર ફડણવીસ આ સરકારના મંત્રીમંડળમાંથી બહાર રહેશે અને બહારથી સરકારને દરેક રીતે મદદ કરતા રહેશે.

  • 30 Jun 2022 05:17 PM (IST)

    એકનાથ શિંદેએ દેવેન્દ્ર ફડણવીસનો માન્યો આભાર

    એકનાથ શિંદેએ કહ્યું કે ભાજપ પાસે 106 ધારાસભ્યો હોવા છતાં ભાજપે મને મુખ્યમંત્રી બનવાની તક આપી છે. તેમણે કહ્યું કે પંચાયત ચૂંટણીમાં પણ કોઈ પોતાનું પદ છોડતું નથી, આ તો સીએમનું પદ છે. દેવેન્દ્ર ફડણવીસે પોતાનું મોટું દિલ રાખ્યું છે. તમે શિવસેનાને મોકો આપ્યો છે, જેના માટે હું તમારા બધાનો આભાર માનું છું.

  • 30 Jun 2022 05:14 PM (IST)

    અમને ગઠબંધન સરકાર સાથે કામ કરવામાં સમસ્યા: શિંદે

    એકનાથ શિંદેએ કહ્યું કે, અમે લાંબા સમયથી અમારો પક્ષ ઉદ્ધવ ઠાકરેની સામે રજૂ કરવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ અમારી વાત સાંભળવામાં આવી ન હતી. અમને ગઠબંધન સરકાર સાથે કામ કરવામાં ઘણી મુશ્કેલી હતી, આ વિશે પણ ઉદ્ધવ ઠાકરેને જાણકારી આપવામાં આવી હતી. તે પછી અમે સરકારથી અલગ થવાનો નિર્ણય કર્યો.

  • 30 Jun 2022 05:03 PM (IST)

    અમે મહારાષ્ટ્રના વિકાસ માટે સાથે આવ્યા છીએ: એકનાથ શિંદે

    એકનાથ શિંદેએ કહ્યું કે અમે મહારાષ્ટ્રના વિકાસ માટે સાથે આવ્યા છીએ. મને જે પણ જવાબદારી આપવામાં આવશે તે હું નિભાવીશ. છેલ્લા અઢી વર્ષથી અટકેલા વિકાસના કામોને ફરી એકવાર આગળ ધપાવવામાં આવશે.

  • 30 Jun 2022 05:02 PM (IST)

    ફડણવીસે બાલાસાહેબના સિપાઈને CM બનાવ્યો: એકનાથ શિંદે

    એકનાથ શિંદેએ કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં ન હોય તો પણ તેમને સંપૂર્ણ સહયોગ મળશે. ફડણવીસે બાલાસાહેબના સિપાઈને CM બનાવ્યો છે. અમે સાથે મળીને સરકારની આશાઓ પૂરી કરીશું. ભાજપ સાથે હાથ મીલાવ્યા પછી અમારી સરકાર મજબૂત બની છે.

  • 30 Jun 2022 04:53 PM (IST)

    અઢી વર્ષમાં મહારાષ્ટ્ર સરકારમાં શું થયું તે બધાએ જોયું

    ફડણવીસે કહ્યું કે, અમે 2019માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી શિવસેના સાથે લડી હતી. અમને મળીને 170 બેઠકો મળી હતી પરંતુ ચૂંટણી પછી શિવસેનાએ એવા લોકો સાથે ગઠબંધન કર્યું કે જેમના વિચારોનો હંમેશા બાલાસાહેબ ઠાકરે વિરોધ કરતા હતા. અમે છેલ્લા અઢી વર્ષમાં જોયું છે કે મહારાષ્ટ્ર સરકારમાં કોઈ વિચાર નહોતો. ચાલુ પ્રોજેક્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા.

  • 30 Jun 2022 04:52 PM (IST)

    શિવસેનાએ અવાજ ઉઠાવ્યો, તેઓએ બળવો કર્યો ન હતો: ફડણવીસ

    દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, શિવસેનાના ધારાસભ્યોએ અવાજ ઉઠાવ્યો. તેઓએ બળવો કર્યો ન હતો. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, એક રીતે આ સરકાર ગેરમાર્ગે દોરાઈ હતી. ભાજપે આવી સરકારનો સતત વિરોધ કર્યો. આ સરકારના કારણે શિવસેનાના ધારાસભ્યોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

  • 30 Jun 2022 04:47 PM (IST)

    અમે એકનાથ શિંદેને સમર્થન આપ્યું : દેવેન્દ્ર ફડણવીસ

    એકનાથ શિંદેના નેતૃત્વમાં એકનાથ શિંદેએ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. અમે તેમને સમર્થન આપ્યું છે. રાજ્યપાલને અમે શિવસેના, ભાજપ અને કેટલાક અપક્ષ ધારાસભ્યોને સમર્થનનો પત્ર આપ્યો છે.

  • 30 Jun 2022 04:46 PM (IST)

    બાલાસાહેબ હંમેશા દાઉદનો વિરોધ કરતા હતા અને તેમના પુત્રએ તેમની સાથે કામ કર્યું હતું

    દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે બાલાસાહેબ હંમેશા દાઉદનો વિરોધ કરતા હતા, જેને તેઓ ટાળતા હતા, તેમના પુત્રએ પણ એ જ કર્યું હતું. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ એ જ લોકો સાથે ગઠબંધન કર્યું.

  • 30 Jun 2022 04:39 PM (IST)

    એકનાથ શિંદે હશે મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન

    રાજ્યપાલને મળ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે પ્રેસ કોન્ફરન્સ કરી. આ પ્રેસ કોન્ફરન્સમાં દેવેન્દ્ર ફડણવીસે મોટી જાહેરાત કરી છે. તેમને કહ્યું એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન બનશે. આજે ફક્ત એકનાથ શિંદે જ શપથ લેશે. આજે સાંજે 7 :30 કલાકે એકનાથ શિંદે શપથ લેશે.

  • 30 Jun 2022 04:28 PM (IST)

    બીજેપી અને શિંદે જૂથના 6-6 ધારાસભ્યોને મંત્રીમંડળમાં મળી શકે છે સ્થાન

    નવી સરકારને લઈને બીજેપી અને શિંદે જૂથ વચ્ચે મંથન ચાલી રહ્યું છે. અત્યાર સુધીની જાણકારી મુજબ બંને પાર્ટીના 6-6 ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે.

  • 30 Jun 2022 04:13 PM (IST)

    દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે રાજભવન પહોંચ્યા

    બીજેપીના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે રાજભવન પહોંચ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દેવેન્દ્ર ફડણવીસ, શિંદે સાથે મળીને સરકાર બનાવવાનો દાવો કરી શકે છે. આ સાથે એવી પણ જાણકારી મળી છે કે ફડણવીસ આજે સાંજે 7 વાગ્યે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે.

  • 30 Jun 2022 03:45 PM (IST)

    આજે મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન પદના શપથ લેવાશે

    આજે સાંજે સાત કલાકે ફડણવીસ મુખ્યપ્રધાન પદના શપથ લેશે અને એકનાથ શિંદે પણ નાયબ મુખ્યપ્રધાન પદના શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ રાજભવનમાં યોજાશે.

  • 30 Jun 2022 03:26 PM (IST)

    ડેપ્યુટી સીએમ શિંદે સાથે સીએમ તરીકે ફડણવીસ સાથે, 12 બળવાખોર ધારાસભ્યો મંત્રી બને તેવી શક્યતા છે

    સૂત્રોએ જણાવ્યું કે ડેપ્યુટી સીએમ તરીકે એકનાથ શિંદે સાથે સીએમ પદ માટે દેવેન્દ્ર ફડણવીસનું નામ નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે શિવસેનાના બળવાખોર કેમ્પના 12 ધારાસભ્યો મંત્રી પદ માટે જાય તેવી શક્યતા છે. ભાજપના નેતા ફડણવીસ અને પાર્ટીના મહારાષ્ટ્ર પ્રભારી સીટી રવિએ બંધ બારણે બેઠક કરી ભવિષ્યની કાર્યવાહી વિશે ચર્ચા કરી.

  • 30 Jun 2022 03:08 PM (IST)

    દેવેન્દ્ર ફડણવીસના ઘરે પહોંચ્યા એકનાથ શિંદે

    શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે થોડા સમય પહેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસના ઘરે પહોંચ્યા હતા. થોડી જ વારમાં ફડણવીસ અને શિંદે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળશે. કહેવામાં આવી રહ્યું છે કે આ સાથે તેઓ સરકાર બનાવવાનો દાવો પણ રજૂ કરશે. આ સાથે જ મહારાષ્ટ્રમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ પણ આવતીકાલે યોજાઈ શકે છે.

  • 30 Jun 2022 03:02 PM (IST)

    દેવેન્દ્ર ફડણવીસને મળ્યા પહેલા છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક જશે એકનાથ શિંદે

    શિવસેનાના બળવાખોર ધારાસભ્ય જૂથના નેતા એકનાથ શિંદે, ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને મળ્યા પહેલા શિવાજી મહારાજના આશીર્વાદ લેવા માટે છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક જશે.

  • 30 Jun 2022 03:01 PM (IST)

    મુંબઈ એરપોર્ટની બહાર એકનાથ શિંદેના સમર્થકો ભીડ

    મુંબઈ એરપોર્ટની બહાર એકનાથ શિંદેના સમર્થકો ભીડ એકઠી થઈ છે.

  • 30 Jun 2022 02:40 PM (IST)

    ઉદ્ધવ ઠાકરેના ઘરે પહોંચ્યા કોંગ્રેસના નેતા

    ઉદ્ધવ ઠાકરેના ઘર 'માતોશ્રી' પર કોંગ્રેસના ઘણા નેતાઓ ભેગા થયા છે. ઠાકરેને મળવા માટે પૃથ્વીરાજ ચવ્હાણ, યશોમતી ઠાકુર, નાના પટોલે, બાળાસાહેબ થોરાટ અને જીશાન સિદ્દીકી પણ ત્યાં હાજર છે. જ્યારે શિવસેનાના સુભાષ દેસાઈ અને ચંદ્રકાંત ખૈરે પણ છે.

  • 30 Jun 2022 02:32 PM (IST)

    વિપક્ષને સહન નથી કરતી ભાજપ: CM ભૂપેશ બઘેલ

    મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ પર છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે રાયપુરમાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટી વિપક્ષને સહન કરી શકતી છે. સામ-દામ, દંડ-ભેદ દ્વારા સરકારને પછાડવામાં તેઓ (ભાજપ) લાગ્યા હતા અને તેમાં તેમને સફળતા પણ મળી હતી. મને લાગે છે કે આ લોકશાહી માટે યોગ્ય નથી.

  • 30 Jun 2022 02:19 PM (IST)

    એકનાથ શિંદે મુંબઈ પહોંચ્યા

    એકનાથ શિંદે ગોવાથી મુંબઈ પહોંચી ગયા છે. એરપોર્ટ પર કડક સુવિધા છે. બળવાખોર નેતા એકનાથ શિંદેને Z કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. મુંબઈ એરપોર્ટ પર મોટી સંખ્યામાં શિંદે સમર્થકો ત્યાં પહોંચી ગયા છે.

  • 30 Jun 2022 02:15 PM (IST)

    એકનાથ શિંદેને Z કેટેગરીની મળી સુરક્ષા

    મુંબઈ પહોંચતા પહેલા બળવાખોર નેતા એકનાથ શિંદેને Z કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. મુંબઈ એરપોર્ટ પહોંચતા પહેલા મોટી સંખ્યામાં શિંદે સમર્થકો ત્યાં પહોંચી ગયા છે. એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. શિંદે મુંબઈ આવીને 3 વાગ્યે રાજ્યપાલ કોશ્યારીને મળશે. તે પહેલા તેઓ ફડણવીસને મળી શકે છે.

  • 30 Jun 2022 01:33 PM (IST)

    Maharashtra Government Formation LIVE: શિંદે જુથના પ્રવક્તા દીપક કેસરકરનો દાવો, અસલી શિવસેના અમે છીએ

    Maharashtra Government Formation LIVE: શિંદે જૂથના પ્રવક્તા દીપક કેસરકરએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, અમે જ અસલી શિવસેના છીએ. અમારા ધારાસભ્યોને કોઇ જ ભ્રમ નથી.

  • 30 Jun 2022 01:01 PM (IST)

    Maharashtra Government Formation LIVE: એકનાથ શિંદે ગોવાથી મુંબઇ જવા રવાના

    Maharashtra Government Formation LIVE: એકનાથ શિંદે  49 ધારાસભ્યોનો સમર્થન પત્ર લઇ ગોવાથી મુંબઇ જવા રવાના થયા છે. શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ કહ્યું કે, ધારાસભ્ય હજુ ગોવામાં છે પરંતુ હું આજે મુંબઈ જઈ રહ્યો છું.

  • 30 Jun 2022 12:00 PM (IST)

    Maharashtra Government Formation LIVE: 'હિંદુત્વના નામે પહેલીવાર સરકાર પડી', ઉદ્ધવના રાજીનામા પર નરોત્તમ મિશ્રાનો ટોણો

    Maharashtra Government Formation LIVE: એમપીના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ ઉદ્ધવના રાજીનામા પર ટોણો માર્યો છે. તેમણે કહ્યું કે હનુમાન ચાલીસાની અસર એ છે કે 40 દિવસમાં સરકારના 40 ધારાસભ્યો ગયા છે. હિંદુત્વના નામે સરકાર પડી હોય તેવી આ પહેલી ઘટના છે. તેમણે કહ્યું કે કોંગ્રેસની સાથે જે પણ થશે તે સ્પષ્ટ થશે.

  • 30 Jun 2022 11:20 AM (IST)

    Maharashtra Government Formation LIVE: મંત્રીઓની યાદી અને તેના વિશેની અફવાઓ પર વિશ્વાસ ન કરો: એકનાથ શિંદે

    Maharashtra Government Formation LIVE:   કોને અને કેટલા મંત્રીપદ મળશે તે અંગે ભાજપ સાથે કોઈ ચર્ચા થઈ નથી, તે ટૂંક સમયમાં થશે. ત્યાં સુધી, કૃપા કરીને મંત્રીઓની યાદીઓ અને તેના વિશેની અફવાઓ પર વિશ્વાસ ન કરો: શિવસેના નેતા એકનાથ શિંદે

  • 30 Jun 2022 11:16 AM (IST)

    Maharashtra Government Formation LIVE: વિશ્વાસ મત માટે અમારા તમામ ધારાસભ્યો હાજર હતા: કોંગ્રેસ નેતા બાલાસાહેબ થોરાટે

    Maharashtra Government Formation LIVE:  મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા બાલાસાહેબ થોરાટે નિવેદન આપ્યુ કે આજે વિશ્વાસ મત માટે અમારા તમામ ધારાસભ્યો હાજર હતા, પરંતુ હવે આગામી રણનીતિ પર આજની બેઠકમાં (મહારાષ્ટ્ર વિધાન ભવનમાં) ચર્ચા કરવામાં આવશે. ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર કરવાને લઈને કોંગ્રેસમાં કોઈ વિવાદ નથી.

  • 30 Jun 2022 10:42 AM (IST)

    Maharashtra Government Formation LIVE: શિવસેના સત્તા માટે નથી જન્મતી, સત્તા શિવસેના માટે જન્મે છે: સંજય રાઉત

    Maharashtra Government Formation LIVE: શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યુ કે,  શિવસેના સત્તા માટે નથી જન્મતી, સત્તા શિવસેના માટે જન્મે છે. આ હંમેશા બાળાસાહેબ ઠાકરેનો મંત્ર રહ્યો છે. અમે કામ કરીશું અને ફરી એકવાર પોતાના દમ પર સત્તામાં આવીશું.

  • 30 Jun 2022 10:33 AM (IST)

    Maharashtra Government Formation LIVE: ચુકાદો આવ્યો તે પછી તેમના માટે આ પદ પર ચાલુ રહેવું યોગ્ય નથી: સંજય રાઉત

    Maharashtra Government Formation LIVE: શિવસેનાના નેતા સંજય રાઉતે એમ પણ જણાવ્યુ કે, પાર્ટીના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગઈકાલે રાત્રે રાજીનામું આપી દીધું હતું. સુપ્રીમ કોર્ટમાંથી જે પ્રકારનો ચુકાદો આવ્યો તે પછી તેમના માટે આ પદ પર ચાલુ રહેવું યોગ્ય નથી. તેઓ ખૂબ જ નૈતિક નેતા છે.

  • 30 Jun 2022 10:30 AM (IST)

    Maharashtra Government Formation LIVE: દરેકને ઉદ્ધવ ઠાકરેમાં વિશ્વાસ છે. દરેક જાતિ અને ધર્મના લોકો તેને સમર્થન આપે છે: સંજય રાઉત

    Maharashtra Government Formation LIVE: શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યુ કે, જ્યારે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું ત્યારે અમે ભાવુક થઈ ગયા. દરેકને ઉદ્ધવ ઠાકરેમાં વિશ્વાસ છે. દરેક જાતિ અને ધર્મના લોકો તેને સમર્થન આપે છે. સોનિયા ગાંધી અને શરદ પવારને તેમનામાં વિશ્વાસ છે.

  • 30 Jun 2022 09:33 AM (IST)

    Maharashtra Government Formation LIVE: ''એકનાથ શિંદે મહારાષ્ટ્ર જતા પહેલા ગોવામાં રહેતા ધારાસભ્યોને સંબોધશે''

    Maharashtra Government Formation LIVE:  શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે મુંબઈ, મહારાષ્ટ્ર જતા પહેલા યોજાનારી બેઠકમાં ગોવામાં રહેતા ધારાસભ્યોને સંબોધશે, જેની માહિતી એકનાથ શિંદે કેમ્પના પ્રવક્તા દીપક કેસરકરે આપી છે.

  • 30 Jun 2022 08:22 AM (IST)

    Maharashtra Government Formation LIVE: ઉદ્ધવ ઠાકરેના રાજીનામા પર સંજય રાઉતની પ્રતિક્રિયા

    Maharashtra Government Formation LIVE: ઉદ્ધવ ઠાકરેના રાજીનામા પર રાજકીય વર્તુળોમાંથી તેમના ચાહકોની પ્રતિક્રિયાઓ સામે આવવા લાગી છે. શિવસેનાના નેતા સંજય રાઉતે ટ્વીટ કર્યું કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ખૂબ જ નમ્રતાપૂર્વક રાજીનામું આપ્યું છે. અમે એક સંવેદનશીલ, શિષ્ટ મુખ્યમંત્રી ગુમાવ્યા છે. ઈતિહાસ દર્શાવે છે કે છેતરપિંડીનો અંત સારી રીતે થતો નથી. ઠાકરે જીત્યા. આ શિવસેનાની શાનદાર જીતની શરૂઆત છે. તેઓ લાકડીઓ ખાશે, જેલમાં જશે, પરંતુ શિવસેનાની ધગધગતી જ્યોતને સળગતી રાખશે.

  • 30 Jun 2022 07:11 AM (IST)

    Maharashtra Government Formation LIVE: દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે આજે બેઠક કરી શકે છે

    Maharashtra Government Formation LIVE: ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ ભાજપના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું કે પાર્ટીના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને બળવાખોર શિવસેના નેતા એકનાથ શિંદે હવે આગળની રણનીતિ નક્કી કરશે. રાજ્ય બીજેપી યુનિટે તેના તમામ ધારાસભ્યોને મુંબઈમાં ભેગા થવા માટે કહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે ભાજપના કાર્યકરોએ જીતતી વખતે સંયમ રાખવો જોઈએ. તે જ સમયે, દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, "હું કાલે (એટલે ​​કે આજે) ખાતરીપૂર્વક પાર્ટીનું સ્ટેન્ડ જણાવીશ." સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી રાઉન્ડની બેઠક ફડણવીસના સત્તાવાર નિવાસસ્થાને યોજાઈ શકે છે.

  • 30 Jun 2022 06:57 AM (IST)

    Maharashtra Government Formation LIVE: સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે ભાજપ

    Maharashtra Government Formation LIVE:  ભાજપ આજે સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. મહારાષ્ટ્રમાં  1 જુલાઇએ શપથગ્રહણ સમારોહ યોજાઇ શકે છે. મહારાષ્ટ્રમાં બે ચરણમાં શપથગ્રહણ સમારોહ થવાની શક્યતા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 1 જુલાઇએ દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી પદના શપથ લઇ શકે છે.

  • 30 Jun 2022 06:50 AM (IST)

    Maharashtra Government Formation LIVE: રાજીનામા બાદ ઉદ્ધવ ઠાકરેએ મંદિરમાં પૂજા કરી હતી

    Maharashtra Government Formation LIVE: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી રાજીનામું રાજ્યપાલને સુપરત કર્યા બાદ ઉદ્ધવ ઠાકરે તેમના પુત્ર આદિત્ય ઠાકરે સાથે મંદિરમાં પૂજા કરી હતી.

Published On - Jun 30,2022 6:45 AM

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">