મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા અનિલ દેશમુખની ED કસ્ટડીનો આજે અંતિમ દિવસ, શું દેશમુખને મળશે રાહત ?
અનિલ દેશમુખની સંબંધિત કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવે તે પહેલા મુંબઈની જે.જે. હોસ્પિટલમાં દેશમુખનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યુ છે.
Money Laundering Case : મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખને (Anil Deshmukh) મની લોન્ડરિંગ કેસમાં 6 નવેમ્બર સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ-EDની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. આજે અનિલ દેશમુખની ED કસ્ટડી પૂરી થઈ રહી છે. આવ સ્થિતિમાં તમામની નજર તેના પર છે કે દેશમુખને જામીન મળે છે કે પછી કસ્ટડીનો સમયગાળો લંબાશે ?
કોર્ટની સુનાવણી શરૂ થાય તે પહેલા અનિલ દેશમુખને મુંબઈની જે.જે. હોસ્પિટલમાં (J.J Hospital) મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અનિલ દેશમુખ સોમવારે EDની ઓફિસમાં હાજર થયા હતા. 12 કલાકની પૂછપરછ બાદ ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, મુંબઈની વિશેષ અદાલતે તેને 6 નવેમ્બર સુધી ED કસ્ટડીમાં રાખવા આદેશ કર્યો હતો. ત્યારબાદ EDએ અનિલ દેશમુખના પુત્ર ઋષિકેશ દેશમુખને સમન્સ મોકલીને 5 નવેમ્બર ના રોજ પૂછપરછ માટે હાજર થવાનો આદેશ આપ્યો હતો. જો કે સમન્સ મોકલવા છતા ઋષિકેશ ED ઓફિસમાં હાજર થયો નહોતો.
પરમબીર સિંહ પાસે અનિલ દેશમુખ વિરુદ્ધ કોઈ પૂરાવા નથી
મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ (Parambir Singh) જેમણે અનિલ દેશમુખ પર 100 કરોડની ઉચાપત કરવાનો આરોપ મૂક્યો છે, તેણે આ બાબતની તપાસ કરતા ચાંદીવાલ કમિશનને એફિડેવિટ મોકલી છે કે તેમની પાસે અનિલ દેશમુખ વિરુદ્ધ કોઈ વધુ પુરાવા નથી. આ મામલાની તપાસ માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા પૂર્વ ન્યાયાધીશ કૈલાશ ઉત્તમચંદ ચાંદીવાલના નેતૃત્વમાં એક તપાસ પંચની રચના કરવામાં આવી છે.
અનિલ દેશમુખના પુત્ર ઋષિકેશ દેશમુખને EDએ સમન્સ પાઠવ્યું હતું
EDએ અનિલ દેશમુખના પુત્ર ઋષિકેશ દેશમુખને સમન્સ મોકલીને 5 નવેમ્બરના રોજ મુંબઈ ઓફિસમાં પૂછપરછ માટે હાજર થવા જણાવ્યુ હતુ. છતા પણ ઋષિકેશ દેશમુખ ગુરુવારે ED સમક્ષ હાજર થયો ન હતો. પુછપરછમાં સાથ આપવાને બદલે તે ધરપકડ પહેલા જામીન મેળવવા પ્રયાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો: આ તો માત્ર શરૂઆત છે હજુ ઘણુ બધુ થશે, સમીરને આર્યન ખાન ડ્રગ્સ કેસમાંથી હટાવાતા બોલ્યા નવાબ મલિક