Maharashtra: મુંબઈના ઘાટકોપરમાં એક ગોડાઉનમાં લાગી આગ, ફાયરવિભાગની 8 ગાડી ઘટના સ્થળે પહોંચી

ઘટનાસ્થળ પર હાલમાં ફાયર વિભાગની 8 ગાડીઓ પહોંચી ગઈ છે અને ફાયર વિભાગના કર્મચારીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

Maharashtra: મુંબઈના ઘાટકોપરમાં એક ગોડાઉનમાં લાગી આગ, ફાયરવિભાગની 8 ગાડી ઘટના સ્થળે પહોંચી
મુંબઈના ઘાટકોપરમાં એક ગોડાઉનમાં લાગી આગ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 12:08 PM

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ (Mumbai)ના ઘાટકોપર (Ghatkopar) વિસ્તારમાં એક ગોડાઉનમાં આગ (Fire) લાગવાના સમાચાર સામે આવ્યા છે. ઘટનાસ્થળ પર હાલમાં ફાયર વિભાગની 8 ગાડીઓ પહોંચી ગઈ છે અને ફાયર વિભાગના કર્મચારીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

આગ એટલી ભયાનક હતી કે આસપાસના વિસ્તારમાં ધુમાડો જોવા મળ્યો હતો. આ ઘટના સોમવારે સવારની છે. જે ગોડાઉનમાં આગ લાગી છે, તે ઘાટકોપર વિસ્તારમાં આવેલુ છે. ત્યારે ફાયરવિભાગના કર્મીચારી દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ ઘટનામાં હાલમાં કોઈ પ્રકારની કોઈ જાનહાનિના સમાચાર નથી.

વિલે પાર્લે વિસ્તારની ત્રણ માળની બિલ્ડિંગમાં લાગી આગ

મુંબઈના વિલે પાર્લે વિસ્તારની એક ત્રણ માળની બિલ્ડિંગમાં પણ હાલમાં બિલ્ડિંગના પ્રથમ માળ પર ભીષણ આગ લાગી હતી. તેની વચ્ચે મુંબઈના પવઈમાં એક કાર શોરૂમના ગેરેજમાં આગની ઘટના બની હતી. ઘટનામાં કોઈ પણ પ્રકારી કોઈ જાનહાનિ થઈ નહતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે પવઈના સાકી વિહાર રોડ સ્થિત સાઈ ઓટો હોન્ડાઈ શોરૂમના ગેરેજમાં સવારે આગ લાગી હતી. ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે ફાયર વિભાગની 5 ગાડીઓ, પાણીના ટેન્કર અને ફાયર વિભાગના કર્મચારીઓને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા.

પાર્કિગમાં ઉભી રહેલી 40થી 45 BMW ગાડી બળીને ખાક

ડિસેમ્બર મહિનામાં નવી મુંબઈના તુર્ભે વિસ્તારના MIDCમાં આગ લાગી હતી. જેમાં પાર્કિગમાં મુકેલી 40થી 45 BMW ગાડી બળીને ખાક થઈ ગઈ હતી. BMW કારના શો રૂમમાં લાગેલી આ આગની માહિતી મળતા જ ફાયર વિભાગની ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી પણ આગ એટલી ભયાનક હતી કે તેની પર કાબુ મેળવવા માટે 6-7 કલાક લાગ્યા હતા. 10 જેટલા ફાયર એન્જિનની મદદથી આગ પર કાબૂ મેળવી શકાયો હતો પણ પાર્કિગમાં મુકેલી BMW ગાડીઓ બળીને ખાક થઈ ગઈ.

આ પણ વાંચો: UP Assembly Election: કેશવ પ્રસાદ મૌર્યની અખિલેશ યાદવને સલાહ, કહ્યું કે 2027ની તૈયારીમા લાગો, આ વખતે કઈ હાથમાં નહી આવે

આ પણ વાંચો: Karnataka : કર્ણાટકના બેલાગવી જિલ્લામાં ખ્રિસ્તી પરિવાર પર અસામાજીક તત્વોનો હુમલો,પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">