AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajit Pawar Plane Crash : બારામતીમાં DyCM અજિત પવારના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરાયા

28 જાન્યુઆરી 2026ની વહેલી સવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ થયું હતુ. આ અકસ્માતમાં અજિત પવાર, વિમાનમાં સવાર તમામ પાંચ લોકો સાથે મૃત્યુ પામ્યા હતા. આજે અજિત પવારને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.

Ajit Pawar Plane Crash : બારામતીમાં DyCM અજિત પવારના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરાયા
| Updated on: Jan 29, 2026 | 1:30 PM
Share

મહારાષ્ટ્રના બારામતીમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા બાદ આજે અજિત પવારના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. બારામતીમાં ક્રેશ થયેલા વિમાનમાં સવાર તમામ પાંચ લોકોના મોત થયા હતા, જેમાં અજિત પવાર, તેમના અંગત સુરક્ષા અધિકારી, એક સહાયક અને બે ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર સરકારે ત્રણ દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે.

પાંચ વખત મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા

એનસીપી નેતા અજિત પવાર પંચતત્વમાં વિલન થયા છે.અજિત પવારના દીકરા પાર્થ પવાર અને જય પવારે પોતાના પિતાને મુખાગ્ની આપી હતી.તમને જણાવી દઈએ કે,મહારાષ્ટ્રની રાજનીતિના દિગ્ગજ અજિત પવાર છેલ્લા 13 વર્ષમાં પાંચ વખત મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તે મહારાષ્ટ્રના સૌથી લાંબા સમય સુધી નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.

અજિત અનંતરાવ પવારનો જન્મ 22 જુલાઈ 1959ના રોજ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં થયો હતો. તે એનસીપી પ્રમુખ શરદ પવારનો મોટો ભાઈ અનંતરાવ પવારનો દીકરો છે. અજિત પવારે રાજકીય સફરની શરુઆત 1982માં માત્ર 20 વર્ષની ઉંમરે કરી હતી. તેમણે સૌથી પહેલા એક ખાંડની સહકારી સંસ્થાની ચૂંટણી લડી હતી.

પ્લેનમાં કુલ 6 લોકો સવાર હતા

મહારાષ્ટ્રના DyCM અને NCPના વડા અજિત પવારનું 28 જાન્યુઆરીના રોજ નિધન થયું છે, પ્લેનમાં કુલ 6 લોકો સવાર હતા. લો વિઝિબિલિટીના કારણે આ ઘટના બની છે. જ્યાં આ અકસ્માત સર્જાયો છે. તે દુર્ઘટના સ્થળે મોટી સંખ્યામાં આસપાસના લોકો પહોંચ્યા હતા. અજિત પવાર આજે સવારે મુંબઈ થી બારામતી માટે વિમાન દ્વારા રવાના થયા હતા. બારામતી જિલ્લા પરિષદની ચૂંટણી માટે પ્રચાર સભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું હતું.આ એક પ્રાઈવેડટ કંપનીનું વિમાન હતું. ચાર્ટર્ડ વિમાન બારામતી એરપોર્ટ પર ઉતરતી વખતે ક્રેશ થયું હતું.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ થયું,જુઓ પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">