મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે CM ઠાકરેએ બોલાવી સર્વપક્ષીય બેઠક, લાઉડસ્પીકરના મુદ્દે થશે ચર્ચા

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ગરમાવા વચ્ચે આજે સર્વપક્ષીય બેઠક પણ બોલાવવામાં આવી છે. દરમિયાન ભાજપનું એક પ્રતિનિધિમંડળ દિલ્લીમાં ગૃહ સચિવને મળવાનું છે.

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે CM ઠાકરેએ બોલાવી સર્વપક્ષીય બેઠક, લાઉડસ્પીકરના મુદ્દે થશે ચર્ચા
Maharashtra Chief Minister Uddhav Thackeray ( file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2022 | 8:19 AM

મહારાષ્ટ્રમાં (Maharashtra) હાલના દિવસોમાં લાઉડસ્પીકર અને હનુમાન ચાલીસાને લઈને રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે. વિપક્ષ સતત સરકાર પર પ્રહારો કરી રહ્યો છે. દરમિયાન, આજે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ (Chief Minister Uddhav Thackeray) સર્વપક્ષીય બેઠક બોલાવી છે. જેમાં મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકરના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. અહેવાલ છે કે અહીં ભાજપ રાણા દંપતીની ધરપકડનો મુદ્દો પણ ઉઠાવશે. સાંસદ નવનીત રાણા (MP Navneet Rana) અને તેમના પતિ ધારાસભ્ય રવિ રાણાની (MLA Ravi Rana) ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ બંનેને 14 દિવસ માટે જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. બંનેના જામીનની સુનાવણી હવે 29 એપ્રિલે થશે.

બીજેપીનું પ્રતિનિધિમંડળ દિલ્હી પહોંચ્યું

નવનીત રાણા અને રવિ રાણા પર ધાર્મિક લાગણી ભડકાવવાનો આરોપ લગાવીને નવનીત રાણાને ભાયખલા જેલમાં અને રવિ રાણાને તળોજા જેલમાં રાખવામાં આવ્યા છે. રાણા દંપતી વિરુદ્ધ 23 એપ્રિલે FIR દાખલ કરવામાં આવી હતી. તેમના પર આરોપ છે કે નવનીતના સમર્થકોએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ઘરની બહાર હંગામો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલે હવે ભાજપ ખુલ્લેઆમ મેદાનમાં આવી ગયું છે. આજે મુંબઈ ભાજપનું એક પ્રતિનિધિમંડળ દિલ્હી પહોંચશે અને નોર્થ બ્લોકમાં ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાને મળશે.

કિરીટ સૌમ્યા પર હુમલો થયો હતો

ભાજપનું આ પ્રતિનિધિમંડળ ગૃહ સચિવને મળશે અને ભાજપના નેતા કિરીટ સોમૈયા પર પોલીસ સ્ટેશનની બહાર કરાયેલા હુમલાનો મુદ્દો ઉઠાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે કિરીટ સોમૈયા જ્યારે રાણા દંપતીને મળવા પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. કિરીટ સોમૈયાએ આરોપ લગાવ્યો હતો કે શિવસૈનિકોએ તેમના પર આ જીવલેણ હુમલો કર્યો હતો. સોમૈયાએ દાવો કર્યો, ‘મારા પર હુમલો ઉદ્ધવ ઠાકરે સરકાર દ્વારા પ્રાયોજિત હતો. હું જ્યારે પોલીસ સ્ટેશન ગયો હતો ત્યારે લગભગ 70-80 શિવસેના કાર્યકરો ખાર પોલીસ સ્ટેશનના પ્રવેશદ્વાર પર એકઠા થયા હતા. મેં પોલીસને જાણ કરી હતી કે શિવસેનાના ગુંડાઓ મારા પર હુમલો કરી શકે છે અને પછી પણ એવું જ થયું. જો કે પોલીસે હુમલાખોરોને કશુ કર્યુ નહોતુ તેમ પણ તેમણે જણાવ્યુ હતું.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

આ પણ વાંચોઃ

લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ કાર્યક્રમમાં CM ઠાકરેની બાદબાકી, લોકોએ મહારાષ્ટ્રનું અપમાન ગણાવ્યું

આ પણ વાંચોઃ

આર્થર રોડ જેલ હાઉસફુલ, નવનીત રાણાના MLA પતિ રવિ રાણાને તળોજા જેલમાં ખસેડાયા

g clip-path="url(#clip0_868_265)">