આર્થર રોડ જેલ હાઉસફુલ, નવનીત રાણાના MLA પતિ રવિ રાણાને તળોજા જેલમાં ખસેડાયા
Hanuman Chalisa row મુંબઈ પોલીસે શનિવારે સાંજે મહારાષ્ટ્રના અમરાવતીથી અપક્ષ સંસદ સભ્ય નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણા કે જેઓ, મહારાષ્ટ્રની બડનેરા બેઠકના ધારાસભ્ય છે તેમની "વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટ ઉભી કરવાના આરોપમાં" ધરપકડ કરી હતી.
મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા વિવાદ (Hanuman Chalisa row) બાદ ધરપકડ કરાયેલ અપક્ષ ધારાસભ્ય રવિ રાણા (MLA Ravi Rana) અને તેમની પત્ની સાંસદ નવનીત રાણાને (MP Navneet Rana) રવિવારે કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. બંને નેતાઓને અલગ-અલગ જેલમાં રાખવામાં આવ્યા છે. નવનીત રાણાને ભાયખલા મહિલા જેલમાં રાખવામાં આવ્યા છે. જ્યારે તેના પતિ રવિ રાણાને આર્થર રોડ જેલમાં રાખવાના હતા, પરંતુ ત્યાં કેદીઓની વધુ સંખ્યાને કારણે રવિ રાણાને નવી મુંબઈની તળોજા જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.
મુંબઈ પોલીસે શનિવારે સાંજે મહારાષ્ટ્રના અમરાવતીથી અપક્ષ સંસદ સભ્ય નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણા કે જેઓ, મહારાષ્ટ્રની બડનેરા બેઠકના ધારાસભ્ય છે તેમની “વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટ ઉભી કરવાના આરોપમાં” ધરપકડ કરી હતી. ધરપકડ પૂર્વે, રાણા દંપતીએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના ખાનગી નિવાસસ્થાન માતોશ્રીની બહાર હનુમાન ચાલીસા વાંચવાની જાહેરાત કરી હતી. જો કે પછીથી તેમણે આ કાર્યક્રમ રદ કર્યો હતો.
Hanuman Chalisa row | Due to overcrowding at Arthur Road jail, Badnera MLA Ravi Rana shifted to Taloja Jail in Navi Mumbai, says an official of Arthur Road jail pic.twitter.com/2LEOC30oi8
— ANI (@ANI) April 24, 2022
અધિકારીઓએ જણાવ્યું હતું કે, બંને સામે ભારતીય દંડ સંહિતાની કલમ 153 (a) અને 353 અને મુંબઈ પોલીસ અધિનિયમની કલમ 135 (પોલીસ પ્રતિબંધક આદેશોનું ઉલ્લંઘન) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. બંનેને રવિવારે બાંદ્રાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા, એમ સરકારી વકીલ પ્રદીપ ઘરતે જણાવ્યું હતું.
“તેમની સામે IPCની કલમ 124-A (રાજદ્રોહ) હેઠળ પણ આરોપો છે કારણ કે તેણે સરકારી તંત્રને પડકાર ફેંક્યો હતો અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ ટિપ્પણીઓ કરી હતી,” ઘરતે વધુમાં જણાવ્યું હતું કે કોર્ટ રાણા દંપતીની જામીન અરજી પર 29 એપ્રિલે સુનાવણી કરશે. રાણા દંપતી તરફથી હાજર રહેલા એડવોકેટ રિઝવાન મર્ચન્ટે કહ્યું, “ખાર પોલીસ સ્ટેશનમાં બંને વિરુદ્ધ બે અલગ-અલગ FIR નોંધવામાં આવી છે. તમામ આરોપો પાયાવિહોણા છે અને અમે જામીન માટે અરજી કરીશું.
આ પણ વાંચોઃ
PM મોદીને પ્રથમ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ મળ્યો, આ સન્માન દેશના લોકોને સમર્પિત કર્યું
આ પણ વાંચોઃ