AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: છત્રપતિ શિવાજી મહારાજના વંશજ સંભાજી રાજેના આજથી આમરણાંત ઉપવાસ, મરાઠા આરક્ષણની માગ સાથે હજારો યુવાનો પહોંચી રહ્યા છે મુંબઈ

ઉપવાસ શરૂ કરતા સંભાજી રાજેએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, 'સરકારે કહ્યું હતું કે 15 દિવસની અંદર તે મરાઠા આરક્ષણ સંબંધિત 7 માંગણીઓ સ્વીકારશે. પરંતુ 2 મહિના પછી પણ તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

Maharashtra: છત્રપતિ શિવાજી મહારાજના વંશજ સંભાજી રાજેના આજથી આમરણાંત ઉપવાસ, મરાઠા આરક્ષણની માગ સાથે હજારો યુવાનો પહોંચી રહ્યા છે મુંબઈ
Sambhaji Raje (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 6:03 PM
Share

છત્રપતિ શિવાજી મહારાજના વંશજ (Chhatrapati shivaji maharaj) અને ભાજપના સાંસદ સંભાજી રાજેએ આજથી (26 ફેબ્રુઆરી, શનિવાર) ઉપવાસ શરૂ કર્યા છે. મરાઠા અનામતની માગને લઈને સંભાજી રાજેએ મુંબઈના આઝાદ મેદાનમાં ઉપવાસ શરૂ કર્યા છે. સંભાજી રાજેને સમર્થન આપવા સમગ્ર મહારાષ્ટ્રમાંથી હજારો યુવાનો મુંબઈના આઝાદ મેદાનમાં પહોંચી રહ્યા છે. સંભાજી રાજેએ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહા વિકાસ આઘાડી સરકાર પર આરોપ લગાવ્યો છે કે તે મરાઠા આરક્ષણના મુદ્દે ગંભીર નથી. આથી વ્યાકુળ થઈને તેઓને ભૂખ હડતાળ પર જવાની ફરજ પડી છે. ઉપવાસ પર બેઠેલા સંભાજી રાજએ કહ્યું કે મરાઠા આરક્ષણ ક્યારે મળશે તે કહી શકાય નહીં. તેમાં સમય પણ લાગી શકે છે. પરંતુ આ મુદ્દે કામ આગળ ધપાવવા અમે સાત માંગણીઓ કરી હતી. તેમાંથી એક પણ માંગણી સંતોષાઈ નથી.

ઉપવાસ શરૂ કરતા સંભાજી રાજેએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, ‘સરકારે કહ્યું હતું કે 15 દિવસની અંદર તે આ માંગણીઓ સ્વીકારશે. પરંતુ આજદિન સુધી આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ પછી રાયગઢ અને નાંદેડમાં આંદોલનો કરવામાં આવ્યા હતા. પરંતુ સરકાર પર તેની કોઈ અસર થઈ નથી. સરકાર દ્વારા આ મુદ્દાની સતત ઉપેક્ષાને કારણે હવે મુંબઈ આવીને ઉપવાસ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી.

7 માંગણીઓ 15 દિવસમાં પુરી કરવાની ખાતરી, 2 મહિનામાં એક પણ માગ પુરી થઈ નથી

સંભાજી રાજેએ કહ્યું, ‘મરાઠા સમાજને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) હોવાના આધારે આરક્ષણ આપવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં સુપ્રીમ કોર્ટે તેને રદ કરી દીધું હતું. કોર્ટે મરાઠા સમાજને પછાત ગણવાનો ઇનકાર કર્યો હતો. આ પછી, મેં ફરીથી આ મુદ્દે અનામતની માંગ માટે યોગ્ય તૈયારીઓ શરૂ કરી. કેન્દ્ર અને રાજ્ય સરકારને તેમની જવાબદારી નિભાવવા અને અવરોધો દૂર કરવા અપીલ કરી હતી. રિવ્યુ પિટિશન દાખલ કરવાની જવાબદારી રાજ્યની છે. આરક્ષણ લાંબા સમયથી ચાલતો મુદ્દો છે. આ માટે કેટલો સમય લાગશે તે હું કહી શકતો નથી. હું વકીલ નથી. હું આંદોલન કરી શકું છું.

પોતાના વચનથી ફરી ગઈ મહારાષ્ટ્ર સરકાર, તેથી અનશન પર બેઠો

આગળ સંભાજી રાજેએ કહ્યું, ‘અમે કોલ્હાપુરમાં મૌન મોરચો કાઢ્યો હતો. આ આંદોલનમાં હજારો લોકો જોડાયા હતા. આ પછી સરકારે અમને બોલાવ્યા. આ બેઠકમાં મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓ બેઠા હતા. ત્યારે મેં મરાઠા આરક્ષણની તૈયારીઓને લગતી છ-સાત માંગણીઓ મૂકી. સરકારે તે માંગણીઓ 15 દિવસમાં સ્વીકારવાની વાત કરી હતી. મેં કહ્યું કે તમે બે મહિના લો, પણ કામ પૂરું કરો, બે મહિના થઈ ગયા કે એક પણ માગણી પૂરી થઈ નથી.

આ પછી પોતાની વાતને આગળ વધારતા સંભાજી રાજેએ કહ્યું કે, ‘આ પછી અમે નાંદેડમાં આંદોલન કર્યું, રાયગઢમાં આંદોલન કર્યું. પરંતુ સરકાર પર તેની કોઈ અસર થઈ નથી. આવી સ્થિતિમાં હવે મારી પાસે ઉપવાસ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. રાજ્ય સરકાર આ મુદ્દાને હળવાશથી ન લે તે માટે મેં આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. મેં 17 જૂને જે માંગણીઓ કરી હતી, તે જ માંગણીઓ હજુ પણ યથાવત છે.

આ પણ વાંચો :  Mumbai School: મુંબઈમાં 2 માર્ચથી શાળાઓ સંપૂર્ણ ક્ષમતાથી શરૂ થશે, BMCએ પરિપત્ર બહાર પાડ્યો

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">