AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવનગરના લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 11 થયો, વધુ બે લોકોના સારવાર દરમિયાન થયા મોત- Video

ભાવનગરના ચકચારી લઠ્ઠાકાંડમાં રોજે રોજ મૃત્યુ આંક વધી રહ્યો છે. 18 ઓગસ્ટની રાત્રે સામે આવેલી આ ઘટનામાં અત્યાર સુધીમાં મૃત્યુ આંક વધીને 11 થયો છે. આજના દિવસમાં વધુ બે લોકોના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા છે.

ભાવનગરના લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 11 થયો, વધુ બે લોકોના સારવાર દરમિયાન થયા મોત- Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2026 | 8:30 PM
Share

ભાવનગરમાંથી સામે આવેલા સમગ્ર ગુજરાતને હચમચાવી દેનારા લઠ્ઠાકાંડે અત્યાર સુધીમાં 11 લોકોનો ભોગ લીધો છે અને હજુ પણ 5થી 6 લોકોની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે. 18 ઓગસ્ટની રાત્રે ઘોઘા તાલુકાના ખરકડી ગામમાં કેટલાક મિત્રોએ દારુ પાર્ટી કરી હતી. જેમા રોયલ સ્ટેગના નામે નક્લી દારૂનું સેવન કર્યુ હતુ. જે બાદ પાર્ટી કરનારા યુવકોની તબિયત લથડવા લાગી હતી. શરૂઆતમાં આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયુ હતુ. પરંતુ એક બાદ એક મિત્રોની તબિયત લથડવા લાગી અને આજે આ લઠ્ઠાકાંડ 11 લોકોને ભરખી ગયો છે.

ભાવનગરના ઘોઘા તાલુકાના ખરકડી ગામમાં 18 ઓગસ્ટની રાત્રે કેટલાક મિત્રોએ દારુ પાર્ટી કરી હતી. જેમા રોયલ સ્ટેગના નામે નક્લી દારુનું સેવન કર્યુ હતુ. જે બાદ પાર્ટી કરનારા યુવકોની તબિયત લથડવા લાગી હતી. શરૂઆતમાં આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયુ હતુ. ત્યારે પોલીસના ધ્યાને આ વાત આવી હતી પરંતુ કોંગ્રેસનો આરોપ છે કે પોલીસે તેમા જોઈએ તેવી ગંભીરતા ન બતાવી. જે બાદ અન્ય લોકોના મોત થવાની ખબરો સામે આવી જેમા ઉપેન્દ્રસિંહ ગોહિલ, કનકસિંહ ગોહિલ, કાર્તિક મકવાણા, ધન્યશ્યામસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોક્ટર’ અને હિતેશ પરમાર સહિતના નામ સામે આવ્યા છે. જ્યારે પાર્ટી આપનાર વિજયરાજસિંહ ગોહિલ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વિજયરાજ સિંહે ગોહિલ પોલીસ ભરતીમાં સિલેક્ટ થતા મિત્રોને પાર્ટી આપી હતી. જેમા સૌપ્રથમ નક્લી દારુ પીવાથી ઉપેન્દ્રસિંહનું મૃત્યુ થયુ હતુ. જે બાદ પોલીસ હરકતમાં આવી અને તપાસ શરૂ કરી હતી.

આ લઠ્ઠાકાંડને કારણે સુરતમાં પણ એક વ્યક્તિનું મોત થયુ છે જ્યારે ભાવનગરમાં પણ એક અવિનાશ પરમાર નામના 55 વર્ષિય વ્યક્તિનું મોત થયુ છે. આ સાથે આ આંકડો 11 પર પહોંચી ગયો છે. હાલ ભાવનગરની સર ટી હોસ્પિટલમાં આ નક્લી ઝેરી દારુ પીનારા લોકોની સારવાર ચાલી રહી છે. ત્યારે થોડા સમય પહેલા જ એવી ઘટના મળી કે શિવ આલગોતર નામનો વ્યક્તિ હોસ્પિટલમાંથી ભાગવાની તૈયારી કરતો જોવા મળ્યો હતો. tv9 દ્વારા તેની સાથે વાતચીત કરતા જાણવા મળ્યુ કે આ વ્યક્તિએ સોનગઢથી દારુ લઈ રોયલ સ્ટેગ અને ગ્રીન લેબલ બંને પીધા હતા. દારુ પીધા બાદ તેને ધૂંધળુ દેખાવાનું અને ઉલટીઓ શરૂ થઈ ગઈ હતી. 4 કલાકની સારવાર લીધા બાદ તેનો આક્ષેપ છે કે અહીં બરાબર સારવાર નથી મળી રહી અને તે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માગે છે.

શિવ અલગાતોર ની સથે અન્ય 5 લોકોએ પણ દારુનું સેવન કર્યુ હતુ અને તેઓ પાલિતાણા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ત્યારે હજુ કેટલા લોકોએ ઝેરી દારુનું સેવન કર્યુ. કોને કોને આ ઝેરી દારુ વેચવામાં આવ્યો છે. તે તપાસ અત્યંત જરૂરી છે. બીજી તરફ જે લોકોએ દારુ ખરીદ્યો હોય અથવા તો સેવન કર્યુ હોય તેમણે પણ સામે આવી સારવાર માટે જવુ જરૂરી છે નહીં તો આ પ્રકારે હજુ કેટલાય લોકોનો ભોગ લેવાશે તે નક્કી નથી. બીજી તરફ હાલ પોલીસ માટે સૌથી મોટો પડકાર એ છે કે આ દારૂને ક્યાં ક્યાં પહોંચાડવામાં આવ્યો છે. કોને કોને વેચવામાં આવ્યો અને જેમને વેચ્યો એમણે અન્ય કોને પહોંચાડ્યો છે તે અત્યંત જટિલ પ્રક્રિયા છે.

Input Credit- Ajit Gadhvi- Bhavnagar

લોકો નક્લી દારુ પી ને મરે તો ભલે મરે.. હપ્તાખોરી બંધ ન થવી જોઈએ- વધુ એક લઠ્ઠાકાંડ- ફરી આંકડામાં સમેટાઈ જતી જિંદગીઓ- આ સિલસિલો અટકશે ખરો?

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">