BJP નેતા કિરીટ સોમૈયાએ ઠાકરે સરકાર અને મુંબઈ પોલીસ સામે નોંધાવી ફરિયાદ,ધારાસભ્ય મુશરીફ પર લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ

કિરીટ સોમૈયાએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના સતારા જિલ્લાના કરાડ રેલવે સ્ટેશન પર ગેરકાયદેસર રીતે તેની અટકાયત કરવામાં આવી હતી. ઉપરાંત તેની સાથે મારપીટ પણ કરવામાં આવી હતી.

BJP નેતા કિરીટ સોમૈયાએ ઠાકરે સરકાર અને મુંબઈ પોલીસ સામે નોંધાવી ફરિયાદ,ધારાસભ્ય  મુશરીફ પર લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ
Bjp Leader Kirit Somaiya (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2021 | 4:14 PM

ભાજપના નેતા કિરીટ સોમૈયાએ બુધવારે મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસ વિરુદ્ધ નવઘર મુલુંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કિરીટ સોમૈયાએ આક્ષેપ કર્યો છે કે, કોલ્હાપુર જતા સમયે પોલીસે તેમને અટકાવ્યા હતા અને ગેરકાયદેસર રીતે તેમને કસ્ટડીમાં લીધા હતા.

ઉપરાંત તેમણે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રના (Maharashtra) ગ્રામીણ વિકાસ મંત્રી હસન મુશરીફ સામે ભ્રષ્ટાચારના આરોપો બાદ જિલ્લા અધિકારીઓએ કાયદો અને વ્યવસ્થા અને સુરક્ષાની ચિંતાને ટાંકીને તેમને કરાડમાં રોક્યા હતા.

કિરીટ સોમૈયાએ ઠાકરે સરકાર અને મુંબઈ પોલીસ સામે નોંધાવી ફરિયાદ

રસ્તા પર અંતિમયાત્રા જોવી એ શું સંકેતો આપે છે?
ઘોડાની નાળમાંથી બનેલી વીંટી પહેરવી યોગ્ય છે કે અયોગ્ય? પ્રેમાનંદ મહારાજે આપ્યો સચોટ જવાબ
Mauni Amavasya 2025: મૌની અમાસ પર બની રહ્યો ત્રિવેણી યોગ! આ 5 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ
Tech Tips: Phoneમાં નથી આવતુ નેટવર્ક? તો બસ કરી લો આ કામ
આજનું રાશિફળ તારીખ : 23 જાન્યુઆરી, 2025
Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો

ફરિયાદ નોંધાવ્યા બાદ સોમૈયાએ (Kirit Somaiya) જણાવ્યું હતું કે, મુંબઈ પોલીસે મને ખોટી રીતે અટકાયતમાં લીધો હતો. મને કોલ્હાપુર જતા રોકીને સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. ગણેશ વિસર્જનના દિવસે મને મારા નિવાસસ્થાનમાંથી બહાર આવતાં રોકવામાં આવ્યો હતો. મેં ભારતીય દંડ સંહિતાની કલમ 149, 340, 341, 342 હેઠળ મુલુંદ અને એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનને કાનૂની નોટિસ આપી છે. ઉપરાંત જણાવ્યુ હતુ કે, મુંબઈ પોલીસ (Mumbai Police) અને મહારાષ્ટ્ર સરકારે 24 કલાકમાં મારી માફી માંગવી પડશે.

પોલીસ પર ગેરવર્તનનો આરોપ

કિરીટ સોમૈયાએ જણાવ્યું હતું કે, સોમવારે વહેલી સવારે મહારાષ્ટ્રના સતારા જિલ્લાના કરાડ રેલવે સ્ટેશન (Railway Station) પરથી તેની અટકાયત કરવામાં આવી હતી. ઉપરાંત મુંબઈ પોલીસ દ્વારા તેને કોલ્હાપુર માટે ટ્રેનમાં ચઢતા રોકવામાં આવ્યો હતો અને તેની સાથે મારપીટ પણ કરવામાં આવી હતી.

વધુમાં સોમૈયાએ મુશરીફ પર કૌભાંડ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે મુશરીફ પર ગઢિંગલાજ કોઓપરેટિવ સુગર મિલમાં 100 કરોડનું કૌભાંડ (Scam) કરવાનો આરોપ પણ લગાવ્યો હતો અને કહ્યું હતું કે તે તેનાથી સંબંધિત દસ્તાવેજો તે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને સોંપશે.

ધારાસભ્ય મુશરીફ પર લગાવ્યો આરોપ

થોડા દિવસો પહેલા સોમૈયાએ ગ્રામીણ વિકાસ મંત્રી અને કોલ્હાપુર જિલ્લાના કાગલના ધારાસભ્ય મુશરીફ પર ભ્રષ્ટાચાર અને સંબંધીઓના નામે “બેનામી” મિલકત હોવાનો આરોપ લગાવ્યો હતો. જો કે મુશરીફે તમામ આરોપોને નકાર્યા છે. ભાજપના નેતાએ જણાવ્યુ હતુ કે, તેમણે મુશરીફ વિરુદ્ધ 2,700 પાનાની ફરિયાદ સાથે આવકવેરા વિભાગ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate) અને સહકાર મંત્રાલયનો સંપર્ક કર્યો છે.

આ પણ વાંચો: 9 ઓક્ટોબરથી શરૂ થશે મુંબઈ-સિંધુદુર્ગની ફ્લાઈટ, એલાયન્સ એરની ફ્લાઈટ ભરશે ઉડાન, જાણો શું હશે ભાડુ

આ પણ વાંચો: Maharashtra: પરમબીર સિંહની મુશ્કેલીઓ વધી, રાજ્ય સરકારે અન્ય એક કેસમાં એન્ટી કરપ્શન બ્યુરોને તપાસને આપી મંજૂરી

g clip-path="url(#clip0_868_265)">