મહારાષ્ટ્ર: ધનંજય મુંડે પરના બળાત્કારના આરોપો પર અનિલ દેશમુખે કહ્યું ‘નિષ્પક્ષ તપાસ થશે, કાયદાથી ઉપર કોઈ નથી’

મહારાષ્ટ્ર સરકારના મંત્રી ધનંજય મુંડે પર બળાત્કારનો આરોપ લાગ્યો છે, ધનંજય મુંડે પર લાગેલા આરોપો બાદ રાજનિતીમાં ગરમાવો આવ્યો છે અને સરકાર બેકફૂટ પર છે તો વિપક્ષ આક્રમક છે.

મહારાષ્ટ્ર: ધનંજય મુંડે પરના બળાત્કારના આરોપો પર અનિલ દેશમુખે કહ્યું 'નિષ્પક્ષ તપાસ થશે, કાયદાથી ઉપર કોઈ નથી'

મહારાષ્ટ્ર સરકારના મંત્રી ધનંજય મુંડે પર બળાત્કારનો આરોપ લાગ્યો છે, ધનંજય મુંડે પર લાગેલા આરોપો બાદ રાજનિતીમાં ગરમાવો આવ્યો છે અને સરકાર બેકફૂટ પર છે તો વિપક્ષ આક્રમક છે. ચારે તરફથી થઈ રહેલા હુમલાને વચ્ચે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે “મુંડે પરના બળાત્કારના આરોપોના કેસમાં નિષ્પક્ષ તપાસ થશે, પ્રદેશમાં કાયદાથી ઉપર કોઈ નથી” ગૃહમંત્રીને જ્યારે આ વિશે સવાલ કરાયો કે આરોપ લગાવનારી મહિલાએ પણ આરોપ લગાવ્યો છે કે હજુ સુધી આરોપી પર એફઆઈઆર પણ નથી થઈ. આ સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે તપાસ ચાલુ છે અને પોલીસ યોગ્ય સમયે યોગ્ય કાર્યવાહી કરશે. પ્રદેશમાં કોઈપણ મંત્રી કે અધિકારી કાયદાથી ઉપર નથી.

 

સુત્રોના જણાવ્યા મુજબ તપાસ ચાલુ હોવા છતાં આરોપી ધનંજય મુંડે મંત્રીમંડળમાં સામેલ રહેશે. એનસીપીના અધ્યક્ષ શરદ પવારે એ પણ કહ્યું હતું કે તે મંત્રીમંડળમાં રહેશે. જેને શર્મનાક ગણાવતા વિપક્ષ ભાજપના નેતા અતુલ ભાતખલકરે કહ્યું કે જે રીતે એનસીપી કાર્યવાહી કરી રહી છે તે નિરાશાજનક છે. ભાતખલકરે કહ્યું કે એનસીપી અને શરદ પવાર ધનંજય મુંડેનો બચાવ કરી રહ્યાં છે તે શરમજનક છે. કેબિનેટ મંત્રી પર બળાત્કારનો આરોપ લાગ્યાને 72 કલાક થઈ ગયાં અને એફઆઈઆર પણ નથી થઈ. લોકો જલ્દીથી રસ્તાઓ ઉપર ઉતરીને વિરોધ પ્રદર્શન કરતા નજરે આવશે.

 

મહત્વનું છે કે ધનંજય મુંડે પર મુંબઈની એક મહિલાએ બળાત્કારનો આરોપ લગાવ્યો છે, મુંડેએ તેના પર લાગેલા આરોપને બ્લેકમેલ કરવાની કોશીષ કહીને ફગાવ્યાં છે. આ આરોપોને લઈને 14 જાન્યુઆરીએ એનસીપીના નેતા પ્રફૂલ્લ પટેલના ઘર પર ગૃહમંત્રી અનિલ દેશમુખ, જયંત પાટીલ, ડેપ્યુટી સીએમ અજીત પવારની મીટીંગ પાર્ટી પ્રમુખ શરદ પવાર સાથે થઈ હતી. શરદ પવારે આ મામલાને ગંભીર કહ્યો હતો.

 

સૂત્રોની માનીએ તો વિપક્ષ ભાજપ અને એમએનએસના કેટલાક નેતાઓએ તે મહિલા તેમને પણ પરેશાન કરતી હોવાના આરોપ લગાવ્યાં છે. વિપક્ષી નેતાઓના આવા નિવેદનોથી મુંડેના દાવાને થોડું બળ મળ્યું છે. જેમાં તેમણે આરોપોને બ્લેકમેલ કરવાની કોશીષ કહી હતી. થોડા સમય પહેલા ભાજપ નેતા કૃષ્ણા હેગડેએ કહ્યું હતું કે આ મહિલા તેમને બ્લેકમેલ કરવાના ઈરાદાથી કેટલાયે વર્ષોથી પરેશાન કરી રહી હતી.

 

આ પણ વાંચો: NIAનો ખુલાસો, તપાસ એજન્સીઓથી બચવા ISIS કરી રહી છે આ એપનો ઉપયોગ

Click on your DTH Provider to Add TV9 Gujarati