AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NIAનો ખુલાસો, તપાસ એજન્સીઓથી બચવા ISIS કરી રહી છે આ એપનો ઉપયોગ

કેન્દ્રીય તપાસ એજન્સી(NIA)એ દુનિયાના સૌથી ખતરનાક આતંકી સંગઠન( ISIS) અને ISKPને લઈને એક મોટો ખુલાસો કર્યો છે.  કેન્દ્રીય તપાસ એજન્સીની શોધખોળમાં આ બાબત બહાર આવી છે.

NIAનો ખુલાસો, તપાસ એજન્સીઓથી બચવા ISIS કરી રહી છે આ એપનો ઉપયોગ
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 15, 2021 | 10:51 PM
Share

કેન્દ્રીય તપાસ એજન્સી(NIA)એ દુનિયાના સૌથી ખતરનાક આતંકી સંગઠન( ISIS) અને ISKPને લઈને એક મોટો ખુલાસો કર્યો છે.  કેન્દ્રીય તપાસ એજન્સીની શોધખોળમાં આ બાબત બહાર આવી છે. તેમજ તપાસ એજન્સીઓને થાપ આપવા માટે ISKP તેના કોમ્યુનિકેશનની રીત બદલી નાંખી છે. આ પૂર્વે તે આતંકીઓએ ટેલિગ્રામ અને વોટસએપના માધ્યમથી કમાન્ડ આપતું હતું. જેને સુરક્ષા એજન્સીનો સરળતાથી ટ્રેસ કરી લેતી હતી. હવે તે એક એવી એપનો ઉપયોગ કરે છે, જેમાં ડિજિટલ ફૂટપ્રિન્ટ તપાસવી તપાસ એજન્સીઓ માટે ભારે મુશ્કેલ હોય છે.

કેન્દ્રીય તપાસ એજન્સી( NIA)એના જણાવ્યા અનુસાર તેનું નામ થ્રીમા છે. ગત વર્ષે માર્ચ માસમાં દિલ્હીના ઓખલાથી પકડાયેલા ઈસ્લામિક સ્ટેટ ખુરાસન પ્રોવિઈન્સમાં આતંકી જહાજેબ સમી અને તેમની પત્ની હિના બશીર બેગ છે. બેંગલોરના ડૉકટર રહમાણ ઉર્ફે ડોકટર બ્રેવ થ્રીમાથી તેમના સંપર્કમાં આવ્યા હતા. ડોકટર બ્રેવ જેમનું અસલી નામ ડૉ.અબ્દુર રહેમાન હતું. તેમની ધરપકડ એનઆઈએ ગત વર્ષે કરી હતી.

NIAએ સૂત્રોના જણાવ્યા અનુસાર થ્રીમા એપને વાતચીત માટે સૌથી સુરક્ષિત એટલા માટે માનવામાં આવે છે, કારણ કે તેમાં તમારે ના તો મોબાઈલ નંબર આપવાનો હોય છે કે ઈમેલ આઈડી. આ એપને સ્વિટ્ઝર્લૅન્ડમાં બનાવવામાં આવી છે. જે આઈફોન અને એન્ડ્રોઈડ બંનેમાં ઉપયોગમાં ચાલે છે. તેમજ આ એપની ખાસિયત છે કે આ ફોનની વાતચીત મેસેજ અને કોન્ટેક્ટ મોબાઈલ સેવ થાય છે સર્વર પર નહીં.  આના લીધે જ  આ એપ ISIS અને ISKPના આતંકીઓ માટે પસંદગીની એપ છે.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં મતદારોની સંખ્યા 7.32 કરોડ, 14.45 લાખ મતદારોનો વધારો

g clip-path="url(#clip0_868_265)">