AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્રના ગ્લોબલ ગુરુજીને મળી ગઈ અમેરિકામાં રીસર્ચ માટે રજા, પણ અધિકારીઓને મનાવતા મનાવતા ઘસાઈ ગયા ચપ્પલ

રણજીત દિસલેએ અમારી સંલગ્ન ન્યૂઝ વેબસાઈટ TV9 મરાઠીને જણાવ્યું કે તેમની છ મહિનાની રજા મંજુર કરવા માટે તેમની પાસે લાંચ માંગવામાં આવી હતી અને પૂછવામાં આવ્યું હતું કે 'તમારા એવોર્ડથી અમને શું મળ્યું?'

મહારાષ્ટ્રના ગ્લોબલ ગુરુજીને મળી ગઈ અમેરિકામાં રીસર્ચ માટે રજા, પણ અધિકારીઓને મનાવતા મનાવતા ઘસાઈ ગયા ચપ્પલ
Global Guruji Ranjit Disle finally got leave for PhD
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 10:53 PM
Share

આખરે મહારાષ્ટ્રના ગ્લોબલ ગુરુજી રણજીત સિંહ દિસલેને (Ranjit Disale) અમેરિકામાં સંશોધન કરવા માટે રજા મળી ગઈ છે. પરંતુ આ માટે સરકારી બાબુઓને સમજાવતા – સમજાવતા અને મનાવતા મનાવતા તેમના ચપ્પલ ઘસાઈ ગયા. સોલાપુરના પરિતેવાડી જિલ્લા વહીવટીતંત્રની શાળામાં શિક્ષક રણજીત સિંહ દિસલેએ ગ્લોબલ ટીચર એવોર્ડ (Global teacher award)  જીતીને આંતરરાષ્ટ્રીય વિશ્વમાં ભારત અને મહારાષ્ટ્રનું નામ રોશન કર્યું છે. પરંતુ દેશ અને મહારાષ્ટ્ર માટે આટલું મોટું કામ કર્યા પછી પણ તેઓ પોતાના માટે નાનું કામ કરાવી શકતા ન હતા. આ ગ્લોબલ ગુરુજી શિક્ષણ અધિકારીઓને સમજાવવામાં નિષ્ફળ ગયા કે અમેરિકા જઈને સંશોધન કરવાથી શું ફાયદો થશે ? આખરે જ્યારે મીડિયામાં તેની ચર્ચા થઈ ત્યારે મહારાષ્ટ્રના સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર વર્ષા ગાયકવાડનું (Varsha Gaikwad) ધ્યાન આ મુદ્દા પર આવ્યું અને તેમણે તેમની સમસ્યાઓ દૂર કરી.

અમેરિકા જઈને રિસર્ચ કરવા માટે તેમને ‘ફુલબ્રાઈટ સ્કોલરશિપ’ મળી છે. અમેરિકામાં ‘પીસ એન્ડ એજ્યુકેશન’ વિષય પર સંશોધન કરવાનું છે. પરંતુ તેમની રજા મંજૂર થતી ન હતી. અધિકારીઓના પ્રશ્નો હતા કે ‘હશો તમે કોઈક જગ્યાના ગ્લોબલ ટીચર પ્રાઈઝ વિનર, અહીંના તો અમે જ સિકંદર. અમે જ્યાં સુધી પેન નહી ચલાવીએ ત્યાં સુધી તમારી રજા મંજુર કેવી રીતે થશે? ગ્લોબલ એવોર્ડ તમને મળ્યો છે. આમાંથી બાળકોને શું મળ્યું? સંશોધન કરવા તમે અમેરિકા જશો. અહીં બાળકોને કોણ ભણાવશે? પ્રાથમિક શિક્ષણાધિકારી કિરણ લોહાર સવાલ  કરનારાઓમાં મોખરે હતા. પરંતુ જ્યારે આ મુદ્દો શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડના ધ્યાન પર આવ્યો ત્યારે તેમણે આ મામલે દરમિયાનગીરી કરીને અધિકારીઓને રજા મંજૂર કરવાનો આદેશ આપ્યો હતો. વર્ષા ગાયકવાડે પણ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

વૈશ્વિક શિક્ષક પુરસ્કાર વિજેતા રણજિત દિસલેએ શાળા શિક્ષણ મંત્રીનો આભાર માન્યો

વર્ષા ગાયકવાડે સોલાપુરના મુખ્ય શિક્ષણાધિકારી ડૉ.દિલીપ સ્વામી સાથે વાત કરીને રણજીત સિંહ દિસલેની રજા મંજૂર કરવા જણાવ્યું છે અને સ્પષ્ટ કર્યું છે કે શિક્ષણ ચાલુ રહે તે માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં, શિક્ષકો માટે પણ જરૂરી છે. રણજીત સિંહ દિસલેએ પણ ટ્વીટ કરીને વર્ષા ગાયકવાડનો આભાર માન્યો છે.

ત્યાં સન્માન મળ્યું, કિંમત મળી, ઘણા ઈનામો મળ્યા

રણજિત ડિસલે બહાર ગયા અને ત્યાંની શિક્ષણની પદ્ધતિઓનો અભ્યાસ કર્યો. જેના કારણે વિશ્વ બેંકમાં શિક્ષણ સલાહકારના પદ માટે તેમની પસંદગી કરવામાં આવી હતી. તે પછી તેમને ઘણા એવોર્ડ મળ્યા. રણજીત દિસલેએ અમારી સંલગ્ન ન્યૂઝ વેબસાઈટ TV9 મરાઠીને જણાવ્યું કે તેમની છ મહિનાની રજા મંજુર કરવા માટે તેમની પાસે લાંચ માંગવામાં આવી હતી અને પૂછવામાં આવ્યું હતું કે ‘તમારા એવોર્ડથી અમને શું મળ્યું?’ રણજિત દિસલેએ કહ્યું કે, ‘હું શિક્ષક છું, હું શિક્ષણ દાન કરું છું, હું પૈસા દાન કરતો નથી.’

આ પણ વાંચો :  ત્રીજા ક્વાર્ટરમાં ICICI બેન્કનો નફો 18.8% વધ્યો, આવકમાં પણ આવ્યો ઉછાળો

આ પણ વાંચો :  Delhi Corona Update: કોરોનાના 11486 નવા કેસ સાથે 45 મૃત્યુ, 10 જૂન પછી એક દિવસમાં સૌથી વધુ દર્દીઓના મોત

g clip-path="url(#clip0_868_265)">